Viyahapannatti 435
Viyāhapannatti: ṭīkānusārī vivecana 435
- Language
- Gujarati
435
‘ભગવતી’ સૂત્ર-૨૯૧ :– [૬/૫/૨૯૧]
ભગવન્! આ તમસ્કાય શું છે? પૃથ્વી કે પ્રાણી તમસ્કાય કહેવાય? ગૌતમ! પૃથ્વી ન કહેવાય, પણ પાણી ‘તમસ્કાય’ કહેવાય. એમ કેમ? ગૌતમ! કેટલોક પૃથ્વીકાય શુભ છે, દેશને પ્રકાશિત કરે છે, કેટલોક પૃથ્વીકાય પ્રકાશિત નથી કરતો, તેથી એમ કહ્યું - - ભગવન્ ! તમસ્કાયના આદિ અને અંત ક્યાં છે? ગૌતમ! જંબૂદ્વીપની બહાર તિર્છા અસંખ્ય દ્વીપ-સમુદ્ર પછી અરુણવરદ્વીપની બાહ્ય વેદિકાંતથી અરુણોદય સમુદ્રમાં ૪૨,૦૦૦ યોજન ગયા પછી ઉપરિતન જલાંતથી એક પ્રદેશ શ્રેણિએ આ તમસ્કાય ઉત્પન્ન થઈ, ૧૭૨૧ યોજન ઊંચો જઈ, ત્યાંથી તિર્છો વિસ્તાર પામતો સૌધર્માદિ ચાર કલ્પોને આચ્છાદીને ઊંચે બ્રહ્મલોક કલ્પે રિષ્ટ વિમાનના પ્રસ્તટ સુધી સંપ્રાપ્ત થાય છે, ત્યાં તેનો અંત છે.
ભગવન્! તમસ્કાય કેવા આકારે છે? ગૌતમ! નીચે કોડીયા આકારે, ઉપર કુકડાના પાંજરાના આકારે સંસ્થિત છે - ભગવન્! તમસ્કાયનો વિષ્કંભ અને પરિક્ષેપ કેટલો છે? ગૌતમ! તમસ્કાય બે ભેદે–સંખ્યાત વિસ્તૃત, અસંખ્યાત વિસ્તૃત. સંખ્યાત છે, તે વિસ્તારથી સંખ્યાત યોજન, પરિક્ષેપથી અસંખ્યાત યોજન છે. અસંખ્યાત વિસ્તૃત છે, તે બંનેથી અસંખ્યાત યોજન છે – ભગવન્! તમસ્કાય કેટલો મોટો છે? ગૌતમ! સર્વદ્વીપ-સમુદ્રોની મધ્યે-સર્વાભ્યંતર જંબૂદ્વીપ નામે દ્વીપ યાવત્ પરિક્ષેપ વડે કહ્યો છે. કોઈ મોટી ઋદ્ધિ વાળો યાવત્ મહાનુભાવ દેવ ‘આ ચાલ્યો’ એમ કરીને ત્રણ ચપટી વગાડતા ૨૧-વાર તે સંપૂર્ણ જંબૂદ્વીપને ફરીને શીઘ્ર આવે, તે દેવ, તેની ઉત્કૃષ્ટ અને ત્વરાવાળી યાવત્ દેવગતિ વડે જતો જતો યાવત્ એક, બે કે ત્રણ દિન ચાલે, ઉત્કૃષ્ટ છ માસ ચાલે, તો કોઈ તમસ્કાય સુધી પહોંચે અને કોઈ તમસ્કાય સુધી ન પહોંચે, હે ગૌતમ! તમસ્કાય એટલો મોટો છે.
ભગવન્ ! તમસ્કાયમાં ઘર કે ગૃહાપણ છે? તે અર્થ યોગ્ય નથી. -ભગવન્! તમસ્કાયમાં ગામ યાવત્ સંનિવેશ છે? તે અર્થ યોગ્ય નથી. -ભગવન્! તમસ્કાયમાં ઉદાર મેઘ સંસ્વેદે, સંમૂર્ચ્છે કે સંવર્ષે? - હા, તેમ થાય.
ભગવન્! શું તેને દેવ કે અસુર કે નાગ કરે છે? ગૌતમ! દેવ પણ કરે, અસુર કે નાગ પણ કરે. -ભગવન્! તમસ્કાયમાં બાદર સ્તનિત શબ્દ કે બાદર વિજળી છે? હા, છે - ભગવન્! તેને દેવાદિ કરે? - ત્રણે પણ કરે. - - ભગવન્! તમસ્કાયમાં બાદર પૃથ્વી કે અગ્નિકાય છે? ના, તે અર્થ યોગ્ય નથી, વિગ્રહગતિ પ્રાપ્ત સિવાય જાણવું.
ભગવન્! તમસ્કાયમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારા છે? તે અર્થ યોગ્ય નથી, પણ તેની પડખે છે. - - ભગવન્! તમસ્કાયમાં ચંદ્રપ્રભા કે સૂર્યપ્રભા છે? તે અર્થ યોગ્ય નથી. પણ કાદૂષણિકા છે. ભગવન્! તમસ્કાયનો વર્ણ કેવો છે? ગૌતમ! કાળો, કાળી કાંતિવાળો, ગંભીર, રોમ હર્ષજનક, ભીમ, ઉત્તાસનક, પરમકૃષ્ણ વર્ણનો કહ્યો છે. કેટલાંક દેવ પણ તેને જોઈને ક્ષોભ પામે. કદાચ કોઈ તેમાં પ્રવેશે, તો પછી શીઘ્ર, ત્વરિત જલ્દી તેને ઉલ્લંઘી જાય. ભગવન્! તમસ્કાયના કેટલા નામ છે? ગૌતમ! ૧૩, તે આ – તમ, તમસ્કાય, અંધકાર, મહાંધકાર, લોકાંધકાર, લોકતમિસ્ર, દેવાંધકાર, દેવતમિસ્ર, દેવારણ્ય, દેવવ્યૂહ, દેવપરિઘ, દેવપ્રતિક્ષોભ, અરુણોદસમુદ્ર.
ભગવન્! તમસ્કાય, પૃથ્વી-પાણી-જીવ કે પુદ્ગલ પરિણામ છે? ગૌતમ! પૃથ્વી પરિણામ નથી. પાણી-જીવ-પુદ્ગલ ત્રણે પરિણામ છે.
ભગવન્! તમસ્કાયમાં સર્વે પ્રાણ, ભૂત, જીવ, સત્વ પૃથ્વી યાવત્ ત્રસકાયિકપણે પૂર્વે ઉપજ્યા છે? હા, ગૌતમ! અનેક વાર કે અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયા છે. પણ બાદર-પૃથ્વી કે અગ્નિપણે ઉત્પન્ન થયા નથી.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit