Viyahapannatti 395
Viyāhapannatti: ṭīkānusārī vivecana 395
- Language
- Gujarati
395
વિવેચન :–૨૬૩
નૈરયિકો જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ૨૪-મુહૂર્ત્ત સુધી અવસ્થિત રહે. - કઈ રીતે? સાતે પૃથ્વી ૧૨-મુહૂર્ત્ત સુધી જો કોઈ જીવ ઉત્પન્ન ન થાય અને કોઈનું મરણ ન થાય એ ઉત્કૃષ્ટ વિરહકાળ હોવાથી, પછી બીજા ૧૨-મુહૂર્ત્ત સુધી જેટલા ઉત્પન્ન થાય તેટલા જ મરે. એ રીતે ૨૪-મુહુર્ત્ત સુધી નૈરયિકોની એક પરિમાણતા હોવાથી અવસ્થિત જાણવા. - X - એ રીતે રત્નપ્રભાદિ ૨૪-મુહૂર્ત્તાદિ વ્યુત્ક્રાંતિપદે કહ્યા છે. ત્યાં તેની તુલ્ય સમ સંખ્યાથી ઉત્પાદ-ઉદ્વર્તનાકાળ થઈને, બમણો થઈને અવસ્થિત કાળ ૪૮-મુહૂર્ત્તાદિ, સૂત્રોક્ત છે. વિરહકાળ દરેક પદે અવસ્થાન કાળ કરતાં અડધો સ્વયમેવ જાણવો.
એકેન્દ્રિયોમાં વિરહ નથી, ઘણાંનું ઉત્પાદન અને થોડાનું મરણ હોવાથી તેઓ વધે છે. ઘણાનું મરણ અને થોડાની ઉત્પત્તિ થવાથી ઘટે પણ છે. તુલ્યત્વથી ઉત્પાદન અને મરણથી અવસ્થિત પણ રહે છે. એ ત્રણેમાં આવલિકાનો અસંખ્યાત ભાગ છે, કેમકે પછી યથાયોગ્ય વૃદ્ધિ આદિ ન થાય. એક અંતર્મુહૂર્ત્ત વિરહકાળ અને બીજું અંતર્મુહૂર્ત્ત સમાન સંખ્યામાં ઉત્પાદન અને મરણ છે. - સંખ્યાત માસ કે સંખ્યાત વર્ષને બમણાં કરીએ, તો પણ સંખ્યાતપણું રહે છે માટે તેમ કહ્યું છે. ... ગ્રૈવેયકમાં જો કે નીચલી ત્રિકમાં સંખ્યાત શત વર્ષ, મધ્યમ ત્રિકમાં સંખ્યાત હજાર વર્ષ, ઉપલી ત્રિકમાં સંખ્યાત લાખ વર્ષ વિરહકાળ છે તો પણ તેને બમણો કરતાં સંખ્યાત જ રહે. વિજયાદિમાં અસંખ્યાત કાળનો વિરહ છે, તે બમણો કરતાં પણ તેજ રહે છે. ઈત્યાદિ - X -
હવે જીવોને બીજી રીતે કહે છે – સોપચય એટલે વૃદ્ધિ સહ. સાપચય એટલે હાનિસહ. સોપચય-સાપચય એટલે ઉત્પાદ-મરણનો એક સાથે સદ્ભાવ. નિરુપચય-નિરપચય એટલે વૃદ્ધિ-હાનિનો અભાવ.
(શંકા) ઉપચય-વૃદ્ધિ, અપચય-હાનિ. બંનેના અભાવે અવસ્થિતત્વ. એ રીતે શબ્દભેદ છે, તો આ સૂત્રમાં વિશેષ શું? પૂર્વસૂત્રમાં પરિણામ માત્ર અભિપ્રેત છે. અહીં તેની અપેક્ષા વિના ઉત્પાદ-મરણ વિવક્ષિત છે. તેથી અહીં ત્રીજા ભંગમાં પૂર્વોક્ત વૃદ્ધયાદિ ત્રણે વિકલ્પ થાય. તેથી ઘણાં ઉત્પાદે વૃદ્ધિ, ઘણાં મરણે હાનિ, સમ ઉત્પાદ-મરણે અવસ્થિતત્વ, એમ ભેદ છે - X - યુગપત્ ઉત્પાદ-મરણે વૃદ્ધિ-હાનિ. બાકીના ભંગો એકેન્દ્રિયમાં ન સંભવે, કેમકે પ્રત્યેકમાં ઉત્પાદ-મરણ અને તેના વિરહનો અભાવ છે. - X - X –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit