Viyahapannatti 401
Viyāhapannatti: ṭīkānusārī vivecana 401
- Language
- Gujarati
401
‘ભગવતી’ સૂત્ર-૨૬૭ થી ૨૭૦ :– [૫/૯/૨૬૭ થી ૨૭૦]
[૨૬૭] તે કાળે, તે સમયે ભગવાન પાર્શ્વના શિષ્ય, સ્થવિર ભગવંત, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે, આવીને ભગવંત મહાવીરની થોડી નજીક રહીને એમ કહ્યું – ભગવન્! અસંખ્યેય લોકમાં અનંતા રાત્રિ-દિવસ ઉત્પન્ન થયા છે - થાય છે - થશે? નષ્ટ થયા છે - થાય છે - થશે? હા, આર્ય! તેમજ છે. - ભગવન્! એમ કેમ કહ્યું? હે આર્ય! નિશ્ચયથી પુરુષાદાનીય અરહંત પાર્શ્વએ, લોકને શાશ્વત કહ્યો છે. (લોક) અનાદિ, અનંત, પરિત્ત, પરિવૃત્ત, નીચે વિસ્તીર્ણ, મધ્યે સાંકડો, ઉપર વિશાળ, નીચે પલ્યંક આકારે, વચ્ચે ઉત્તમ વજ્રાકારે, ઉપર ઉભા મૃદંગાકારે (કહ્યો છે.) તે શાશ્વત, અનાદિ, અનંત, પરિત્ત, પરિવૃત્તાદિ - X - લોકમાં અનંતા જીવધનો ઉપજી-ઉપજીને નાશ પામે છે. પરિત્ત, નિયત જીવધનો પણ ઉપજી ઉપજીને નાશ પામે છે. તે લોક ભૂત, ઉત્પન્ન, વિગત, પરિણત છે. અજીવો દ્વારા લોકાય છે, પ્રલોકાય છે. તો જે લોકાય તે લોક છે? હા, ભગવન્! તે હેતુથી હે આર્યો! એમ કહેવાય છે કે, અસંખ્યેય લોકમાં તે જ કહેવું.
ત્યારથી લઈને તે ભગવાન પાર્શ્વના શિષ્ય, સ્થવિર ભગવંતો શ્રમણ ભગવંત મહાવીરને ‘સર્વજ્ઞ, સર્વદર્શી’ જાણે છે. પછી તે સ્થવિરો ભગવંતને વાંદી, નમીને એમ કહ્યું – ભગવન્ ! અમે તમારી પાસે ચતુર્યામ ધર્મને બદલે સપ્રતિક્રમણ પંચમહાવ્રતિક ધર્મ સ્વીકારીને વિહરવા ઈચ્છીએ છીએ. – હે દેવાનુપ્રિયો! સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારે તે સ્થવિરો યાવત્ છેલ્લા શ્વાસોચ્છ્વાસે સિદ્ધ થયા યાવત્ સર્વદુઃખથી ક્ષીણ થયા અને કેટલાંક, દેવલોકમાં દેવ થયા.
[૨૬૮] ભગવન્! દેવલોક કેટલા છે? ગૌતમ! ચાર પ્રકારે. ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક ભેદથી. ભવનવાસી ૧૦ ભેદે, વ્યંતર ૮-ભેદે, જ્યોતિષ્ક-૫ ભેદે, વૈમાનિક-૨-ભેદે છે.
[૨૬૯] રાજગૃહ શું છે?, ઉદ્યોત-અંધકાર, સમય, ભગવાન પાર્શ્વના શિષ્યોની રાત્રિ-દિવસના પ્રશ્નો, દેવલોક [આ ઉદ્દેશામાં આ વિષયો છે.]
[૨૭૦] ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit