Viyahapannatti 399
Viyāhapannatti: ṭīkānusārī vivecana 399
- Language
- Gujarati
399
‘ભગવતી’ સૂત્ર-૨૬૫, ૨૬૬ :– [૫/૯/૨૬૫, ૨૬૬]
[૨૬૫] ભગવન્! દિવસે ઉદ્યોત અને રાત્રે અંધકાર હોય? ગૌતમ! હા, હોય. – એમ કેમ કહ્યું? ગૌતમ! દિવસે શુભ પુદ્ગલ, શુભ પુદ્ગલ-પરિણામ હોય, રાત્રે અશુભ પુદ્ગલ અને અશુભ પુદ્ગલ પરિણામ હોય.
ભગવન્! નૈરયિકને ઉદ્યોત હોય કે અંધકાર? ગૌતમ! તેમને ઉદ્યોત નહીં અંધકાર છે – એમ કેમ? ગૌતમ! નૈરયિકોને અશુભ પુદ્ગલ, અશુભ પુદ્ગલ પરિણામ હોય છે, તેથી એમ કહ્યું.
ભગવન્! અસુરકુમારોને ઉદ્યોત કે અંધકાર? ગૌતમ! તેઓને ઉદ્યોત છે, અંધકાર નથી. – એમ કેમ? ગૌતમ! અસુરકુમારોને શુભ પુદ્ગલ અને શુભ પરિણામ હોય છે, તેથી એમ કહ્યું. એ રીતે યાવત્ સ્તનિતકુમાર સુધી કહેવું.
પૃથ્વીકાયથી તેઈન્દ્રિય સુધી નૈરયિક માફક.
ભગવન્! ચઉરિન્દ્રિયને ઉદ્યોત કે અંધકાર? ગૌતમ! બંને. એમ કેમ? ગૌતમ! ચઉરિન્દ્રિયને શુભાશુભ પુદ્ગલ અને શુભાશુભ પુદ્ગલ પરિણામ હોય છે, તેથી એમ કહ્યું. એ રીતે મનુષ્ય સુધી જાણવું. વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકોને અસુરકુમારની જેમ સમજવા.
[૨૬૬] ભગવન્! ત્યાં ગયેલા નૈરયિકો એમ જાણે કે સમય, આવલિકા યાવત્ ઉત્સર્પિણી કે અવસર્પિણી? ના, તે અર્થ સમર્થ નથી. એમ કેમ કહ્યું? ગૌતમ! અહીં તેનું માન છે, પ્રમાણ છે, જણાય છે કે સમય છે યાવત્ ઉત્સર્પિણી છે. પણ નૈરયિકોમાં સમયાદિ જણાતા નથી માટે તેમ કહ્યું. એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધી.
ભગવન્! અહીં મનુષ્યલોકમાં સમય યાવત્ ઉત્સર્પિણી એવું પ્રજ્ઞાન છે? હા, છે. એમ કેમ? ગૌતમ! અહીં સમયાદિનું માન, પ્રમાણ, એવું જ્ઞાન છે. તેથી એમ કહ્યું. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને નૈરયિકો માફક જાણવા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit