Pramāṇa · Search · About · API

Viyahapannatti 397

Viyāhapannatti: ṭīkānusārī vivecana 397

Language
Gujarati

397

‘ભગવતી’ સૂત્ર-૨૬૪ :– [૫/૯/૨૬૪]
તે કાળે, તે સમયે યાવત્‌ એમ કહ્યું – આ નગરને ભગવન્‌! રાજગૃહ કેમ કહે છે? શું રાજગૃહનગર પૃથ્વી કહેવાય? જળ કહેવાય? યાવત્‌ વનસ્પતિ કહેવાય? જેમ ‘એજન’ ઉદ્દેશામાં પંચેન્દ્રિય તિર્યંચની વક્તવ્યતા કહી છે, તેમ અહીં કહેવું. યાવત્‌ સચિત્ત, અચિત્ત, મિશ્રદ્રવ્યો રાજગૃહનગર કહેવાય? ગૌતમ! પૃથ્વી પણ રાજગૃહનગર કહેવાય યાવત્‌ સચિત્તાદિ દ્રવ્ય પણ રાજગૃહનગર કહેવાય. - એમ કેમ કહ્યું? – ગૌતમ! પૃથ્વી એ જીવ છે, અજીવ છે, માટે તે રાજગૃહનગર કહેવાય. યાવત્‌ સચિત્તાદિ દ્રવ્યો જીવ છે, અજીવ છે. માટે રાજગૃહનગર કહેવાય. - X -

Linked texts (1)