Pramāṇa · Search · About · API

Viyahapannatti 364

Viyāhapannatti: ṭīkānusārī vivecana 364

Language
Gujarati

364

‘ભગવતી’ સૂત્ર-૨૪૧ થી ૨૪૩ :– [૫/૫/૨૪૧ થી ૨૪૩]
[૨૪૧] ભગવન્‌! છદ્મસ્થ મનુષ્ય, વીતી ગયેલા શાશ્વતા અનંતકાળમાં માત્ર સંયમ વડે - - જેમ પહેલા શતકના ચોથા ઉદ્દેશાના આલાવા છે, તેમ યાવત્‌ ‘અલમસ્તુ’ કહ્યું ત્યાં સુધી જાણવું.
[૨૪૨] ભગવન્‌! અન્યતીર્થિકો એમ કહે છે યાવત્‌ પ્રરૂપે છે - સર્વે પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વ એવંભૂત વેદના વેદે છે. તે કેવી રીતે? ગૌતમ! જે તે અન્યતીર્થિકો આમ કહે છે યાવત્‌ વેદે છે, તે મિથ્યા કહે છે. ગૌતમ! હું એમ કહું છું યાવત્‌ પ્રરૂપું છું - કેટલાંક પ્રાણ, ભૂત, જીવ, સત્વ એવંભૂત વેદના વેદે છે. કેટલાંક પ્રાણ, ભૂત, જીવ. સત્વો અનેવંભૂત વેદના વેદે છે - એમ કેમ કહ્યું? ગૌતમ! જે પ્રાણ, ભૂત, જીવ, સત્વો કરેલા કર્મો પ્રમાણે વેદના વેદે છે, તેઓ એવંભૂત વેદના વેદે છે. જેઓ કરેલા કર્મો પ્રમાણે નથી વેદતા તે અનેવંભૂત વેદના વેદે છે.
ભગવન્‌! નૈરયિકો, એવંભૂત વેદના વેદે કે અનેવંભૂત? ગૌતમ! તેઓ બંને વેદના વેદે છે – એમ કેમ કહ્યું? ગૌતમ! જે નારકો કરેલા કર્મ પ્રમાણે વેદના વેદે છે તે એવંભૂત વેદના વેદે છે. જે નૈરયિકો કરેલા કર્મ પ્રમાણે વેદના વેદે છે. તે હેતુથી એમ કહ્યું. એ પ્રમાણે વૈમાનિક સુધી સંસારમંડલ જાણવું.
[૨૪૩] ભગવન્‌! જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં કેટલા કુલકરો થયા? ગૌતમ! સાત. એ રીતે તીર્થંકર, તીર્થંકરના માતા, પિતા, પહેલા શિષ્યા, ચક્રવર્તીમાતા, સ્ત્રીરત્ન, બલદેવ, વાસુદેવ, વાસુદેવના માતા, પિતા, પ્રતિશત્રુ આદિ સમવાયના ક્રમે જાણવું. - ભગવન્‌! એમ જ છે.

Linked texts (1)