Pramāṇa · Search · About · API

Viyahapannatti 440

Viyāhapannatti: ṭīkānusārī vivecana 440

Language
Gujarati

440

વિવેચન :–૨૯૫ થી ૨૯૯
બંનેની વચ્ચેનું તે અવકાશાંતર. તેમાં ઉત્તર-પૂર્વ વચ્ચે એક, પૂર્વમાં બીજું, પૂર્વ-દક્ષિણમાં ત્રીજું, દક્ષિણમાં ચોથું વિમાન એમ જાણવું. લોકાંતિક અને તેના વિમાનો બ્રહ્મલોક સમીપે છે-X-આ અવકાશ-અંતર વર્તી અર્ચિ આદિ ૮ વિમાનો કહેવા. કૃષ્ણરાજિ મધ્યે નવમું રિષ્ટ વિમાન કહ્યું તે વિમાનના પ્રસ્તાવથી જાણવું.
અહીં સારસ્વત-આદિત્યના ભેગા સાત દેવો, સાત દેવપરિવારો જાણવા. તે રીતે બધે સમજવું. બાકીના એટલે અવ્યાબાધ, આગ્નેય, રિષ્ટ, પૂર્વોક્ત પ્રશ્નોત્તર અભિલાપથી લોકાંતિક વિમાન કથન જાણવું. વિમાન-ગાથાર્ધમાં વિમાન પ્રતિષ્ઠાન દર્શાવ્યું. વિમાનોની પૃથ્વીનું સ્થૂલત્વ ૨૫,૦૦૦ યોજન, ઊંચાઈ-૭૦૦ યોજન, આવલિકા પ્રવિષ્ટ ન હોવાથી વિવિધ આકારે રહેલ છે. - X - બ્રહ્મલોકના વિમાનો અને દેવોની જીવાભિગમ સૂત્રમાં જ વક્તવ્યતા છે, તેને અનુસરવી. કેટલે સુધી? ભગવન્‌! લોકાંતિક વિમાનો કેટલા વર્ણે કહ્યા છે? ગૌતમ! લાલ, પીળા, શ્વેત ત્રણ વર્ણે. એ પ્રમાણે પ્રભા વડે નિત્ય પ્રકાશવાળા, ઈષ્ટ ગંધ, સ્પર્શવાળા, સર્વે રત્નમય, તેમાં દેવો સમચતુરસ્ર સંસ્થાનવાળા. આર્દ્રમધુક વર્ણવાળા અને પદ્મલેશ્યાવાળા છે. પૂર્વે લોકાંતિક વિમાનોમાં સર્વે જીવો પૃથ્વીકાયિક આદિપણે, દેવપણે ઉત્પન્ન થયા છે? હા. - X –

Linked texts (1)