Pramāṇa · Search · About · API

Viyahapannatti 371

Viyāhapannatti: ṭīkānusārī vivecana 371

Language
Gujarati

371

‘ભગવતી’ સૂત્ર-૨૪૬, ૨૪૭ :– [૫/૬/૨૪૬, ૨૪૭]
[૨૪૬] ભગવન્‌ ! પુરુષ, ધનુષ્‌ને ગ્રહણ કરે, કરીને બાણને ગ્રહણ કરે, કરીને સ્થાને બેસે, બેસીને ધનુષ્‌ને કાન સુધી ખેંચે, ખેંચીને ઉંચે આકાશમાં બાણને ફેંકે, પછી ઉંચે આકાશમાં ફેંકાયેલ બાણ, ત્યાં પ્રાણ, ભૂત, જીવ કે સત્વોને હણે - શરીર સંકોચે - શ્લિષ્ટ કરે - સંઘટ્ટે - સંઘાત કરે - પરિતાપે - ક્લાંત કરે - એક સ્થાનથી બીજે સ્થાને લઈ જાય કે જીવિતથી ચ્યુત કરે. તો તેને કેટલી ક્રિયા લાગે?
ગૌતમ! યાવત્‌ તે પુરુષ ધનુષ્‌ને ગ્રહણ કરે, યાવત્‌ બાણ ફેંકે ત્યાં સુધી તે પુરુષ કાયિકી આદિ પાંચે ક્રિયાને કરે. જે જીવોના શરીર દ્વારા ધનુષ્‌ બનેલ છે, તે જીવોને પણ કાયિકી આદિ પાંચે ક્રિયા સ્પર્શે. એ રીતે ધનુપૃષ્ઠને, જીવાને, ણ્હારુને, બાણને, શર-પત્ર-ફળ આદિ બધાંને પાંચે પાંચ ક્રિયાઓ સ્પર્શે છે.
[૨૪૭] હવે તે બાણ, પોતાની ગુરુતા, ભારેપણું, ગુરુતા અને ભારેપણું - તે વડે તે બાણ સ્વભાવથી નીચે પડતું હોય ત્યારે ત્યાં પ્રાણોને યાવત્‌ જીવિતથી ચ્યુત કરે ત્યારે તે પુરુષને કેટલી ક્રિયા લાગે? ગૌતમ! યાવત્‌ તે બાણ પોતાની ગુરુતાથી યાવત્‌ જીવિતથી ચ્યુત કરે ત્યારે તે પુરુષ કાયિકી આદિ ચાર ક્રિયાને સ્પર્શે. જે જીવોના શરીરથી ધનુષ્‌ બનેલ છે, તે જીવો પણ ચાર ક્રિયાને સ્પર્શે. જીવા, ણ્હારુ ચાર ક્રિયાને અને બાણ, શર, પત્ર, ફળ પાંચે ક્રિયાને સ્પર્શે. બાણના અવગ્રહમાં જે જીવો આવે, તે જીવો પણ કાયિકી આદિ પાંચ ક્રિયાને સ્પર્શે.

Linked texts (1)