Viyahapannatti 380
Viyāhapannatti: ṭīkānusārī vivecana 380
- Language
- Gujarati
380
‘ભગવતી’ સૂત્ર-૨૫૫ :– [૫/૭/૨૫૫]
ભગવન્! પરમાણુ પુદ્ગલ સાર્ધ, સમધ્ય, સપ્રદેશ છે? કે અનર્ધ, અમધ્ય, અપ્રદેશ છે? ગૌતમ! તે અનર્ધ, અમધ્ય, અપ્રદેશ છે, સાર્ધ, સમધ્ય, સપ્રદેશ નથી. - - ભગવન્! દ્વિપ્રદેશિક સ્કંધ? પ્રશ્ન. ગૌતમ! તે સાર્ધ, સમધ્ય, સપ્રદેશ છે, અનર્ધ, અમધ્ય, અપ્રદેશ નથી.
ભગવન્! ત્રિપ્રદેશિક સ્કંધ? પ્રશ્ન. ગૌતમ! તે અનર્ધ, સમધ્ય, સપ્રદેશ છે, પણ સાર્ધ, અમધ્ય, અપ્રદેશ નથી. દ્વિપ્રદેશિક સ્કંધ માફક બેકી સંખ્યાવાળા સ્કંધો કહેવા. ત્રિપ્રદેશિક સ્કંધ માફક એકી સંખ્યાવાળા સ્કંધો કહેવા. - - ભગવન્! સંખ્યાતપ્રદેશિક સ્કંધ? (પ્રશ્ન) - ગૌતમ! કદાચ સાર્ધ, અમધ્ય, સપ્રદેશ હોય. કદાચ અનર્ધ, સમધ્ય, સપ્રદેશ હોય. સંખ્યેય પ્રદેશ માફક અસંખ્યાત, અનંત પ્રદેશી જાણવા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit