Pramāṇa · Search · About · API

Viyahapannatti 450

Viyāhapannatti: ṭīkānusārī vivecana 450

Language
Gujarati

450

વિવેચન :–૩૧૩, ૩૧૪
બાદર અગ્નિકાય મનુષ્ય ક્ષેત્રમાં જ છે, તેથી તેના સદ્ભાવનો અહીં નિષેધ છે. એ રીતે બાદર પૃથ્વીકાયનો નિષેધ કહેવો જોઈએ. કેમકે એ પૃથ્વી આદિ સ્વસ્થાનમાં જ છે. તો અહીં બાદર પૃથ્વીકાય કેમ ન નિષેધ્યો? (સમાધાન) સત્ય. પણ અહીં જે-જે ન હોય તે - તે બધાંનો નિષેધ કરવો તેવી સૂત્રશૈલી નથી. તેથી ન હોવા છતાં પૃથ્વીકાયનો અહીં નિષેધ કર્યો નથી. અપ્‌-વાયુ-વનસ્પતિનો અહીં ઘનોદધ્યાદિભાવે સદ્ભાવ છે, તે ન કહ્યા છતાં સુગમ જ છે. નાગકુમાર ત્રીજી પૃથ્વીથી નીચે ન જઈ શકે, ચોથી પૃથ્વી નીચે અસુરકુમારાદિનું ગમન નથી, માટે તેનો નિષેધ છે.
સૌધર્મ-ઈશાન નીચે અસુર જાય છે, નાગકુમાર અસમર્થ છે. માટે દેવો કરે છે કહ્યું. બાદર પૃથ્વી, અગ્નિનો સ્વસ્થાનાભાવે નિષેધ છે. અપ્‌, વાયુ, વનસ્પતિનો અનિષેધ પણ સુગમ જ છે. કેમકે ઉદધિપ્રતિષ્ઠિત છે. ત્રીજા કલ્પે બાદર અપ્‌-વનસ્પતિકાય અતિદેશથી સંભવે છે. ત્યાં તમસ્કાયની હયાતી હોવાથી સુસંગત છે. એ રીતે અચ્યુતકલ્પ સુધી જાણવું. તેના પછી તો દેવો પણ જઈ શકતા નથી. તેથી તેમના કરેલ મેઘાદિ ન હોય. બાદર અગ્નિ-અપ્‌-વનસ્પતિ સંબંધે પ્રશ્ન કરવો. બાકી પૂર્વવત્‌ - X -
હવે પૃથ્વી આદિ જે જ્યાં કહેવા યોગ્ય છે, તે સૂત્ર સંગ્રહગાથા કહે છે. પૂર્વોક્ત તમસ્કાય પ્રકરણ અને હમણાં કહેલ સૌધર્માદિ દેવલોક પંચકમાં અગ્નિકાય, પૃથ્વીકાય કહેવા. - જેમકે - ભગવન્‌! બાદર પૃથ્વીકાય, બાદર અગ્નિકાય છે? ઈત્યાદિ - X -. આ રત્નપ્રભા પૃથ્વી નીચે બાદર અગ્નિકાય છે? ઈત્યાદિ. એ રીતે અપ્‌, તેઉ, વનસ્પતિકાયનો પ્રશ્ન કરવો. - X - પાંચ કલ્પોની ઉપરના કલ્પોના સૂત્રોમાં તથા પૂર્વોક્ત કૃષ્ણરાજિ સૂત્રમાં તથા બ્રહ્મલોકના ઉપરના સ્થાનની નીચે પાણી અને વનસ્પતિનો નિષેધ જાણવો. તેઓની નીચે વાયુ જ છે. આકાશ પ્રતિષ્ઠિત સ્થાનોની નીચે આકાશ જ છે. માટે ત્યાં પાણી, વનસ્પતિ ન સંભવે. અગ્નિ પણ ન હોય. - - બાદર અપ્‌કાયાદિ કહ્યા. તે આયુબંધથી સંભવે. તેથી આયુબંધ –

Linked texts (1)