Viyahapannatti 447
Viyāhapannatti: ṭīkānusārī vivecana 447
- Language
- Gujarati
447
વિવેચન :–૩૦૩ થી ૩૧૨
ઉસાસદ્ધા - ઉચ્છ્વાસથી માપેલ કાલ વિશેષ. - X - અસંખ્યાતા સમયનો સમુદાય, તેના મીલનથી જે સંયોગ તે સમુદાય સમિતિ સમાગમ, તેના વડે કાલમાન થાય તે એક આવલિકા કહેવાય. ૨૫૬ આવલિકાથી એક ક્ષુલ્લક ભવ ગ્રહણ. ૧૭ થી વધુ ક્ષુલ્લક ભવ ગ્રહણો એક ઉચ્છ્વાસ-નિઃશ્વાસમાં થાય. તેથી સંખ્યાતા આવલિકાએ એક ઉચ્છ્વાસકાળ થાય. ...હૃષ્ટ, ઘડપણથી ન નમેલ, વ્યાધિરહિત મનુષ્યાદિનો એક ઉચ્છ્વાસ સાથે નિઃશ્વાસ તે પ્રાણ. સાત પ્રાણનો એક સ્તોક, સાત સ્તોકે એક લવ - X - ઈત્યાદિ - X - સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવું.
ઓવમિય - ઉપમા વડે થાય તે ઔપમિક. અતિશયજ્ઞાની વિના જે કાળને સાધારણ લોકો ન ગ્રહી શકે તે કાળ પ્રમાણ ઔપમિક છે.
પલ્યોપમાદિ પ્રરૂપણાર્થે પરમાણુ આદિ સ્વરૂપને કહે છે – ખડ્ગાદિ વડે છેદવું - બે ટુકડા કરવા, સોય વડે છિદ્ર કરવા એમ ન થઈ શકે. સિદ્ધ - જ્ઞાનસિદ્ધ એટલે કેવલિ પણ સિદ્ધો નહીં, કેમકે તેઓ બોલતા નથી. સર્વ પ્રમાણોમાં આદિ પ્રમાણ પરમાણું છે. જો કે આ નૈશ્ચયિક પરમાણુનું લક્ષણ છે, તો પણ પ્રમાણાધિકારથી આ લક્ષણ વ્યવહારિક પરમાણુનું સમજવું. હવે બીજા પ્રમાણોનું લક્ષણ કહે છે – વ્યવહારુ પરમાણુનો સમૂહ તેમનું એકીભવન, તે વડે પરિમાણ માત્રા થાય, તે અત્યંત શ્લક્ષ્ણ એવી શ્લક્ષ્ણ શ્લક્ષ્ણિકા કહેવાય. ઉત્ - પ્રબળતા. - X - આ ઉત્ શ્લક્ષ્ણ શ્લક્ષ્ણિકાદિથી અંગુલ સુધીના પ્રમાણના જે દશ ભેદો છે, તે ઉત્તરોત્તર આઠ ગુણા થઈને તેમાં અનંત પરમાણુત્વ કાયમ રહે છે. -X-
– ઉર્ધ્વરેણુ અપેક્ષાએ આઠમાં ભાગરૂપ હોવાથી શ્લક્ષ્ણ શ્લક્ષ્ણિકા કહેવાય. ઊંચે, નીચે, તિર્છા ચલનરૂપ ધર્મથી જે રેણુ તે ઉર્ધ્વરેણુ. પૂર્વાદિ વાયુની પ્રેરણાથી જે રેણુ ત્રસ-ગતિ કરે, તે ત્રસરેણુ, રથ-ગમનથી ઉડેલ રેણુ તે રથરેણુ.-X-એકાહિકી -શિરમુંડન પછી એક દિવસે જેટલા વાળ ઉગે તે. એમ બે, ત્રણ આદિમાં ભાવના કરવી.
પલ્ય કેવો છે? સંસૃષ્ટ - કાંઠા સુધી ભરેલો, સંનિચિત - ખીચોખીચ. એ એવી રીતે ભર્યો છે, જેથી તે વાલાગ્ર કોહવાય નહીં, કેમકે છિદ્ર અભાવે વાયુ સંચાર અસંભવ છે, માટે અસારતા ન પામે. તેથી તેનો થોડો ભાગ પણ સડતો નથી. વિધ્વંસ નથી પામતા માટે પૂતિભાવ ન પામે, તે વાલાગ્રથી એકૈક વાલાગ્ર કાઢતાં કાળનું માપ થાય છે. જેટલે કાળે તે પલ્ય વાલાગ્ર કાઢવાથી ક્ષીણ થાય, રજ જેવા સૂક્ષ્મ વાલાગ્ર કાઢ્યા પછી જ્યારે નિરજ થાય. મળ સમાન સૂક્ષ્મતર વાલાગ્રથી રહિત થાય, પ્રમાર્જિત કોઠાર માફક નિષ્ઠિત થાય, ભીંત વગેરેથી અપગત લેપ માફક વાલાગ્ર અપહરતા નિર્લેપ થાય. અપહૃત હોવાથી જ રજના મેલ સમાન વાલાગ્રના વિગમથી વિશેષ શુદ્ધ થાય તે વિશુદ્ધ અથવા બધાં વિશેષણો સમાનાર્થી કહેવા.
આ અદ્ધા પલ્યોપમ વ્યવહારિક પલ્યોપમ છે. અસંખ્ય ટુકડાવાળા વાલાગ્રોથી ભરેલ તે પલ્ય સો-સો વર્ષે ખંડ-ખંડ કરીને અપોદ્ધાર કરાય ત્યારે તે જ પલ્યોપમ સૂક્ષ્મ પલ્યોપમ કહેવાય. સમયે સમયે અપોદ્ધાર કરે તો બંને પ્રકારે ઉદ્ધાર પલ્યોપમ કહેવાય. વાલાગ્રો વડે સ્પૃષ્ટ પ્રદેશનો પ્રતિસમય અપોદ્ધારમાં જે કાળ થાય તે વ્યવહારિક ક્ષેત્ર પલ્યોપમ કહેવાય. તેને જ અસંખ્યેય ખંડીકૃત કરવા સ્પૃષ્ટ કે અસ્પૃષ્ટ પ્રદેશોના અપોદ્ધારમાં જે કાળ થાય તે સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ કહેવાય. એ રીતે સાગરોપમ પણ જાણવું.
કાલાધિકારથી આ કહે છે – ઉત્તમટ્ઠપત્તાએ - કાળની અપેક્ષા લઈને આયુષ્કાદિ ઉત્તમ અર્થોને પામેલી તે. - X - આગારભાવપડોયાર - આકાર એટલે આકૃતિ, ભાવ-તેના પર્યાયો. તેમનો જે આવિર્ભાવ તે બહુસમરમણિજ્જ - અત્યંત સમ હોવાથી રમણીય છે તે. ઉત્તરકુરુની વક્તવ્યતા જીવાભિગમથી જાણવી, તે આ – મૃદંગનું પુષ્કર, સરોવરનું તલ, હથેળી આદિ. એ પ્રમાણે ભૂમિનું સમપણું, ભૂમિભાગે રહેલ તૃણ, મણિઓના પાંચ વર્ણ, સુરભિગંધ, કોમળ સ્પર્શ, સારા શબ્દ, વાવ આદિ, ઉત્પાત પર્વતાદિ, ત્યાંના હંસાસનાદિ, લતાગૃહાદિ, શિલાપટ્ટકાદિનું વર્ણન કહેવું. વર્ણનાંતે - ઘણાં મનુષ્ય, મનુષી બેસે છે ઈત્યાદિ.
ભારતના તે - તે ખંડમાં, દેશ દેશમાં, દેશના અંતે ઉદ્દાલક આદિ વૃક્ષો હતા. યાવત્થી કૃતમાલા, નૃત્યમાલા ઈત્યાદિ. ઘાસ અને તૃણ વિશેષાદિથી વિશુદ્ધ વૃક્ષનો અધોભાગ હતો. ઈત્યાદિ વૃત્તિવત્ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit