Viyahapannatti 417
Viyāhapannatti: ṭīkānusārī vivecana 417
- Language
- Gujarati
417
‘ભગવતી’ સૂત્ર-૨૮૦ :– [૬/૩/૨૮૦]
ભગવન્! મહાકર્મ-મહાક્રિયા-મહાશ્રવ-મહાવેદનાથી યુક્તને સર્વથી પુદ્ગલોનો-બંધ, ચય, ઉપચય થાય? સદા સમિત પુદ્ગલોનો બંધ-ચય-ઉપચય થાય? તેનો આત્મા, હંમેશા દુરૂપ-દુર્વર્ણ-દુર્ગંધ-દુરસ-દુસ્પર્શપણે, અનિષ્ટપણે, અકાંતપણે, અમનોજ્ઞપણે, અમનામપણે, અનીપ્સિતપણે, અભિધ્યિતપણે, અધોપણે પણ ઉર્ધ્વપણે નહીં, દુઃખપણે પણ સુખપણે નહીં વારંવાર પરિણમે?
હા, ગૌતમ! તેમજ છે. એમ કેમ? હે ગૌતમ! જેમ કોઈ અહત, ધૌત, તંતુગત વસ્ત્ર અનુક્રમે વાપરતા બધાં પુદ્ગલો બંધાય-ચય થાય યાવત્ પરિણમે, તે હેતુથી ઉપર મુજબ કહ્યું છે.
ભગવન્! અલ્પાશ્રવ-અલ્પકર્મ-અલ્પક્રિય-અલ્પ વેદનાવાળાને બધાં પુદ્ગલો ભેદાય-છેદાય-વિધ્વંસ-પરિવિધ્વંસ પામે? હંમેશા નિરંતર પુદ્ગલો ભેદાય-છેદાય-વિધ્વંસ-પરિવિધ્વંસ પામે? તેનો આત્મા સદા સમિત સુરૂપપણે, પ્રશસ્ત જાણવું યાવત્ સુખપણે પણ દુઃખપણે નહીં, વારંવાર પરિણમે? હા, ગૌતમ! પરિણમે. એમ કેમ? ગૌતમ! જેમ કોઈ વસ્ત્ર જલ્લિત, પંકિત, મઈલિત, રઈલિત હોય, અનુક્રમે પરિકર્મ કરતા, શુદ્ધ પાણીથી ધોતા તેના બધાં પુદ્ગલો ભેદાય યાવત્ પરિણામ પામે, તે હેતુથી પૂર્વવત્ કહ્યું છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit