Viyahapannatti 411
Viyāhapannatti: ṭīkānusārī vivecana 411
- Language
- Gujarati
411
‘ભગવતી’ સૂત્ર-૨૭૪ થી ૨૭૬ :– [૬/૧/૨૭૪ થી ૨૭૬]
[૨૭૪] ભગવન્! કરણ કેટલા પ્રકારે? ગૌતમ! ચાર. આ – મનકરણ, વચનકરણ, કાયકરણ, કર્મકરણ.
ભગવન્! નૈરયિકોને કેટલા કરણ છે? ચાર. મનકરણ આદિ ચાર. સર્વે પંચેન્દ્રિયોને ચાર કરણ છે.
એકેન્દ્રિયોને બે છે – કાયકરણ અને કર્મકરણ. વિકલેન્દ્રિયોને ત્રણ – વચનકરણ, કાયકરણ, કર્મકરણ.
ભગવન્! નૈરયિકો કરણથી અશાતા વેદના વેદે કે અકરણથી વેદે? ગૌતમ! નૈરયિક કરણથી અશાતા વેદના વેદે છે, અકરણથી નહીં. એમ કેમ? ગૌતમ! નૈરયિકોને ચાર ભેદે કરણ કહ્યા – મન, વચન, કાય, કર્મ. આ ચારે અશુભ કરણો હોવાથી નૈરયિકો કરણથી અશાતા વેદના વેદે છે, અકરણથી નહીં - X -
અસુરકુમારો કરણથી કે અકરણથી? ગૌતમ! કરણથી, અકરણથી નહીં. એમ કેમ? ગૌતમ! અસુરકુમારને ચાર ભેદે કરણ છે – મનકરણ યાવત્ કર્મકરણ. આ શુભ કરણથી અસુરકુમારો કરણથી શાતા વેદના વેદે, અકરણથી નહીં. એમ સ્તનિતકુમારો સુધી. ... પૃથ્વીકાયિક વિશે પ્રશ્ન. વિશેષ આ – શુભાશુભ કરણ હોવાથી પૃથ્વીકાયિકો કરણથી વિમાત્રાએ વેદના વેદે છે. અકરણથી નહીં. ઔદારિક શરીરી બધાં શુભાશુભથી વિમાત્રાએ [વેદના વેદે છે.] દેવો શુભ (કરણથી) સાતા (વેદના વેદે છે.)
[૨૭૫] ભગવન્! જીવો (૧) મહાવેદના, મહાનિર્જરાવાળા છે, (૨) મહાવેદના, અલ્પનિર્જરાવાળા છે, (૩) અલ્પવેદના, મહાનિર્જરા વાળા છે, (૪) અલ્પવેદના, અલ્પનિર્જરાવાળા છે? ગૌતમ! કેટલાક જીવો મહાવેદના-મહાનિર્જરાવાળા છે યાવત્ કેટલાક જીવો અલ્પ વેદના-અલ્પનિર્જરાવાળા છે - એમ કેમ?
ગૌતમ! પ્રતિમા પ્રાપ્ત સાધુ મહાવેદના-મહાનિર્જરાવાળા છે. છઠ્ઠી-સાતમી નારકીના નારકો મહાવેદના-અલ્પનિર્જરાવાળા છે. શૈલેશી પ્રાપ્ત સાધુ અલ્પ વેદના-મહાનિર્જરાવાળા છે. અનુત્તરોપપાતિક દેવો અલ્પવેદના-અલ્પનિર્જરા વાળા છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
[૨૭૬] મહાવેદના, કર્દમ અને ખંજનમય વસ્ત્ર, એરણ, તૃણનો પૂળો, લોઢાનો ગોળો, કરણ, મહાવેદનાવાળા જીવો. [આટલું અહીં છે.]
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit