Pramāṇa · Search · About · API

Viyahapannatti 400

Viyāhapannatti: ṭīkānusārī vivecana 400

Language
Gujarati

400

વિવેચન :–૨૬૫, ૨૬૬
[૨૬૫] દિવસે શુભ પુદ્ગલો હોય છે, એમ કેમ કહ્યું? સૂર્યના કિરણના સંબંધથી દિવસે સારા પુદ્ગલ પરિણામ હોય છે. - નૈરયિક ક્ષેત્ર, પુદ્ગલના શુભપણાના નિમિત્તભૂત સૂર્યકિરણના પ્રકાશરહિત છે. અસુરકુમારના રહેઠાણોના ભાસ્વરપણાથી ત્યાં શુભ પુદ્ગલો હોય.
પૃથ્વીકાયથી તેઈન્દ્રિય સુધી નૈરયિકવત્‌ કહેવા. કેમકે તેમના પ્રકાશ નથી અને અશુભ પુદ્ગલ હોવાથી અંધકાર છે. - X - કેમકે તેઓને ચક્ષુરિન્દ્રિયના અભાવે દૃશ્ય વસ્તુના દર્શનના અભાવે શુભ પુદ્ગલનું કાર્ય ન થતું હોવાથી તે અશુભ પુદ્ગલ કહેવાય માટે અંધકાર છે.
ચઉરિન્દ્રિયને ચક્ષુ હોવાથી સૂર્યકિરણનો સદ્ભાવ હોય ત્યારે દૃશ્ય પદાર્થના જ્ઞાનથી શુભ પુદ્ગલ કહ્યા. સૂર્યકિરણના અભાવે પદાર્થ જ્ઞાનના બોધના અભાવે અશુભ પુદ્ગલો કહ્યા.
[૨૬૬] હવે કાલદ્રવ્ય સૂત્ર-નરકમાં રહેનારને ‘સમય’ છે ઈત્યાદિ જણાય છે? અહીં મનુષ્ય ક્ષેત્રમાં સમયાદિ પરિમાણ છે. કેમ કે સૂર્યની ગતિથી તેની અભિવ્યક્તિ થાય છે. સૂર્યની ગતિ મનુષ્ય ક્ષેત્રમાં જ છે. પણ નારકાદિમાં નથી. આ મનુષ્ય ક્ષેત્રમાં તે સમયાદિનું પ્રમાણ - સૂક્ષ્મ માન છે. તેમાં મુહૂર્ત્ત તો માન છે. તેની અપેક્ષાએ સૂક્ષ્મ હોવાથી ‘લવ’ પ્રમાણ છે. તેની અપેક્ષાએ સ્તોક પ્રમાણ છે એ પ્રમાણે યાવત્‌ ‘સમય’ સુધી જાણવું. તેથી મનુષ્ય સમયત્વાદિ સ્વરૂપ જાણે છે જો કે મનુષ્ય ક્ષેત્ર બહાર સમયાદિ કાળના અભાવે સમયાદિ જ્ઞાન હોતું નથી. વળી કેટલાંક પંચેન્દ્રિય તિર્યંચો, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક જો કે મનુષ્યલોકમાં છે, તો પણ તેઓ થોડાં છે અને કાળના અવ્યવહારી છે, માટે કહ્યું જાણતાં નથી. - કાળના અધિકારથી અહોરાત્ર નિરૂપણ –

Linked texts (1)