Pramāṇa · Search · About · API

Viyahapannatti 394

Viyāhapannatti: ṭīkānusārī vivecana 394

Language
Gujarati

394

‘ભગવતી’ સૂત્ર-૨૬૩ :– [૫/૮/૨૬૩]
ભગવન્‌! એમ કહી, ગૌતમસ્વામીએ યાવત્‌ એમ કહ્યું – ભગવન્‌ ! જીવો વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે? ગૌતમ! જીવો વધતા કે ઘટતા નથી, પણ અવસ્થિત રહે છે. ... ભગવન્‌! નૈરયિકો વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે? ગૌતમ! નૈરયિકો વધે છે, ઘટે છે અને અવસ્થિત પણ રહે છે. નૈરયિકની માફક વૈમાનિક સુધી જાણવું. - - સિદ્ધો વિશે પ્રશ્ન. ગૌતમ! સિદ્ધો વધે કે અવસ્થિત પણ રહે. ઘટે નહીં.
ભગવન્‌ ! જીવો કેટલો કાળ અવસ્થિત રહે? સર્વકાળ. ... ભગવન્‌! નૈરયિકો કેટલો કાળ વધે? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્ય ભાગ. એ રીતે ઘટે. ભગવન્‌! નૈરયિકો કેટલો કાળ અવસ્થિત રહે? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ૨૪-મુહૂર્ત્ત. એ રીતે સાતે પૃથ્વીમાં વધ-ઘટ કહેવી. વિશેષ એ - અવસ્થિતમાં આ ભેદ છે - જેમકે રત્નપ્રભામાં ૪૮-મુહૂર્ત્ત, શર્કરાપ્રભામાં ૧૪ અહોરાત્ર, વાલુકામાં એક માસ, પંકમાં બે માસ, ધૂમપ્રભામાં ૪-માસ, તમમાં ૮-માસ, તમતમામાં ૧૨-માસ.
અસુરકુમારો પણ નૈરયિક માફક વધે, ઘટે. અવસ્થિત જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ૪૮-મુહૂર્ત્ત. એ રીતે દશે ને કહેવા. ... એકેન્દ્રિયો વધે, ઘટે અને અવસ્થિત પણ રહે. એ ત્રણેનો જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાભાગ કહેવો. બેઈન્દ્રિયો તે જ પ્રમાણે વધે, ઘટે. તેમનું અવસ્થાન જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ બે અંતર્મુહૂર્ત્ત. એ રીતે ચઉરિન્દ્રિય સુધી જાણવું.
બાકીના બધા જીવો તેજ રીતે વધે, ઘટે. અવસ્થિતમાં ભેદ છે. તે આ – સંમૂર્ચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચોનો અવસ્થાનકાળ બે અંતર્મુહૂર્ત્ત. ગર્ભજનો ૨૪-મુહૂર્ત્ત. સંમૂર્ચ્છિમ મનુષ્યોનો ૪૮-મુહૂર્ત્ત, વ્યંતર-જ્યોતિષ્‌-સુધર્મ-ઈશાનમાં ૪૮-મુહૂર્ત્ત, સનત્કુમાર ૧૮-અહોરાત્ર અને ૪૦-મુહૂર્ત્ત. માહેન્દ્રમાં ૨૪-અહોરાત્ર અને ૨૦-મુહૂર્ત્ત, બ્રહ્મલોકમાં ૪૫-અહોરાત્ર, લાંતકમાં ૯૦-અહોરાત્ર, મહાશુક્રે ૧૬-અહોરાત્ર, સહસ્રારે ૨૦૦-અહોરાત્ર, આનત-પ્રાણતે સંખ્યાત માસ, આરણ-અચ્યુતે સંખ્યાત વર્ષ, એ રીતે ગ્રૈવેયક, વિજય-વૈજયંત-જયંત-અપરાજિતે અસંખ્ય હજાર વર્ષ, સર્વાર્થસિદ્ધે પલ્યોપમનો અસંખ્યેય ભાગ કહેવો. તેઓ જઘન્યે એક સમય, ઉત્કૃષ્ટે આવલિકાનો અસંખ્ય ભાગ સુધી વધે, ઘટે અને અવસ્થાનકાળ હમણાં કહ્યો.
ભગવન્‌! સિદ્ધો કેટલો કાળ વધે? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ.
ભગવન્‌! જીવો સોપચય છે, સાપચય છે, સોપચય-સાપચય છે કે નિરુપચય નિરવચય છે? ગૌતમ! જીવો સોપચય, સાપચય કે સોપચય-સાપચય નથી, પણ નિરુપચય-નિરપચય છે. એકેન્દ્રિયો ત્રીજા પદે છે, બાકીના જીવો ચારે પદમાં કહેવા. સિદ્ધ વિશે પ્રશ્ન. ગૌતમ! સિદ્ધો સોપચય અને નિરુપચય-નિરપચય છે.
ભગવન્‌! જીવો કેટલો કાળ નિરુપચય નિરપચય છે? ગૌતમ! સર્વકાળ. - ભગવન્‌! નૈરયિકો કેટલો કાળ સોપચય છે? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યેય ભાગ. - કેટલો કાળ સાપચય છે? એ પ્રમાણે જ. - - કેટલો કાળ સોપચય-સાપચય છે? એ પ્રમાણે જ. કેટલો કાળ નિરુપચય-નિરપચય છે? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૧૨-મુહૂર્ત્ત.
એકેન્દ્રિયો સર્વે સર્વકાળ સોપચય-સાપચય છે, બાકી સર્વે જીવો સોપચયાદિ ચારે પણ છે. જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્ય ભાગ છે. અવસ્થાનમાં વ્યુત્ક્રાંતિકાળ કહેવો.
ભગવન્‌! સિદ્ધો કેટલો કાળ સોપચય છે? ગૌતમ! જઘન્યે એક સમય, ઉત્કૃષ્ટે આઠ સમય. કેટલો કાળ નિરુપચય નિરપચય છે? જઘન્યે એક સમય, ઉત્કૃષ્ટે છ માસ. - ભગવન્‌! તે એમ જ છે (૨).

Linked texts (1)