Viyahapannatti 358
Viyāhapannatti: ṭīkānusārī vivecana 358
- Language
- Gujarati
358
‘ભગવતી’ સૂત્ર-૨૩૦, ૨૩૧ :– [૫/૪/૨૩૦, ૨૩૧]
[૨૩૦] ભગવન્! એમ કહી ગૌતમ શ્રમણે, ભગવંત મહાવીરને આમ કહ્યું – ભગવન્ ! દેવો સંયત કહેવાય? ગૌતમ! એ અર્થ સમર્થ નથી, આ અભ્યાખ્યાન છે. ભગવન્! દેવો અસંયત કહેવાય? ના, એમ ન કહેવાય, આ નિષ્ઠુર વચન છે. ભગવન્ ! દેવો સંયતા-સંયત કહેવાય? ગૌતમ! ના, આ અસદ્ભુત છે. ભગવન્! તો પછી દેવોને કેવા કહેવા? ગૌતમ! દેવો, નોસંયત કહેવાય.
[૨૩૧] ભગવન્! દેવો કઈ ભાષા બોલે? દેવો દ્વારા બોલાતી કઈ ભાષા વિશિષ્ટરૂપ છે? ગૌતમ! દેવો અર્ધમાગધી ભાષા બોલે છે, બોલાતી ભાષામાં અર્ધમાગધી ભાષા જ વિશિષ્ટરૂપ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit