Viyahapannatti 446
Viyāhapannatti: ṭīkānusārī vivecana 446
- Language
- Gujarati
446
‘ભગવતી’ સૂત્ર-૩૦૩ થી ૩૧૨ :– [૬/૭/૩૦૩ થી ૩૧૨]
[૩૦૩] ભગવન્! એક એક મુહૂર્ત્ત કેટલા ઉચ્છ્વાસદ્ધા કહ્યા છે? ગૌતમ! અસંખ્યેય સમયના સમુદય સમિતિ સમાગમથી એક આવલિકા. સંખ્યાત આવલિકાથી એક ઉચ્છ્વાસ, સંખ્યાત આવલિકાનો એક નિઃશ્વાસ
[૩૦૪] - હૃષ્ટ, અનવકલ્પ્ય, વ્યાધિ રહિત એક જંતુનો એક શ્વાસોચ્છ્વાસ તે એક પ્રાણ કહેવાય છે.
[૩૦૫] સાત પ્રાણે એક સ્તોક, સાત સ્તોકે એક લવ, ૭૭ લવે એક મુહૂર્ત્ત. - -
[૩૦૬] - ૩૭૭૩ ઉચ્છ્વાસે એક મુહૂર્ત્ત. જ્ઞાનીએ કહ્યું.
[૩૦૭] આ મુહૂર્ત્ત પ્રમાણથી ૩૦ મુહૂર્ત્તે એક અહોરાત્ર. ૧૫-અહોરાત્રનો એક પક્ષ, બે પક્ષે એક માસ, બે માસે એક ઋતુ, ત્રણ ઋતુએ એક અયન. બે અયને એક વર્ષ, પાંચ વર્ષે એક યુગ, ૨૦ યુગે ૧૦૦ વર્ષ, દશ સો વર્ષે-૧૦૦૦, સો હજારે એક લાખ વર્ષ, ૮૪ લાખ વર્ષે ૧ પૂર્વાંગ, ૮૪ લાખ પૂર્વાંગે એક પૂર્વ. એ પ્રમાણે ત્રુટિતાંગ, ત્રુટિત, અડડાંગ, અવવ, અવવાંગ, અવવ, હૂહૂઆંગ, હૂહૂઅ, ઉત્પલાંગ, ઉત્પલ - X - યાવત્ - X - શીર્ષ પ્રહેલિકા સૂત્રપાઠ મુજબ જાણવા. અહીં સુધી જ ગણિત છે પછી ઔપમ્ય કાળ છે.
ભગવન્! તે ઔપમિક શું છે? બે પ્રકારે, પલ્યોપમ, સાગરોપમ. - - તે પલ્યોપમ અને સાગરોપમ શું છે?
[૩૦૮] સુતીક્ષ્ણ શસ્ત્ર વડે જેને છેદી, ભેદી જ ન શકાય, તે પરમાણુને સિદ્ધોએ આદિ પ્રમાણ કહેલું છે.
[૩૦૯] અનંત પરમાણુના પુદ્ગલોના સમુદાયની સમિતિના સમાગમ વડે એક ઉચ્છલક્ષ્ણ શ્લક્ષ્ણિકા, શ્લક્ષ્ણ શ્લક્ષ્ણિકા, ઉર્ધ્વ રેણુ, ત્રસરેણુ, રથરેણુ, વાલાગ્ર, લિક્ષા, યૂકા, યવમધ્ય અને અંગુલ થાય છે. જ્યારે આઠ ઉચ્છલક્ષ્ણ શ્લક્ષ્ણિકા મળે ત્યારે એક શ્લક્ષ્ણ શ્લક્ષ્ણિકા થાય, આઠ શ્લક્ષ્ણ શ્લક્ષ્ણિકાનો એક ઉર્ધ્વરેણુ, આઠ ઉર્ધ્વરેણુનો ત્રસરેણુ, આઠ ત્રસરેણુનો એક રથરેણુ, આઠ રથરેણુનો દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્યનો એક વાલાગ્ર, એ પ્રમાણે હરિવર્ષ-રમ્યક્, હેમવત-ઐરણ્યવત્, પૂર્વવિદેહના મનુષ્યના આઠ વાલાગ્રે, એક લિક્ષા, આઠ લિક્ષાએ એક જૂ, આઠ જૂ એ એક યવમધ્ય, આઠ યવમધ્યે એક અંગુલ, છ અંગુલે એક પદ, બાર અંગુલે એક વેંત, ૨૪ અંગુલે એક રત્નિ, ૪૮ અંગુલે એક કુક્ષિ, ૯૬ અંગુલે એક દંડ, ધનુષ્, યુગ, નાલિકા, અક્ષ કે મુસલ. ૨૦૦૦ ધનુષ્નો એક ગાઉ, ચાર ગાઉએ એક યોજન. યોજન પ્રમાણ જે પલ્ય. તે આયામ અને વિષ્કંભ વડે એક યોજન હોય, ઉંચાઈ એક યોજન હોય. પરિધિ સવિશેષ ત્રણ યોજન હોય.
તે પલ્યમાં એક, બે, ત્રણ કે મહત્તમ સાત દિવસના ઉગેલા ક્રોડો વાલાગ્રો કાંઠા સુધી ભર્યા હોય, સંનિચિત કર્યા હોય, ખૂબ ભર્યા હોય. તે વાલાગ્રો એવી રીતે ભર્યા હોય કે જેને અગ્નિ ન બાળે, વાયુ ન હરે, કોહવાય નહીં, નાશ ન પામે, સડે નહીં, તેવા ભરેલ વાલાગ્રના પલ્યમાંથી સો સો વર્ષે એક વાલાગ્રને કાઢવામાં આવે, એમ જેટલે કાળે તે પલ્ય ક્ષીણ, નિરજ, નિર્મલ, નિષ્ઠિત, નિર્લેપ, અપહૃત અને વિશુદ્ધ થાય. ત્યારે તે કાળે પલ્યોપમ થાય.
[૩૧૦] ઉક્ત કોડાકોડી પલ્યોપમને દશગણા કરીએ ત્યારે તે કાળનું પ્રમાણ એક સાગરોપમ થાય.
[૩૧૧] ઉક્ત સાગરોપમ મુજબના ચાર કોડાકોડી સાગરોપમે એક સુષમસુષમા કાળ થાય, ત્રણ કોડાકોડી સાગરોપમે સુષમા કાળ થાય, બે કોડાકોડીએ સુષમદુષમા, એક સાગરોપમ કોડાકોડીમાં ૪૨,૦૦૦ વર્ષ ન્યૂને દુષમસુષમા, ૨૧,૦૦૦ વર્ષ દૂષમ, ૨૧,૦૦૦ વર્ષે દુષમ દુષમા કાળ થાય. ફરી ઉત્સર્પિણીમાં ૨૧,૦૦૦ વર્ષે દુષમ દુષમા, યાવત્ ચાર કોડાકોડી સાગરોપમે સુષમ સુષમા. દશ-દશ કોડાકોડી સાગરોપમે એક અવસર્પિણી-એક ઉત્સર્પિણી. ૨૦ કોડાકોડી સાગરોપમે કાલચક્ર.
[૩૧૨] ભગવન્! જંબૂદ્વીપ નામક દ્વીપમાં આ અવસર્પિણીમાં સુષમસુષમા કાળમાં ઉત્તમાર્થ પ્રાપ્ત ભરતક્ષેત્રના આકાર, ભાવ-પ્રત્યાવતાર હતા? ગૌતમ! બહુસમ રમણીય ભૂમિભાગમાં, જેમકે આલિંગપુષ્કર, એવો ભૂમિભાગ હતો. એ પ્રમાણે ઉત્તરકુરુ વક્તવ્યતા જાણવી યાવત્ બેસે છે, સુવે છે. તે કાળમાં ભરત ક્ષેત્રમાં તે તે દેશમાં ત્યાં ત્યાં ઘણાં ઉદાર ઉદ્દાલક યાવત્ કુશ-વિકુશથી વૃક્ષમૂલો યાવત્ છ પ્રકારના માણસો હતા. જેમકે – પદ્મગંધી, મિતગંધી, અમમ, તેતલી, સહનશીલ અને શનૈશ્ચારી - ભગવન્ ! તે એમજ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit