Pramāṇa · Search · About · API

Viyahapannatti 356

Viyāhapannatti: ṭīkānusārī vivecana 356

Language
Gujarati

356

‘ભગવતી’ સૂત્ર-૨૨૯ :– [૫/૪/૨૨૯]
તે કાળે, તે સમયે મહાશુક્ર કલ્પથી. મહાસર્ગ મહાવિમાનથી, મહર્દ્ધિક યાવત્‌ મહાનુભાગ બે દેવો શ્રમણ ભગવંત મહાવીર પાસે પ્રગટ થયાં. તે દેવોએ ભ૦ મહાવીરને મનથી વાંદી-નમીને, મનથી જ આવા પ્રશ્નો પૂછ્યા–
ભગવન્‌! આપ દેવાનુપ્રિયના કેટલા સો શિષ્યો સિદ્ધ થશે યાવત્‌ અંત કરશે? ત્યારે, તે દેવોએ મનથી પ્રશ્નો પૂછ્યા પછી, ભગવંત મહાવીરે મનથી જ તેમને આ આવા પ્રકારનો ઉત્તર આપ્યો કે-હે દેવાનુપ્રિયો! મારા ૭૦૦ શિષ્યો સિદ્ધ થશે યાવત્‌ દુઃખાંત કરશે. ત્યારે તે દેવો, ભગવંત મહાવીરને મનથી પૂછેલ અને મનથી જ આવા પ્રકારે ઉત્તર સાંભળી હૃષ્ટ, તુષ્ટ યાવત્‌ હર્ષિતહૃદય થઈને ભગવંત મહાવીરને વાંદી, નમી, મનથી જ શુશ્રુષા, નમન કરતા અભિમુખ થઈને યાવત્‌ પર્યુપાસના કરવા લાગ્યા.
તે કાળે, તે સમયે ભગવંત મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય ઈન્દ્રભૂતિ અણગાર યાવત્‌ નીકટમાં, ઉભડક બેસી યાવત્‌ વિચરતા હતા. ત્યારે તે ગૌતમસ્વામીને ધ્યાનાંતરિકામાં વર્તતા આવા પ્રકારે યાવત્‌ સંકલ્પ ઉપજ્યો કે – આ બે મહર્દ્ધિક યાવત્‌ મહાનુભાવ દેવો ભગવંત મહાવીર પાસે આવ્યા, હું તે દેવોને જાણતો નથી કે કયા કલ્પ, સ્વર્ગ કે વિમાનથી, કયા કારણથી અહીં શીઘ્ર આવ્યા? ભગવંત મહાવીર પાસે જઈ વાંદુ, નમું, યાવત્‌ પર્યુપાસતા આ આવા પ્રશ્નને પૂછીશ, એમ કરી ઉભા થઈ, ભગવંત મહાવીર પાસે યાવત્‌ સેવે છે.
હે ગૌતમાદિ શ્રમણો! એમ આમંત્રી ભગવંત મહાવીરે ગૌતમ સ્વામીને આમ કહ્યું – હે ગૌતમ! ધ્યાન સમાપ્તિ પછી તારા મનમાં આવો સંકલ્પ થયો યાવત્‌ મારી પાસે શીઘ્ર આવ્યો. હે ગૌતમ! આ વાત યોગ્ય છે? - હા, છે. તો હે ગૌતમ! તું એ દેવો પાસે જા, તેઓ તને એ સંબંધે પૂરા પ્રશ્નોત્તર કહેશે.
ત્યારે ગૌતમસ્વામી, ભગવંત મહાવીરની અનુજ્ઞા પામીને ભગવંતને વાંદી, નમી, જ્યાં તે દેવો હતા, ત્યાં જવા સંકલ્પ કર્યો. ત્યારે તે દેવો ગૌતમસ્વામીને પાસે આવતા જોઈને હૃષ્ટ યાવત્‌ હર્ષિત હૃદય થઈને જલ્દીથી ઉઠીને સામે ગયા - ગૌતમસ્વામી પાસે આવ્યા, આવીને યાવત્‌ નમીને આમ કહ્યું – હે ભદંત! અમે મહાશુક્ર કલ્પના મહાસર્ગ મહાવિમાનથી મહર્દ્ધિક એવા બે દેવો આવ્યા. ત્યારે અમે ભગવંતને વાંદી, નમી, મનથી જ આ પ્રશ્ન પૂછ્યો, ભગવન્‌! આપ દેવાનુપ્રિયના કેટલા સો શિષ્યો સિદ્ધ થશે યાવત્‌ અંત કરશે? ત્યારે ભગવંતે અમારા મનથી પૂછેલા પ્રશ્નનો અમને મનથી જ આ ઉત્તર આપ્યો કે – મારા ૭૦૦ શિષ્યો યાવત્‌ દુઃખાંત કરશે. ત્યારે અમે ભગવંતને મનથી જ પૂછેલા પ્રશ્નનો ભગવંતે મનથી જ આવો ઉત્તર આપેલો સાંભળીને ભગવંતને વાંદી, નમી યાવત્‌ પર્યુપાસતા હતા, એમ કહીને ગૌતમને વાંદી, નમી, જ્યાંથી આવ્યા હતા, ત્યાં ગયા.

Linked texts (1)