Pramāṇa · Search · About · API

Viyahapannatti 418

Viyāhapannatti: ṭīkānusārī vivecana 418

Language
Gujarati

418

વિવેચન :–૨૮૦
સ્થિતિ અપેક્ષાએ મહાકર્મ, અલઘુકાયિકી આદિ ક્રિયા, કર્મબંધના મોટા હેતુરૂપ મિથ્યાત્વાદિ, મહાપીડાવાળાને બધી દિશાથી અથવા જીવપ્રદેશને આશ્રીને બંધાય છે, બંધનથી ચય પામે છે અને નિષેક રચનાથી ઉપચય થાય છે અથવા બંધનથી બંધાય છે, નિધત્તથી ચય થાય છે. નિકાચનાથી ઉપચય થાય છે. સદા - સર્વદા, વ્યવહારમાં અસાતત્યથી પણ થાય, તેથી કહે છે – સન્તત, નિરંતર, જેને પુદ્ગલો બંધાય છે, તે જીવનો બાહ્યાત્મા અનિષ્ટ-અસુંદર-અપ્રિય-અશુભ-અમનોજ્ઞ અને અમનામ-મનથી પણ રુચે નહીં, તે પરિણમે છે. અવાંછિતપણે, પામવાની અભિવાંછાથી રહિતપણે, જે પામવાનો લોભ પણ ન થાય તે રૂપે, જઘન્યપણે પણ ઉર્ધ્વપણે નહીં, ન વાપરેલને, વાપરીને ધોયેલ, યંત્રથી તાજુ જ ઉતારેલ. અહીં ત્રણ પદથી પુદ્ગલોના ઉત્તરોત્તર સંબંધની અધિકતા કહી છે. - - પહેલા સંબંધને ત્યજવાથી, તેથી નીચે પડવાથી, બધાં પુદ્ગલોના પડવાથી. મેલયુક્ત, ભીના મેલથી યુક્ત, કઠણ મેલથી યુક્ત, રજસહિત, જેને સાફ કરવાનું આરંભેલ છે તેવું વસ્ત્ર જેમ ચોક્ખુ થાય, તેમ અલ્પ ક્રિયાદિ યુક્ત આત્મા ચોક્ખો થાય છે.

Linked texts (1)