Pramāṇa · Search · About · API

Viyahapannatti 402

Viyāhapannatti: ṭīkānusārī vivecana 402

Language
Gujarati

402

વિવેચન :–૨૬૭ થી ૨૭૦
અસંખ્યાત પ્રદેશાત્મક લોકમાં-ચૌદ રાજરૂપ ક્ષેત્રલોકમાં, અનંત પરિમાણવાળા અહોરાત્ર ઉત્પન્ન થયા-થાય છે - થશે? સ્થવિરોના આ અભિપ્રાય છે - અસંખ્યાત લોકમાં અનંત રાત્રિ-દિવસ શી રીતે હોય? કેમકે અલ્પ આધારમાં મોટું આધેય કેમ સંભવે? નિયત પરિમાણવાળાં, પણ અનંત નહીં. અભિપ્રાય એ છે - અનંત અહોરાત્ર, પરિમિત કેમ હોય?
અહીં ઉત્તરમાં ‘હા’નો અભિપ્રાય આ છે - અસંખ્યાતપ્રદેશો છતાં, તેમાં અનંતા જીવો છે, તે રીતે. એક જ આશ્રયમાં હજારો દીવાની પ્રભા સમાઈ શકે છે. એક જ કાળમાં અનંતા જીવો ઉત્પન્ન કે નાશ પામે છે તે સમયાદિ કાળમાં સાધારણ શરીર અવસ્થામાં અનંત જીવો, પ્રત્યેક શરીરાવસ્થામાં પરિત્ત જીવો વર્તે છે. કેમકે તેનો સ્થિતિરૂપ પર્યાયત્વ છે. તેમ કાળ અનંત અને પરિત્ત છે. એમ અસંખ્યેય લોકમાં રાત્રિ-દિવસ અનંત અને પરિત્ત છે, એ ત્રણે કાળમાં યોગ્ય છે. આ પ્રશ્નથી સ્થવિરોને સંમત જિનમત વડે પ્રશ્નપૂર્વક દર્શાવતા સૂત્ર કહે છે.
- X - X - ‘સાસએ’ પ્રતિક્ષણ સ્થાયી, સ્થિર. સ્થિરતા તો ઉત્પત્તિ ક્ષણથી આરંભીને પણ હોય, તેથી અનાદિ કહ્યો, તેને અંત પણ હોય, તેથી અનંત કહ્યો. પ્રદેશથી પરિમિત છે. આ શબ્દ વડે પાર્શ્વજિનને પણ લોકની અસંખ્યેયતા સંમત છે, તે દર્શાવ્યું. તથા અલોકથી પરિવૃત્ત છે. નીચે સાત રાજ વિસ્તૃત, મધ્યે એકરાજ, ‘બ્રહ્મલોક’ દેશે પાંચ રાજ વિસ્તૃત છે. ઉપમાથી - નીચે પલ્યંકાકારે, મધ્યે પાતળો છે માટે ઉત્તમ વજ્ર જેવો, ઉપર ઉભા મૃદંગ જેવો મલ્લક સંપુટાકાર લોક છે.
પરિણામથી અનંત, સૂક્ષ્માદિ સાધારણ શરીર વિવક્ષાથી અથવા જીવ સંતતિના અપર્યવસાનત્વથી અનંત છે. અનંત પર્યાય સમૂહ રૂપત્વથી અને અસંખ્યેય પ્રદેશ પિંડ રૂપત્વથી જીવધન છે. તેથી - X - પ્રત્યેક શરીરી અને અનઅપેક્ષિત અતીતાનાગતથી સંક્ષિપ્ત. - X - અનંત અને પરિત્ત જીવના સંબંધથી કાળ પણ અનંત અને પરિત્ત કહેવાય છે. તેથી વિરોધનો પરિહાર થાય છે. હવે સ્વરૂપથી લોક –
જ્યાં જીવધનો ઉત્પન્ન થઈ, નાશ પામે તે લોક. તે ભવન, ધર્મના સંબંધથી સદ્ભૂત લોક કહેવાય. તે અનુત્પત્તિક પણ કહેવાય. - X - નાશશીલ પણ છે. તે અનન્વય પણ હોય, માટે કહે છે - અનેક બીજા પર્યાયને પ્રાપ્ત, પણ લોકનો સમૂલ નાશ થયો નથી. આવા પ્રકારનો લોક કેમ નિશ્ચિત થાય, તે કહે છે – સત્તાને ધારણ કરતા, નાશ પામતા અને પરિણામને પ્રાપ્ત પુદ્ગલાદિ લોકથી અભિન્ન છે, તેનાથી લોક નિશ્ચિત થાય છે, પ્રકર્ષથી નિશ્ચિત થાય છે. આ ભૂતાદિ ધર્મવાળો છે.
જે પ્રમાણથી વિલોકી શકાય, તે લોક શબ્દથી વાચ્ય છે. એવા લોકના સ્વરૂપને કહેનારા ભગવાન પાર્શ્વના વચનને સંભારીને ભગવાન મહાવીરે પોતાનું વચન સમર્પિત કર્યુ. - X - X -
દેવલોકે ગયા એમ કહ્યું, તેથી દેવલોકનું સૂત્ર કહે છે.

Linked texts (1)