Viyahapannatti 370
Viyāhapannatti: ṭīkānusārī vivecana 370
- Language
- Gujarati
370
વિવેચન :–૨૪૫
ગૃહપતિ એટલે ગૃહસ્થ. જો ગૃહસ્થ મિથ્યાદૃષ્ટિ હોય તે મિથ્યાદર્શન ક્રિયા લાગે, જો સમ્યગ્દૃષ્ટિ હોય તો આ ક્રિયા ન લાગે. હવે ક્રિયામાં જ વિશેષ કહે છે – અથ પક્ષાંતર સૂચવે છે તે ભાંડ ગવેષણાથી મળેલ હોય. તે ગૃહસ્થને મળ્યા પછી તુરંત જ જેનો સંભવ છે તે આરંભિકી આદિ ક્રિયા ટૂંકી થાય છે. ચોરાયેલ ખાંડ શોધતી વખતે તે પ્રયત્ન વિશેષવાળો હોવાથી તે ક્રિયા મોટી હોય છે.
ક્રયિક - ગ્રાહક બાનું આપીને ભાંડને સ્વીકારે. જ્યાં સુધી ખરીદનારને સોંપ્યુ નથી ત્યારે કરિયાણું અપ્રાપ્ત હોવાથી તે સંબંધે ક્રિયા ઓછી લાગે. ગૃહસ્થને ત્યાં હોવાથી મહાક્રિયા લાગે. ગ્રાહકને સોંપ્યા પછી ગ્રાહકને મોટી ક્રિયા લાગે, ગૃહસ્થને ઓછી લાગે. ઉપનીત-અનુપનીત ભાંડ સંબંધે બે સૂત્રો કહ્યા – એ રીતે ધન સંબંધે બે સૂત્ર. (૧) – [વૃત્તિકારે મૂળ સૂત્ર જ મૂકેલ છે. તેથી અહીં અર્થ કર્યો નથી.] એ પ્રમાણે ત્રીજું સૂત્ર બીજા સૂત્ર સમાન સમજવું. ચોથું સૂત્ર (૨) – [મૂળ સૂત્ર જ મૂકેલ હોવાથી અર્થ કર્યો નથી.] પહેલાં સૂત્ર સમાન આ ચોથું સૂત્ર છે. એ રીતે સૂત્રપુસ્તક અક્ષર જાણવા.
ક્રિયા અધિકારથી આ કહે છે – હમણાં પ્રગટાવેલો. ઓલવાતા અગ્નિની અપેક્ષાએ, બંધને આશ્રીને, ઘણાં મોટા જ્ઞાનાવરણીય આદિ કર્મબંધનો હેતુ હોવાથી મહાકર્મતર છે. એમ બીજા વિશેષણ પણ જાણવા. વિશેષ એ – દાહને ક્રિયારૂપ જાણવો. નવા કર્મોમાં ઉપાદાન હેતુ તે આશ્રવ. તે કર્મજન્ય પીડા, તે વેદના. અથવા પરસ્પર શરીર સંબાધજન્ય પીડા, તે વેદના. - - ઓછો થતો, અંગારાદિ અવસ્થા આશ્રીને અલ્પ કર્મવાળો છે. - X - ક્રિયા અધિકારથી આ સૂત્ર કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit