Pramāṇa · Search · About · API

Viyahapannatti 430

Viyāhapannatti: ṭīkānusārī vivecana 430

Language
Gujarati

430

‘ભગવતી’ સૂત્ર-૨૮૬, ૨૮૭ :– [૬/૪/૨૮૬, ૨૮૭]
[૨૮૬] ભગવન્‌! જીવ કાલાદેશથી સપ્રદેશ કે અપ્રદેશ? ગૌતમ! નિયમા સપ્રદેશ. - - ભગવન્‌! નૈરયિક, કાલાદેશથી સપ્રદેશ કે અપ્રદેશ? ગૌતમ! કદાચ સપ્રદેશ, કદાચ અપ્રદેશ. એ રીતે સિદ્ધ પર્યન્ત.
ભગવન્‌! જીવો? - X - ગૌતમ! નિયમા સપ્રદેશ. ભગવન્‌! નૈરયિકો - X -? ગૌતમ! (૧) બધાં પણ સપ્રદેશ હોય. (૨) ઘણાં સપ્રદેશ, એક અપ્રદેશ. (૩) ઘણાં સપ્રદેશ, ઘણાં અપ્રદેશ. એમ સ્તનિતકુમાર સુધી જાણવું. - - પૃથ્વીકાયિકો - X -? ગૌતમ! સપ્રદેશ પણ હોય, અપ્રદેશ પણ હોય. એ રીતે વનસ્પતિકાયિક સુધી. બાકીના નૈરયિકો માફક જાણવા યાવત્‌ સિદ્ધ સુધી કહેવું.
જીવ અને એકેન્દ્રિયો સિવાય આહારકો માટે ત્રણ ભંગ. જીવ, એકેન્દ્રિયો સિવાય અનાહારક માટે છ ભંગ કહેવા – (૧) સપ્રદેશ, (૨) અપ્રદેશ, (૩) કોઈ સપ્રદેશ, કોઈ અપ્રદેશ, (૪) કોઈ સપ્રદેશ, ઘણાં અપ્રદેશ, (૫) ઘણાં સપ્રદેશ, કોઈ અપ્રદેશ, (૬) ઘણાં સપ્રદેશ, ઘણાં અપ્રદેશ.
સિદ્ધોને ત્રણ ભંગ. ભવસિદ્ધિક, અભવસિદ્ધિક સામાન્ય જીવો જેવા જાણવા. નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક. સિદ્ધોમાં ત્રણ ભંગ. સંજ્ઞીમાં જીવાદિ ત્રણ ભંગ, અસંજ્ઞીમાં એકેન્દ્રિય વર્જીને ત્રણ ભંગ. નૈરયિક, દેવ, મનુષ્યમાં છ ભંગ. નોસંજ્ઞી નોઅસંજ્ઞી જીવ, મનુષ્ય અને સિદ્ધોમાં ૩ ભંગ. લેશ્યાવાળા સામાન્ય જીવ માફક.
આહારક જીવો માફક કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યાવાળા જાણવા. વિશેષ એ કે જેને જે લેશ્યા હોય તે કહેવી. તેજોલેશ્યામાં જીવાદિ ત્રણ ભંગ, વિશેષ એ કે પૃથ્વી-અપ્‌-વનસ્પતિકાયિકમાં છ ભંગ છે. પદ્મ-શુક્લ લેશ્યામાં જીવાદિઔઘિક ત્રણ ભંગ. અલેસી-જીવ, સિદ્ધોમાં ત્રણ ભંગ. મનુષ્યોમાં છ ભંગ. સમ્યગ્‌દૃષ્ટિમાં જીવાદિ ત્રણ ભંગ. વિકલેન્દ્રિયોમાં છ ભંગ. મિથ્યાદૃષ્ટિમાં એકેન્દ્રિય વર્જીને ત્રણ ભંગ. સમ્યગ્‌મિથ્યાદૃષ્ટિમાં છ ભંગ. સંયતોમાં જીવાદિક ત્રણ ભંગ. અસંયતમાં એકેન્દ્રિય વર્જીને ત્રણ ભંગ. સંયતા સંયતમાં જીવાદિક ત્રણ ભંગ. નોસંયત નોઅસંયત નોસંયતાસંયત-જીવ, સિદ્ધોમાં ત્રણ ભંગ. સકષાયોમાં જીવાદિ ત્રણ ભંગ. એકેન્દ્રિયોમાં અભંગક.
ક્રોધકષાયીમાં જીવ, એકેન્દ્રિય વર્જીને ત્રણ ભંગ. દેવોમાં છ ભંગ. માન, માયાકષાયીમાં જીવ, એકેન્દ્રિયને વર્જીને ત્રણ ભંગ. નૈરયિક, દેવોમાં છ ભંગ. લોભકષાયીમાં જીવ, એકેન્દ્રિય વર્જીને ત્રણ ભંગ. નૈરયિકોમાં છ ભંગ. અકષાયીમાં જીવ, મનુષ્ય, સિદ્ધોમાં ત્રણ ભંગ. ઔઘિકજ્ઞાનમાં, મતિ-શ્રુતજ્ઞાનમાં જીવાદિક ત્રણ ભંગ. વિકલે-ન્દ્રિયમાં છ ભંગ. અવધિ-મનઃપર્યવ-કેવલજ્ઞાનમાં જીવાદિ ત્રણ ભંગ. ઔઘિક અજ્ઞાન, મતિ-શ્રુતઅજ્ઞાનમાં એકેન્દ્રિય વર્જીને ત્રણ ભંગ, વિભંગ જ્ઞાનમાં જીવાદિક ત્રણ ભંગ. સયોગીને ઔઘિકવત્‌ જાણવા. મન-વચન-કાય યોગીમાં જીવાદિ ત્રણ ભંગ, વિશેષ એ કે એકેન્દ્રિયો કાયયોગી છે, તે અભંગક છે. અયોગી, અલેસીવત્‌.
સાકાર-અનાકાર ઉપયોગવાળામાં જીવ, એકેન્દ્રિય વર્જીને ત્રણ ભંગ. સવેદકને સકષાયીવત્‌ જાણવા. સ્ત્રી-પુરુષ-નપુંસક વેદકોમાં જીવાદિ ત્રણ ભંગ, વિશેષ એ કે નપુંસકવેદમાં એકેન્દ્રિયો અભંગક છે. અવેદકને અકષાયીવત્‌ જાણવા. સશરીરીને ઔઘિકવત્‌ જાણવા. ઔદારિક, વૈક્રિયશરીરીમાં જીવ, એકેન્દ્રિય વર્જીને ૩ ભંગ. આહારકશરીરીમાં જીવ, મનુષ્યમાં છ ભંગ. તૈજસ્‌, કાર્મણ શરીરી ઔઘિકવત્‌. અશરીરી-જીવ, સિદ્ધના ૩ ભંગ.
આહાર-શરીર-ઈન્દ્રિય-આનપ્રાણ પર્યાપ્તિમાં જીવ, એકેન્દ્રિય વર્જીને ત્રણ ભંગ. ભાષા-મનઃપર્યાપ્તિને સંજ્ઞીવત્‌ જાણવા. આહારક પર્યાપ્તિરહિતને અનાહારકવત્‌ જાણવા. શરીર-ઈન્દ્રિય-આનપ્રાણ પર્યાપ્તિમાં જીવ, એકેન્દ્રિય વર્જીને ત્રણ ભંગ. નૈરયિક, દેવ, મનુષ્યોમાં છ ભંગ. ભાષા-મન અપર્યાપ્તિમાં જીવાદિક ત્રણ ભંગ. નૈરયિક, દેવ, મનુષ્યોમાં છ ભાંગા જાણવા.
[૨૮૭] સપ્રદેશો, આહારક, ભવ્ય, સંજ્ઞી, લેશ્યા, દૃષ્ટિ, સંયત, કષાય, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર, પર્યાપ્તિ.

Linked texts (1)