Viyahapannatti 410
Viyāhapannatti: ṭīkānusārī vivecana 410
- Language
- Gujarati
410
વિવેચન :–૨૭૩
મહાવેદના - ઉપસર્ગાદિથી ઉત્પન્ન વિશિષ્ટ પીડા. મહાનિર્જરા - વિશિષ્ટ કર્મક્ષય. એ બંનેનું અન્યોન્ય અવિનાભૂતત્વ પ્રગટ કરવા માટે. તે સંબંધી પ્રશ્ન છે. તથા મહાવેદના-અલ્પવેદનાવાળાની મધ્યે જે પ્રશસ્ત નિર્જરાવાળો છે, તે ઉત્તમ કહેવાય? એ બીજો પ્રશ્ન. - X - X - અહીં પહેલા પ્રશ્નના ઉત્તરમાં મહાઉપસર્ગ કાળે ભગવંત મહાવીર એ દૃષ્ટાંતરૂપ છે. બીજામાં પણ તે જ ઉપસર્ગાનુપસર્ગ અવસ્થામાં છે.
જે મહાવેદનાવાળો, તે મહાનિર્જરાવાળો એમ કહ્યું, તેમાં શંકા કરતા કહે છે – જેની ધોવાની પ્રક્રિયા દુષ્કર હોય, જેના ડાઘા મહા કષ્ટે નીકળે, જેને ચળકતું આદિ કરવા ઘણો પ્રયાસ કરવો પડે, આ ત્રણ વિશેષણથી ‘દુર્વિશોધ્ય’ કહ્યું. - - આત્મપ્રદેશ સાથે ગાઢબદ્ધ, ગાઢ બાંધેલ સોયના સમૂહની જેમ. જેમ ચીકાશને લીધે માટીનો પિંડ દુર્ભેદ્ય થાય, તેમ સૂક્ષ્મ કર્મસ્કંધોના રસની સાથે પરસ્પર ગાઢ સંબંધ કરવાથી કર્મો દુર્ભેદ્ય થયા છે તે, આગમાં તપાવેલ લોઢાની સળીઓ જેમ પરસ્પર ચોંટી જાય તેમ એકમેક થયેલ કર્મ, અનુભવ્યા સિવાય ખપાવી ન શકાય તેવા. એ રીતે દુર્વિશોધ્ય કર્મ. - X - તે સંપ્રગાઢ વેદનાને અનુભવે છે, પણ મહાપર્યવસાનવાળા થતાં નથી. આ કથન વડે મહાનિર્જરા અભાવે નિર્વાણ અભાવરૂપ ફળ કહ્યું.
એ રીતે જે મહાવેદના વાળો તે મહાનિર્જરાવાળો એ કોઈ વિશિષ્ટ જીવની અપેક્ષાએ જાણવું. નારકાદિ ક્લિષ્ટ કર્મ જીવ અપેક્ષાએ નહીં. જે ‘મહાનિર્જરાવાળો તે મહાવેદનાવાળો’ એ પણ પ્રાયિક છે. કેમકે અયોગિ કેવલી મહાનિર્જરાવાળા હોય, મહાવેદના ભજનાએ હોય.
લુહાર જેના પર લોઢું ટીપે, તે એરણને અધિકરણી કહે છે આઉડેમાણે - આકુટ્ટન કરતો, સદ્દ - લોઢાનો ઘણ મારવાથી થતો ધ્વનિ, ઘોસ - અનુનાદ, પરંપરાઘાઅ - ઉપરાઉપરી ઘાત, અહાબાયર - સ્થૂલ પ્રકારના પુદ્ગલો. - X - X - નૈરયિકોના કર્મોનો નાશ મહામુશ્કેલીથી થાય.
સુધોયતરાએ - આના દ્વારા સુવિશોધ્ય થાય તેમ કહ્યું. અહાબાયર - સ્થૂલતર સ્કંધરૂપ, અસાર પુદ્ગલો. સિઢિલીકય - મંદવિપાકી કરવા, નિટ્ઠિકય - સત્તારહિત કર્યા છે, વિપરિણામિઅ - સ્થિતિ, રસ ઘાતથી કર્મોને વિપરિણામી કર્યા છે. તે કર્મો જલ્દી નાશ પામે. એમ સુવિશોધ્ય થાય. વેદના કહી, તે કરણથી થાય, માટે કરણસૂત્ર
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit