Pramāṇa · Search · About · API

Viyahapannatti 442

Viyāhapannatti: ṭīkānusārī vivecana 442

Language
Gujarati

442

‘ભગવતી’ સૂત્ર-૩૦૦, ૩૦૧ :– [૬/૬/૩૦૦, ૩૦૧]
[૩૦૦] ભગવન્‌! પૃથ્વી કેટલી છે? ગૌતમ! સાત, રત્નપ્રભા યાવત્‌ તમસ્તમા. રત્નપ્રભાથી અધઃસપ્તમી સુધીના આવાસો કહેવા. એ રીતે જેના જેટલા આવાસો, તે કહેવા. યાવત્‌ અનુતર વિમાનો કેટલા છે? ગૌતમ! પાંચ. વિજય યાવત્‌ સર્વાર્થસિદ્ધ.
[૩૦૧] ભગવન્‌! જીવ, મારણાંતિક સમુદ્ઘાતથી સમવહત થાય, થઈને આ રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસોમાંના કોઈ એક નરકાવાસમાં નૈરયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય છે, તે હે ભગવન્‌! ત્યાં જઈને આહાર કરે? આહારને પરિણમાવે? શરીરને બાંધે? ગૌતમ! કેટલાંક ત્યાં જઈને કરે અને કેટલાંક ત્યાં જઈ, અહીં આવીને ફરીવાર મારણાંતિક સમુદ્ઘાત વડે સમવહત થઈને, આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીશ લાખ નરકાવાસમાંથી કોઈ એકમાં નૈરયિકપણે ઉપજી, પછી આહાર કરે, પરિણમાવે અને શરીરને બાંધે. એ પ્રમાણે અધઃસપ્તમી સુધી જાણવું.
ભગવન્‌! મારણાંતિક સમુદ્ઘાતથી સમવહત જીવ અસુરકુમારોના ૬૪ લાખ આવાસોમાંના કોઈ એક અસુરકુમારાવાસે ઉત્પન્ન થવાને યોગ્ય છે? નૈરયિક માફક કહેવું. યાવત્‌ સ્તનિતકુમાર.
ભગવન્‌! મારણાંતિક સમુદ્ઘાતથી સહવહત જીવ અસંખ્ય લાખ પૃથ્વીકાયના આવાસોમાંના કોઈ એકમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય છે? તે જીવ મેરુ પર્વતની પૂર્વે કેટલું જાય, કેટલું પામે? ગૌતમ! લોકાંત સુધી જાય, લોકાંતને પામે. ભગવન્‌! તે ત્યાં જઈને આહારે, પરિણમાવે, શરીરને બાંધે? ગૌતમ! કેટલાંક ત્યાં જઈને આહારે, પરિણમાવે, શરીરને બાંધે, કેટલાંક ત્યાં જઈને, અહીં આવીને, બીજી વખત પણ મારણાંતિક સમુદ્ઘાતથી સમવહત થઈને, મેરુ પર્વતના પૂર્વ ભાગે અંગુલનો અસંખ્યભાગ માત્ર, સંખ્યેય ભાગ માત્ર, વાલાગ્ર, વાલાગ્ર પૃથક્ત્વ, એ રીતે યૂકા, લિક્ષા, યવ, અંગુલ યાવત્‌ કોડી યોજન, કોડાકોડી યોજન, સંખ્યાત, અસંખ્યાત યોજન સહસ્ર અથવા લોકાંતમાં એક પ્રદેશિક શ્રેણિને છોડીને અસંખ્યેય લાખ પૃથ્વીકાયિકના આવાસમાંના કોઈ પૃથ્વીકાયમાં પૃથ્વીકાયિકપણે ઉપજે પછી આહારે, પરિણામે અને શરીરને બાંધે. મેરુ પર્વતની પૂર્વનો આલાવો કહ્યો, એ રીતે દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, ઉર્ધ્વ, અધો માટે જાણવું. પૃથ્વીકાયિકની માફક બધાં એકેન્દ્રિયો માટે પ્રત્યેકના છ આલાવા કહેવા.
ભગવન્‌! મારણાંતિક સમુદ્ઘાતથી સમવહત થઈ જે જીવ અસંખ્યેય લાખ બેઈન્દ્રિયોના આવાસમાંના કોઈ એકમાં બેઈન્દ્રિયપણે ઉત્પન્ન થવા યોગ્ય છે, તે જીવ ત્યાં જઈને ઈત્યાદિ નૈરયિકવત્‌ કહેવું. એ પ્રમાણે યાવત્‌ અનુત્તરોપપાતિકને જાણવા. ..... ભગવન્‌! મારણાંતિક સમુદ્ઘાતથી સમવહત થઈ જે જીવ મહાન મોટા મહાવિમાનરૂપ પાંચ અનુત્તર વિમાનોમાંના કોઈ એકમાં દેવપણે ઉત્પન્ન થવા યોગ્ય છે, હે ભગવન્‌! તે ત્યાં જઈને આહાર કરે, પરિણમાવે, શરીર બાંધે? હા. - ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)