Pramāṇa · Search · About · API

Viyahapannatti 449

Viyāhapannatti: ṭīkānusārī vivecana 449

Language
Gujarati

449

‘ભગવતી’ સૂત્ર-૩૧૩, ૩૧૪ :– [૬/૮/૩૧૩, ૩૧૪]
[૩૧૩] ભગવન્‌! પૃથ્વીઓ કેટલી છે? ગૌતમ! આઠ છે. તે આ – રત્નપ્રભા યાવત્‌ ઈષત્‌પ્રાગ્ભારા. - - ભગવન્‌! આ રત્નપ્રભા પૃથ્વી નીચે ગૃહો કે ગૃહાપણો છે? ગૌતમ! તેમ નથી. - - ભગવન્‌! આ રત્નપ્રભા નીચે ગામ યાવત્‌ સંનિવેશ છે? ના તેમ નથી. - ભગવન્‌! આ રત્નપ્રભા પૃથ્વી નીચે ઉદાર મેઘો સંસ્વેદે છે? સંમૂર્ચ્છે છે? વર્ષા વરસે છે? હા, છે તેને દેવો, અસુરો કે નાગ ત્રણે પણ કરે છે.
ભગવન્‌! આ રત્નપ્રભામાં બાદર સ્તનિત શબ્દો છે? હા, છે. તે શબ્દોને પણ ત્રણે કરે છે. આ રત્નપ્રભાની નીચે બાદર અગ્નિકાય છે? ગૌતમ! તેમ નથી, સિવાય કે વિગ્રહગતિ સમાપન્નક - આ રત્નપ્રભા નીચે ચંદ્ર યાવત્‌ તારા છે? ના, તેમ નથી. – આ રત્નપ્રભા પૃથ્વી નીચે ચંદ્રાભા આદિ છે? ના, તેમ નથી. એ પ્રમાણે બીજી પૃથ્વીમાં કહેવું, એ પ્રમાણે ત્રીજી પૃથ્વીમાં કહેવું, વિશેષ આ - દેવ અને અસુર કરે, પણ નાગ ન કરે. - ચોથીમાં પણ એમ જ છે. પણ માત્ર દેવો કરે છે. અસુર અને નાગ ન કરે. એ પ્રમાણે નીચેની બધી પૃથ્વીમાં એકલો દેવ કરે.
ભગવન્‌! સૌધર્મ-ઈશાન કલ્પની નીચે ઘર વગેરે છે? ના, તેમ નથી. - ભગવન્‌! ઉદાર મેઘો છે? હા, છે. દેવ પણ કરે, અસુર પણ કરે. પણ નાગ ન કરે. એમ સ્તનિત શબ્દમાં પણ જાણવું.
ભગવન્‌! ત્યાં બાદર પૃથ્વીકાય, બાદર અગ્નિકાય છે? ના, તેમ નથી. સિવાય કે વિગ્રહ ગતિ સમાપન્નક. - ભગવન્‌! ત્યાં ચંદ્રાદિ છે? ના, તેમ નથી. -ભગવન્‌! ત્યાં ગ્રામાદિ છે? ના, તેમ નથી. - ભગવન્‌! ત્યાં ચંદ્રાભા આદિ છે? ગૌતમ! ના, તેમ નથી. એ પ્રમાણે સનત્કુમાર અને માહેન્દ્રમાં જાણવું. વિશેષ એ – દેવો, એકલા જ કરે છે. એ રીતે બ્રહ્મલોકમાં પણ જાણવું. એ રીતે બ્રહ્મલોકની ઉપર સર્વ દેવો કરે છે તથા બધે બાદર – પૃથ્વી, અપ્‌, વનસ્પતિકાયનો પ્રશ્ન કરવો. બીજું પૂર્વવત્‌.
[૩૧૪] તમસ્કાયમાં, કલ્પ પાંચમાં અગ્નિ, પૃથ્વી સંબંધે પ્રશ્ન. પૃથ્વીઓમાં અગ્નિ સંબંધે પ્રશ્ન. પાંચ કલ્પની ઉપર, કૃષ્ણરાજિમાં અપ્‌કાય, તેઉકાય, વનસ્પતિકાય સંબંધે પ્રશ્ન કરવો.

Linked texts (1)