Viyahapannatti 439
Viyāhapannatti: ṭīkānusārī vivecana 439
- Language
- Gujarati
439
‘ભગવતી’ સૂત્ર-૨૯૫ થી ૨૯૯ :– [૬/૫/૨૯૫ થી ૨૯૯]
[૨૯૫] આ આઠ કૃષ્ણરાજિના આઠ અવકાશાંતરમાં આઠ લોકાંતિક વિમાનો કહ્યા છે – અર્ચી, અર્ચીમાલી, વૈરોચન, પ્રભંકર, ચંદ્રાભ, સૂર્યાભ, શુક્રાભ, સુપ્રતિષ્ઠાભ, રિષ્ટાભ. -
ભગવન્! અર્ચિવિમાન ક્યાં છે? ગૌતમ! ઈશાનમાં. અર્ચિમાલી વિમાન ક્યાં છે? ગૌતમ! પૂર્વમાં. આ પરિપાટીએ યાવત્ જાણવું. ભગવન્! રિષ્ટ વિમાન ક્યાં છે? ગૌતમ! બહુમધ્ય દેશ ભાગે. આ આઠ લોકાંતિક વિમાનમાં આઠ લોકાંતિક દેવ છે.
[૨૯૬] સારસ્વત, આદિત્ય, વણ્હી, વરુણ, ગર્દતોય, તૃષિત અવ્યાબાધ, આગ્નેય તથા મધ્યમાં રિષ્ટ.
[૨૯૭] સારસ્વત દેવો ક્યાં રહે છે? ગૌતમ! અર્ચિ વિમાને. આદિત્ય દેવો? - અર્ચિમાલિ વિમાનમાં. એ રીતે અનુક્રમે જાણવું યાવત્ રિષ્ટ દેવો ક્યાં વસે છે? ગૌતમ! રિષ્ટ વિમાનમાં.
ભગવન્! સારસ્વત અને આદિત્ય, બે દેવોના કેટલા દેવો, કેટલા સો દેવ પરિવાર છે? ગૌતમ! ૭ દેવો, ૭૦૦ દેવ પરિવાર છે. વણ્હી-વરુણ દેવોના ૧૪ દેવો, ૧૪,૦૦૦ દેવ પરિવાર છે. ગર્દતોય-તુષિતના ૭ દેવો, ૭૦૦૦ દેવ પરિવાર છે. બાકીનાનો ૯-દેવો, ૯૦૦ દેવ પરિવાર છે.
[૨૯૮] પહેલા યુગલમાં ૭૦૦, બીજામાં ૧૪,૦૦૦, ત્રીજામાં ૭૦૦૦, બાકીનાનો ૯૦૦નો પરિવાર છે.
[૨૯૯] લોકાંતિક વિમાનો, ભગવન્! ક્યાં પ્રતિષ્ઠિત છે? ગૌતમ! વાયુ પ્રતિષ્ઠિત, તદુભય પ્રતિષ્ઠિત છે. એ પ્રમાણે વિમાનોનું પ્રતિષ્ઠાન, બાહલ્ય, ઉચ્ચત્વ, સંસ્થાન-જીવાભિગમના દેવ ઉદ્દેશકમાં કહેલ બ્રહ્મ-લોકની વક્તવ્યતા મુજબ જાણવું. યાવત્ હે ગૌતમ! અનેકવાર કે અનંતવાર (જીવ અહીં ઉત્પન્ન થયા છે) પણ લોકાંતિક દેવપણે નહીં. ભગવન્! લોકાંતિક વિમાનોની સ્થિતિ કેટલા કાળની છે? ગૌતમ! આઠ સાગરોપમ. લોકાંતિક વિમાનોથી કેટલે અંતરે લોકાંત છે? ગૌતમ! અસંખ્ય હજાર યોજનના અંતરે. ભગવન્! તે એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit