Viyahapannatti 436
Viyāhapannatti: ṭīkānusārī vivecana 436
- Language
- Gujarati
436
વિવેચન :–૨૯૧
તમસ્ પુદ્ગલોની રાશિ, તે તમસ્કાય. તેનો કોઈ નિયત સ્કંધ જ અહીં વિવક્ષિત છે. તે પૃથ્વી કે પાણીની રજનો સ્કંધ હોય, કેમકે બીજો સ્કંધ તેના જેવો હોતો નથી. - X - પૃથ્વીકાયમાં કોઈ ભાસ્વર હોય, તે વિવક્ષિત ક્ષેત્રને પ્રકાશે છે, કોઈ પૃથ્વીકાય અંધ પથ્થરવત્ પ્રકાશતો નથી. અપ્કાયનો અપ્રકાશક છે. તમસ્કાય સર્વથા અપ્રકાશક હોવાથી અપ્કાય પરિણામવત્ જ છે. ઉપર-નીચે એક જ પ્રદેશ છે તે એક પ્રદેશિકા શ્રેણિ, તે શ્રેણિ-સમભિત્તિપણે છે- X - X -તમસ્કાય સ્તિબુકાકારે જલ જીવરૂપ છે. તમસ્કાયની વિસ્તીર્ણતા સંબંધે હવે કહેશે.
પ્રજ્ઞાપકના આલેખ્યમાં આલેખેલાં અરુણ સમુદ્રાદિનું અધિકરણપણું દર્શાવવા ‘અધો’ ઈત્યાદિ કહ્યું છે. તમસ્કાયનો નીચેનો આકાર શરાવ-બુધ્નની જેવો છે. કેમકે સમજલાંતની ઉપર ૧૭૨૧ યોજન સુધી તે વલય સંસ્થાને છે. વિષ્કંભ-વિસ્તાર, આયામ-ઉંચાઈ. આદિથી ઉંચે સંખ્યેય યોજન સુધી સંખ્યેય યોજન વિસ્તાર-વાળો, પછી અસંખ્યેય યોજન વિસ્તારવાળો છે કેમકે તે વિસ્તારગામી છે. તેનું વિસ્તૃત્વ સંખ્યાત યોજન હોવા છતાં અસંખ્યાતતમ દ્વીપનો પરિક્ષેપ તેની બૃહતરતા છે, તેથી જ તેનો પરિક્ષેપ અસંખ્યાત સહસ્ર યોજન કહ્યો.
દેવના મહર્દ્ધિકાદિ વિશેષણ ક્યાં સુધી છે? ગમન સામર્થ્યના પ્રકર્ષને જણાવવા માટે છે. અતિ શીઘ્રપણું દર્શાવવા ‘ચપટી’ કહી છે. કેવલ - સંપૂર્ણ, પરિપૂર્ણ. કલ્પ - સ્વકાર્ય કરણે સમર્થ. - X - X - મોટા મેઘો સંસ્વેદ પામે છે - તદ્જનક પુદ્ગલોની સ્નેહ સંપત્તિથી સંમૂર્ચ્છે છે. મેઘના પુદ્ગલોથી તેની તદાકારપણે ઉત્પત્તિ થાય છે. - X - અહીં બાદર વિદ્યુત્થી બાદર તેજસ્કાયિક ન સમજવા. કેમકે અહીં જ તેમનો નિષેધ કરાશે. પણ તે દેવજનિત ભાસ્કર પુદ્ગલો છે. કેમકે ત્યાં બાદર પૃથ્વી તેજસ ન હોય, બાદર પૃથ્વી રત્નપ્રભાદિ આઠમાં, પર્વતમાં, વિમાનમાં હોય, બાદર અગ્નિ મનુષ્યક્ષેત્રમાં જ હોય. વિગ્રહ ગતિમાં વર્તતા બાદર પૃથ્વી અને બાદર અગ્નિ તમસ્કાયવાળા પ્રદેશમાં હોઈ શકે.
તમસ્કાય નજીક ચંદ્રાદિ છે - X -પણ તેની પ્રભા નહીં જેવી છે. તમસ્કાય કાળો અને કાળી દીપ્તિવાળો છે. ગંભીર અને ભયાનક હોવાથી રુંવાડા ઉભા કરનાર છે. કારણ કે તે ભીષ્મ અને ઉત્કંપનો હેતુ છે. સારાંશ એ– દેવ પણ તેને જોતા ક્ષોભ પામે, પ્રવેશતા ડરે, કાયગતિના અતિવેગથી, મનોગતિના અતિવેગથી જલ્દીથી બહાર નીકળી જાય. ... અંધકારરૂપ હોવાથી તમ, અંધકાર રાશિરૂપ હોવાથી તમસ્કાય, તમોરૂપ હોવાથી અંધકાર, મહોતમો રૂપથી મહાંધકાર, તેવા બીજા અંધકાર અભાવે લોકાંધકાર, - X - દેવોને અંધકાર રૂપત્વથી દેવાંધકાર, - X - તથાવિધ જંગલરૂપત્વથી દેવારણ્ય, ચક્રાદિવ્યૂહ માફક દુર્ભેદ્યત્વથી દેવવ્યૂહ, દેવોના ભયોત્પાદકત્વથી દેવપરિઘ, દેવોને ક્ષોભકત્વથી દેવપ્રતિક્ષોભ, અરુણોદયના વિકારથી અરુણોદ૦ છે.
- X - તમસ્કાય કયા પદાર્થનો પરિણામ છે? - X - X - તમસ્કાયમાં બાદર વાયુ, બાદર વનસ્પતિ, ત્રસો ઉત્પન્ન થાય છે, કેમકે વાયુ, વનસ્પતિની ઉત્પત્તિ અપ્કાયમાં સંભવે છે, બીજા જીવોની ઉત્પત્તિ સંભવતી નથી - X - તમસ્કાય સાદૃશ્યથી કૃષ્ણરાજિ પ્રકરણ–
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit