Viyahapannatti 365
Viyāhapannatti: ṭīkānusārī vivecana 365
- Language
- Gujarati
365
વિવેચન :–૨૪૧ થી ૨૪૩
છદ્મસ્થ એટલે આધોવધિક અને પરમાવધિક. એકલા સંયમથી સિદ્ધ ન થાય. આ સૂત્ર ઉત્પન્ન જ્ઞાનાદિધર કેવલિ સુધી લેવું. આ કથન પૂર્વે શતક-૧-માં કરેલ છે, તો પણ અહીં વિશેષથી કહ્યું છે.
સ્વતીર્થિકની વક્તવ્યતા પછી અન્યતીર્થિકનું કથન કરે છે. જે પ્રકારે કર્મ બાંધ્યુ છે, તે પ્રકારે ઉત્પન્ન કર્મ વેદના અનુભવે છે. તેમનું મિથ્યાત્વ આ રીતે છે - આયુ કર્મના વ્યભિચારથી જેમ બાંધ્યા છે તેમ બધાં કર્મો અનુભવાતા નથી. દીર્ઘકાળે અનુભવનીય આયુકર્મ થોડાં કાળે પણ અનુભવે છે. અન્યથા સર્વજન પ્રસિદ્ધ અપમૃત્યુ વ્યવહાર ન થાય અથવા મહાસંગ્રામમાં લાખો જીવોના મૃત્યુ એકસાથે ન થાય.
અનેવંભૂત - જે પ્રકારે બાંધ્યુ છે, તે કર્મનો સ્થિતિ ઘાત, રસઘાત આગમમાં સંભળાય છે, તેથી પણ અનેવંભૂત વેદના સત્ય ઠરે છે. આ રીતે વૈમાનિક પર્યન્ત સર્વ સંસારીચક્ર જાણી લેવું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit