Viyahapannatti 431
Viyāhapannatti: ṭīkānusārī vivecana 431
- Language
- Gujarati
431
વિવેચન :–૨૮૬, ૨૮૭
કાલાદેસેણં - કાળને આશ્રીને. સપએસ - સવિભાગ. અનાદિપણાથી જીવની અનંત સમય સ્થિતિથી સપ્રદેશતા છે. એક સમય સ્થિતિક તે અપ્રદેશ. દ્વયાદિ સ્થિતિક તે સપ્રદેશ. - X - પ્રથમ સમયોત્પન્ન નારક, તે અપ્રદેશ. દ્વયાદિ સમયોત્પન્ન તે સપ્રદેશ. તેથી કોઈ સપ્રદેશ, કોઈ અપ્રદેશ કહ્યું. એ રીતે જીવથી સિદ્ધ સુધી ૨૬ દંડકમાં કાળથી સપ્રદેશત્વાદિ વિચાર્યુ. હવે તેનો બહુત્વ વિચાર –
ઉપપાત, વિરહકાળે પૂર્વોત્પન્ન જીવો અસંખ્યાત હોવાથી બધાં સપ્રદેશ હોય. પૂર્વોત્પન્ન મધ્યે એક પણ બીજો નારક ઉપજે તો તે પ્રથમ સમયોત્પન્નત્વથી અપ્રદેશ છે. બાકીના દ્વયાદિ સમયોત્પન્નત્વથી સપ્રદેશ કહેવાય. જ્યારે ઘણાં જીવો ઉત્પદ્યમાન હોય તો સપ્રદેશા અને અપ્રદેશા.
પૂર્વોત્પન્ન અને ઉત્પદ્યમાન એકેન્દ્રિયો ઘણાં હોવાથી સપ્રદેશા પણ, અપ્રદેશા પણ કહ્યું. જેમ ત્રણ અભિલાપથી નારકો કહ્યા, તેમ બાકીના બેઈન્દ્રિયાદિથી સિદ્ધ સુધીના જાણવા. કેમકે તે બધાને વિરહના સદ્ભાવથી એકાદિની ઉત્પત્તિ છે. એ પ્રમાણે આહારક, અનાહારક શબ્દથી વિશેષિત જીવોના એકવચન અને બહુવચનથી એમ બે દંડકો કહેવા. - X - X - તેમાં વિગ્રહ કે કેવલિ સમુદ્ઘાતમાં અનાહારક થઈ ફરી આહારક બને ત્યારે પહેલા સમયે અપ્રદેશાદિ છે. એ પ્રમાણે બધાં આદિભાવમાં એકત્વ, અનાદિમાં સપ્રદેશ છે.
- X - X - આહારકત્વમાં રહેલા ઘણાં જીવોથી સપ્રદેશત્વ, વિગ્રહગતિ પછી પ્રથમ સમય આહારકત્વથી તેમનું અપ્રદેશત્વ છે. માટે બંને કહ્યા. એ રીતે પૃથ્વી આદિ કહેવા. નારકાદિ ત્રણ વિકલ્પથી કહેવા - X - X - જીવ અને એકેન્દ્રિય વર્જીને ત્રણ ભંગો કહેવા. અનાહારકત્વથી સિદ્ધ પદ ન કહેવું. અનાહારકના બે દંડકને એ રીતે અનુસરવા. તેમાં વિગ્રહ-ગતિ પ્રાપ્ત, સમુદ્ઘાત કેવલી, અયોગી, સિદ્ધ બધાં અનાહારક છે. તે બધાં પ્રથમ સમયે અપ્રદેશ અને દ્વિતીયાદિ સમયે સપ્રદેશ કહેવાય.
બહુપણાના દંડકમાં વિશેષ કહે છે – જીવ પદમાં, એકેન્દ્રિય પદમાં કેટલાંક સપ્રદેશ, કેટલાક અપ્રદેશ એવો એક ભંગ થશે. કેમકે તે બંનેમાં વિગ્રહગતિ પ્રાપ્ત સપ્રદેશ અને અપ્રદેશ જીવો લાભે છે. નૈરયિક અને બેઈન્દ્રિયાદિનો ઉત્પાદ થોડો છે. તેમાં એક, બે આદિ અનાહારકો હોવાથી છ ભંગો છે. તેમાં બે ભાંગા બહુવચનાંત અને ચાર એકવચન-બહુવચન સંયોગથી છે. કેમકે અહીં બહુપણાનો અધિકાર છે. માટે એકવચન નથી.
સિદ્ધમાં ત્રણ ભંગ છે, સપ્રદેશપદ બહુવચનવાળુ જ હોય. - X - ભવ્ય, અભવ્ય નિયમથી સપ્રદેશ, નારકાદિ સપ્રદેશ કે અપ્રદેશ, ઘણાં જીવો સપ્રદેશ જ હોય, નારકાદિ ત્રણ ભંગવાળા છે. એકેન્દ્રિયો સપ્રદેશ, અપ્રદેશ હોય તે એક ભંગ. સિદ્ધોને ભવ્યાભવ્ય વિશેષણ ન હોય. માટે તે ન કહ્યું. ‘ન ભવ્ય ન અભવ્ય’ વિશેષણવાળાના બે દંડક છે - X - માત્ર તેમાં જીવપદ, સિદ્ધપદ જ કહેવા. નારકાદિ પદોને નોભવ્ય નોઅભવ્ય વિશેષણ નથી. પૃથક્ત્વ દંડકમાં પૂર્વોક્ત ત્રણ ભંગ લેવા.
સંજ્ઞીઓમાં જે બે દંડક છે, તેમાં બીજા દંડકમાં જીવાદિપદોમાં ત્રણ ભંગ છે. તેમાં સંજ્ઞી જીવો કાળથી સપ્રદેશ છે. પણ ઉત્પાદ વિરહ પછી એક જીવની ઉત્પત્તિમાં પ્રથમપણામાં સપ્રદેશો, અપ્રદેશ થાય. ઘણાંની ઉત્પત્તિની પ્રથમતામાં સપ્રદેશો, અપ્રદેશો થાય. એ રીતે ત્રણ ભંગ છે. એ પ્રમાણે બધાં પદોમાં જાણવું. માત્ર તેમાં એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને સિદ્ધ પદો ન કહેવા. કેમકે તેમાં સંજ્ઞી વિશેષણનો અભાવ છે. અસંજ્ઞીમાં બીજા દંડકમાં પૃથ્વી આદિ પદો છોડીને ત્રણ ભંગ કહેવા. પૃથ્વી આદિ પદોમાં સપ્રદેશા-અપ્રદેશા એ એક જ ભંગ કહેવો, કેમકે તેમાં ઘણાં જીવોની ઉત્પત્તિ સંભવે છે, તેથી અપ્રદેશત્વનું બહુત્વ છે નૈરયિકોથી વ્યંતર સુધી સંજ્ઞીનું પણ અસંજ્ઞીત્વ જાણવું. કેમકે તેમાં અનેક અસંજ્ઞીજીવો મરણ પામીને ઉત્પન્ન થાય છે - X - X - જ્યોતિષ્ક, વૈમાનિકો, સિદ્ધો ન કહેવા, કેમકે તેમાં અસંજ્ઞીત્વ ન સંભવે. ‘નોસંજ્ઞી નોઅસંજ્ઞી’ના બીજા દંડકમાં જીવ, મનુષ્ય, સિદ્ધ પદમાં ઉક્તરૂપ ત્રણ ભાંગા છે. કેમકે તેમાં ઘણાં અવસ્થિતો લાભે છે અને ઉત્પદ્યમાન એકાદિનો સંભવ છે. નૈરયિકાદિને નોસંજ્ઞી નોઅસંજ્ઞી વિશેષણ ન ઘટે. - સલેશ્યના બે દંડકમાં ઔઘિક દંડકવત્ જીવ, નારકાદિ કહેવા. કેમકે જીવત્વ માફક સલેશ્યપણું પણ અનાદિ છે. - X - માત્ર તેમાં સિદ્ધ પદ ન કહેવું. કેમકે સિદ્ધો અલેશ્ય છે.
કૃષ્ણાદિ ત્રણ લેશ્યાવાળા જીવો અને નૈરયિકોના પ્રત્યેકના બે દંડક આહારક જીવાદિ માફક ઉપયોગપૂર્વક કહેવા. માત્ર જે જીવ, નારક આદિને એ લેશ્યા હોય તે કહેવી. આ લેશ્યા જ્યોતિષ્ક, વૈમાનિકને ન હોય. - X - તેજોલેશ્યાના બીજા દંડકમાં જીવાદિપદોમાં તે જ ત્રણ ભંગો છે. પૃથ્વી, અપ્, વનસ્પતિમાં છ ભંગો કહેવા. કેમકે આમાં તેજોલેશ્યા એકાદિ દેવો પૂર્વોત્પન્ન અને ઉત્પદ્યમાન હોય, તેઓ લાભે છે, તેથી સપ્રદેશ અને અપ્રદેશનું એકત્વ-બહુત્વ સંભવે છે. અહીં નારક, તેઉ, વાયુ, વિકલેન્દ્રિય, સિદ્ધ પદો ન કહેવા, તેમને તેજોલેશ્યાનો અભાવ છે. પદ્મ-શુક્લ લેશ્યાના બીજા દંડકમાં જીવાદિ પદોમાં તે જ ત્રણ ભંગો કહેવા. અહીં પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વૈમાનિક પદો જ કહેવા. કેમકે બીજાને તે લેશ્યા ન હોય. અલેશ્યમાં જીવ, મનુષ્ય, સિદ્ધો જ કહેવા, બીજાને તેનો સંભવ નથી. તેમાં જીવ અને સિદ્ધના ત્રણ ભંગ, મનુષ્યોના છ ભંગો છે. - X - X -
સમ્યગ્ દૃષ્ટિના બે દંડકમાં સમ્યગ્દર્શન પ્રાપ્તિના પ્રથમ સમયે અપ્રદેશત્વ, દ્વિતીયાદિમાં સપ્રદેશત્વ. તેમાં બીજા દંડકમાં જીવાદિ પદોમાં ત્રણ ભંગ. વિકલેન્દ્રિયમાં છ ભંગ જાણવા. કેમકે તેઓમાં પૂર્વોત્પન્ન અને ઉત્પદ્યમાન એકાદિ સાસ્વાદન સમ્યગ્દૃષ્ટિ લાભે છે, તેથી સપ્રદેશત્વ-અપ્રદેશત્વમાં એકત્વ-બહુત્વ સંભવે છે. અહીં એકેન્દ્રિયપદ ન કહેવા, કેમકે તેઓમાં સમ્યગ્દર્શનનો અભાવ છે.
મિથ્યાદૃષ્ટિના બીજા દંડકમાં જીવાદિ પદમાં ત્રણ ભંગ છે. કેમકે મિથ્યાત્વ પ્રતિપન્ન ઘણા છે, સમ્યક્ત્વભ્રંશે એકાદિનો સંભવ છે. એકેન્દ્રિયોમાં સપ્રદેશો-અપ્રદેશો એક જ ભંગ છે. - X - અહીં સિદ્ધો ન કહેવા કેમકે તેઓમાં મિથ્યાત્વનો અભાવ છે - - સમ્યગ્મિથ્યાદૃષ્ટિપણાને પામેલા અને પામતા એકાદિ જીવો પણ હોય માટે તેમાં છ ભંગો છે. અહીં એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સિદ્ધ પદોને ન કહેવા, તેમને ન સંભવે.
‘સંયત’ જીવ પદોમાં ત્રણ ભંગ, કેમકે સંયમને પામેલાં ઘણાં અને પામતો એકાદિ જીવ હોય. આ જીવપદ, મનુષ્યપદમાં જ કહેવું. બીજે સંયતત્વનો અભાવ છે. ‘અસંયત’પણું પામેલા ઘણાં, સંયતત્વ થકી પડેલ એકાદ જીવ હોય તેથી ત્રણ ભંગ. એકેન્દ્રિયને એક જ ભંગ. સિદ્ધ પદનો અહીં અસંભવ છે. -સંયતાસંયતના બહુત્વ દંડકમાં દેશવિરતિને પામેલા ઘણાં અને પામતા એકાદિ જીવ હોય માટે ત્રણ ભંગ સંભવે છે. અહીં જીવ, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્યપદ જ કહેવા. બીજાને તેનો સંભવ નથી. નોસંયત નોઅસંયતમાં જીવ, સિદ્ધ કહેવા.
સકષાયી સદા અવસ્થિત હોવાથી સપ્રદેશા એ એક ભંગ. ઉપશમ શ્રેણીથી પડતા હોવાથી સકષાયત્વને એકાદિ જીવ પામે છે માટે સપ્રદેશો અને અપ્રદેશ, તથા સપ્રદેશો-અપ્રદેશો એ બે ભંગ બીજા કહેવા. નૈરયિકાદિમાં ત્રણ ભાંગા પ્રતીત જ છે. એકેન્દ્રિયોને અભંગક કહ્યા, કેમકે ઘણાં ભંગનો અભાવ તે અભંગક અર્થ છે, અહીં સપ્રદેશ-અપ્રદેશ એક જ ભંગ છે. - X - સિદ્ધો અકષાયી હોવાથી અહીં ન કહેવા.
ક્રોધ કષાયીના બીજા દંડકમાં જીવપદ અને પૃથ્વી આદિ પદોમાં સપ્રદેશો અને અપ્રદેશો એ એક ભંગ. બાકીનાને ત્રણ ભંગ છે. સકષાયીની જેમ ક્રોધકષાયી જીવ પદમાં ત્રણ ભંગ કેમ ન કહ્યા? અહીં માન-માયા-લોભથી નિવૃત્ત, પણ ક્રોધને પામેલ ઘણાં જીવો હોય છે. કેમકે પ્રત્યેકે ક્રોધકષાયીની રાશિ અનંત છે. - X - દેવ પદોમાં તેરે દંડકમાં છ ભંગો કહેવા, તેઓમાં ક્રોધોદયીનું અલ્પત્વ હોવાથી એકત્વ, બહુત્વથી સપ્રદેશત્વ, અપ્રદેશત્વનો સંભવ છે. માન, માયા કષાયીને બીજા દંડકમાં - નૈરયિક અને દેવોમાં માન અને માયાના ઉદયવાળા થોડા જ હોય છે, પૂર્વોક્ત ન્યાયથી તેમાં છ ભંગ થાય. લોભકષાયીની ભાવના ક્રોધ સૂત્રવત્ કરવી. લોભોદયવાળા નૈરયિક અલ્પ હોવાથી છ ભંગો. - X - દેવો લોભ પ્રચુર છે. અકષાયીના બીજા દંડકમાં જીવ, મનુષ્ય, સિદ્ધ પદોમાં ત્રણ ભંગો છે, બીજાનો સંભવ નથી.
મત્યાદિના ભેદથી અવિશેષિત તે ઔઘિકજ્ઞાન. તેમાં તથા મતિ-શ્રુત જ્ઞાનમાં બહુત્વ દંડકમાં, જીવાદિ પદોમાં ત્રણ ભંગ. તેમાં ઔઘિક જ્ઞાની, મતિ-શ્રુતજ્ઞાનીઓ સદા અવસ્થિતત્વથી સપ્રદેશા હોય, તેથી ‘સપ્રદેશ’ એક ભંગ. મિથ્યાજ્ઞાનથી નિવર્તી, માત્ર મત્યાદિજ્ઞાન પામતા તથા મતિ, શ્રુત અજ્ઞાનથી નિવર્તતા અને મતિ-શ્રુતને પામતા એકાદિ જીવો હોય, તેથી સપ્રદેશો અને અપ્રદેશ તથા સપ્રદેશો, અપ્રદેશો એ બે, એમ ત્રણ ભંગ. વિકલેન્દ્રિયમાં સાસ્વાદન સમ્યક્ત્વથી મતિજ્ઞાનવાળા એકાદિ જીવ સંભવે માટે છ ભંગ. અહીં યથાયોગ પૃથ્વી આદિ જીવો અને સિદ્ધો ન કહેવા, કેમકે તેઓનો અસંભવ છે એ પ્રમાણે અવધિ આદિમાં ત્રણ ભંગ, તેમાં એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને સિદ્ધો ન કહેવા. મનઃપર્યાયમાં જીવો અને મનુષ્યો કહેવા. કેવલ દંડકમાં જીવ, સિદ્ધ, મનુષ્યો કહેવા. - X - સામાન્ય અજ્ઞાનમાં, મતિશ્રુત અજ્ઞાનમાં જીવાદિમાં ત્રણ ભંગ. તેઓ સદા અવસ્થિત હોવાથી ‘સપ્રદેશો’ એક ભંગ. જ્ઞાનને મૂકીને મતિ અજ્ઞાનાદિપણે પરિણમે છે. ત્યારે એકાદિના સંભવથી સપ્રદેશો અને અપ્રદેશ આદિ બીજા બે ભંગ. પૃથ્વી આદિમાં એક જ ભંગ. અહીં ત્રણે અજ્ઞાનમાં સિદ્ધો ન કહેવા. વિભંગમાં જીવાદિમાં ત્રણ ભંગ. અહીં એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સિદ્ધો ન લેવા.
ઔઘિક જીવાદિ માફક જીવાદિ બે દંડકમાં સયોગી કહેવા. સયોગી નિયમા સપ્રદેશ. નારકાદિ સપ્રદેશ કે અપ્રદેશ. ઘણાં જીવો સપ્રદેશ છે. નારકાદિ ત્રણ ભંગવાળા છે. એકેન્દ્રિયો ત્રીજા ભાંગાવાળા છે અહીં સિદ્ધ પદ ન કહેવું. મનોયોગી - સંજ્ઞી, વાગ્યોગી - એકેન્દ્રિય સિવાય, કાયયોગી - બધાં એકેન્દ્રિયાદિ. એ જીવાદિમાં ત્રણ ભંગ. - X - વિશેષ એ કે કાયયોગી-એકેન્દ્રિયોમાં સપ્રદેશો-અપ્રદેશો એક જ ભંગ. આ ત્રણે યોગના દંડકમાં જીવાદિ યથાસંભવ કહેવા, સિદ્ધો ન કહેવા. અયોગીની વક્તવ્યતા અલેશ્ય માફક જાણવી. બીજા દંડકમાં અયોગીમાં જીવ અને સિદ્ધ પદમાં ત્રણ ભંગ. મનુષ્યોમાં છ ભંગ.
સાકાર, અનાકાર ઉપયોગવાળા નૈરયિકાદિમાં ત્રણ ભંગ. જીવ, પૃથ્વી પદમાં એક જ ભંગ, - X - સિદ્ધોને એક સમયોપયોગિપણું છે તો પણ બંને ઉપયોગની પ્રાપ્તિ અસકૃત્ અને સકૃત્ હોવાથી સપ્રદેશ અને અપ્રદેશત્વ જાણવું. - X - તેઓને સકૃત, અસકૃતથી ત્રણ ભંગ થાય.
અનાકારોપયોગમાં પણ સકૃત્, અસકૃત્ અને ઉભય પ્રાપ્તિને આશ્રીને ત્રણ ભંગ. -સકષાયીની જેમ સવેદક જાણવા. કેમકે વેદ વાળાઓને પણ જીવાદિ પદમાં ત્રણ ભંગ, એકેન્દ્રિયોમાં એક ભંગ થાય છે વેદ પામેલાને તથા શ્રેણિ ભ્રંશ બાદ વેદને પામતા એકાદિ જીવ અપેક્ષી ૩ ભંગ જાણવા.-X-નપુંસક વેદમાં બંને દંડકમાં એકેન્દ્રિયોમાં એક જ ભંગ જાણવો. સ્ત્રી, પુરુષ દંડકમાં દેવ, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો જ કહેવા, નપુંસકમાં દેવોને વર્જવા.
અવેદકને અકષાયીવત્ જાણવા. જીવ, મનુષ્ય, સિદ્ધમાં ત્રણ ભંગ કહેવા. ઔઘિક માફક સશરીરી કહેવા, જીવ પ્રદેશમાં સપ્રદેશત્વ જ કહેવું. નૈરયિકાદિમાં ત્રણ ભંગ કહેવા. ઔદારિકાદિ શરીરીમાં જીવપદ, એકેન્દ્રિયપદમાં બહુત્વમાં ત્રીજો ભંગ થાય છે -X-X-બાકીનાના ત્રણ ભંગ થાય કેમકે તેમાં પ્રતિપન્નો ઘણાં મળે છે. તથા ઔદારિક અને વૈક્રિયને છોડીને ઔદારિક, વૈક્રિયને પામતા એકાદિ જીવો મળે છે. ઔદીરકમાં નૈરયિકો અને દેવો ન કહેવા. વૈક્રિયમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વનસ્પતિ અને વિકલેન્દ્રિયો ન કહેવા. એકેન્દ્રિયમાં ત્રીજો ભંગ વાયુની વૈક્રિય ક્રિયાથી કહ્યો છે. પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો વૈક્રિયલબ્ધિવાળા થોડા છે, તો પણ તેઓમાં ત્રણ ભંગ છે. - X -
આહારકશરીરીમાં જીવ અને મનુષ્યમાં છ ભંગો જાણવા. કેમકે તેઓ અલ્પ છે. - - તૈજસ, કાર્મણ શરીરને આશ્રીને જીવાદિ કહેવા. તેમાં ઔઘિક જીવો સપ્રદેશો જ કહેવા, કેમકે તૈજસાદિનો સંયોગ અનાદિનો છે. નારકાદિ ત્રણ ભંગવાળા છે. એકેન્દ્રિયોને ત્રીજો ભંગ છે. આ શરીરાદિ દંડકમાં સિદ્ધ પદ ન કહેવું. સપ્રદેશાદિત્વપણે કહેવા યોગ્ય અશરીરી જીવાદિમાં, જીવપદમાં, સિદ્ધ પદમાં ત્રણ ભંગ કહેવા.
આહાર પર્યાપ્તિમાં જીવ અને પૃથ્વી આદિ પદોમાં ઘણાં જીવો છે, અપર્યાપ્તિ તજી પર્યાપ્તિ ભાવને પામતાં પણ ઘણાં છે, માટે એક જ ભંગ જાણવો. બાકીના જીવોમાં ત્રણ ભંગ જાણવા. ભાષા, મન પર્યાપ્તાને બહુશ્રુત અભિમત કોઈ કારણથી એકત્વરૂપે કહેલ છે. તેને સંજ્ઞી જીવોવત્ જાણવા. અહીં પંચેન્દ્રિયો જ કહેવા. - X -
પર્યાપ્તિ સ્વરૂપ [ટુંકમાં] - જે કરણથી આત્મા ખાધેલ આહાર પચાવવા સમર્થ થાય, તે કરણ નિષ્પત્તિ તે આહાર પર્યાપ્તિ. - X - જીવ જે કરણ દ્વારા ઔદારિકાદિ શરીરને યોગ્ય દ્રવ્યો ગ્રહણ કરીને તે દ્રવ્યોને ઔદારિકાદિ ભાવે પરિણમાવે, તે કરણની નિષ્પત્તિ તે શરીરપર્યાપ્તિ. જે કરણ દ્વારા સ્પર્શાદિ ઈન્દ્રિયોને યોગ્ય દ્રવ્યો ગ્રહણ કરીને પોતાના વિષયો જાણવા સમર્થ થાય છે, તે કરણની નિષ્પત્તિ તે ઈન્દ્રિય પર્યાપ્તિ. જે કરણથી આનપ્રાણ યોગ્ય દ્રવ્યોને અવલંબી, તે દ્રવ્યોને આનપ્રાણપણે બહાર કાઢવા સમર્થ થાય તે આનપ્રાણ પર્યાપ્તિ. જે કરણ દ્વારા સત્યાદિ ભાષાને યોગ્ય દ્રવ્યોને અવલંબી. - X - ભાષાના નિસર્જનમાં સમર્થ થાય તે કરણની નિષ્પત્તિ. તે ભાષા પર્યાપ્તિ. જે કરણ દ્વારા આત્મા મનન કરવા સમર્થ થાય તે કરણની નિષ્પત્તિ તે મનઃપર્યાપ્તિ. - - અહીં જીવ પદ, પૃથ્વીપદમાં એક જ ભંગ કહેવો - X - બાકીના જીવોમાં પૂર્વોક્ત છ ભંગો કહેવા. - X - શરીર અપર્યાપ્તિમાં જીવ અને એકેન્દ્રિયનો એક જ ભંગ કહેવો, બીજે ત્રણ ભંગ કહેવા. - X - નારક, દેવ, મનુષ્યોમાં છ ભંગ જાણવા. ભાષા અને મનપર્યાપ્તિ - અપર્યાપ્તિમાં જેઓને ભાષા અને મનની યોગ્યતા હોય તો પણ અસિદ્ધિ હોય તેવા માત્ર પંચેન્દ્રિયો જ છે. જેઓને આ પર્યાપ્તિનો અભાવ હોય, તેઓમાં એકેન્દ્રિયો પણ હોવા જોઈએ. તે હોય તો જીવપદે માત્ર ત્રીજો ભંગ થાય, પણ તેમ નથી. સૂત્રકાર કહે છે – જીવાદિના ત્રણ ભંગો કહેવા. તાત્પર્ય એ કે જે જીવોને જન્મથી ભાષા અને મનની યોગ્યતા હોય પણ તેની અસિદ્ધિ હોય તે જ જીવો અહીં અપર્યાપ્તિથી અપર્યાપ્ત કહેવા, તેમાં જીવો અને પંચેન્દ્રિયો આવે - X - નૈરયિક, દેવ, મનુષ્યને છ ભંગ કહેવા - X - અહીં સિદ્ધ પદ ન કહેવું.
પૂર્વોક્ત દ્વારની સંગ્રહ ગાથા કહે છે - સપ્રદેશા - કાળથી જીવો સપ્રદેશા અને અપ્રદેશા છે. આહારકા - તે રીતે આહારક અને અનાહારક. ભવિયા - ભવ્ય, અભવ્ય, ઉભય નિષેધવાળા. સન્નિ - સંજ્ઞી, અસંજ્ઞી અને બંનેના નિષેધવાળા. લેસ - સલેશ્યા, કૃષ્ણાદિ લેશ્યા, અલેશ્યા. દિટ્ઠિ - સમ્યગ્ દૃષ્ટ્યાદિ ત્રણ. સંયત - સંયત, અસંયત, મિશ્ર. કસાય - ક્રોધાદિ કષાયવાળા, અકષાયી. ઈત્યાદિ - X - જીવ અધિકારથી કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit