Pramāṇa · Search · About · API

Viyahapannatti 355

Viyāhapannatti: ṭīkānusārī vivecana 355

Language
Gujarati

355

વિવેચન :–૨૨૮
છ વર્ષની ઉંમરે દીક્ષિત થયેલ છે માટે કુમારશ્રમણ. કહ્યું છે – નિર્ગ્રન્થ પ્રવચનની રુચિ કરીને છ વર્ષે દીક્ષા લીધી, તે આશ્ચર્ય. અન્યથા આઠમા વર્ષ પૂર્વે દીક્ષા ન સંભવે. કાંખમાં રજોહરણ અને પાત્ર લઈને, ‘આ મારી નૌકા’ એમ વિકલ્પ કરતો, નાવિકની જેમ નાવને અતિમુક્ત મુનિ વહાવીને રમે છે. આ તેની રમણક્રિયા બાલ્યાવસ્થાથી છે. સ્થવિરોએ તેની આ અનુચિત ચેષ્ટા જોઈને ઉપહાસ કરતા હોય તેમ પૂછ્યું, ઈત્યાદિ.
જાત્યાદિ ઉદ્ઘાટનથી હીલના, મનથી નિંદા, લોક સમક્ષ તે ખિંસા, તેની પાસે તે ગર્હા, ઉચિત પ્રતિપત્તિ ન કરવી - અવમાનના અને ‘પરાભવ’ પાઠ પણ છે. તેને ખેદરહિત સ્વીકારો, સહાયતા કરો, સેવા કરો. તે ભવનો છેદ કરનાર ચરમ શરીરી છે. - - અતિમુક્તની માફક ભગવંતના અન્ય શિષ્યો પણ અંતિમ શરીરી હતા –

Linked texts (1)