Viyahapannatti 454
Viyāhapannatti: ṭīkānusārī vivecana 454
- Language
- Gujarati
454
વિવેચન :–૩૧૬
ઉસ્સિઓદમ - ઉદ્ધર્વ વૃદ્ધિગત જળ, તે વૃદ્ધિ સાધિક ૧૬,૦૦૦ યોજન છે. પત્થડોદઅ - સમજળ. ખુભિઅજલ - વેળા - મહાપાતાળ કળશમાં રહેલ વાયુના ક્ષોભથી. જીવાભિગમથી જાણવું. તે આ રીતે – જેમ લવણસમુદ્ર ઉચ્છ્રિતોદક, ક્ષુભિત જલ છે, પણ પત્થડોદક, અક્ષુભિત જળ નથી. તેમ બહારના સમુદ્રો તેવા છે? ના, ગૌતમ! બહારના સમુદ્રો ઉચ્છ્રિતોદક, ક્ષુભિત જળ નથી. પણ પત્થડોદક અને અક્ષુભિત જળ છે. પૂર્ણ ઈત્યાદિ વિશેષિત છે. - - ભગવન્! લવણસમુદ્રમાં ઘણો ઉદાર મેઘ યાવત્ વર્ષે છે? હા. લવણસમુદ્ર માફક બાહ્ય સમુદ્રમાં તેમ છે? ના, તેમ નથી. - એમ કેમ? - X - ગૌતમ! બાહ્ય સમુદ્રોમાં ઘણાં ઉદક યોનિક જીવો અને પુદ્ગલો જળપણે અપક્રમે, વ્યુત્ક્રમે, ચય, ઉપચય પામે છે આદિ - X -. તેઓ ચક્રવાલરૂપે છે. તે એકવિધ વિધાન. વિસ્તારથી અનેકવિધ વિધાના છે કેમ બમણા-બમણા છે. - X -
સુભનામ-સ્વસ્તિક,શ્રીવત્સાદિ. સુભરૂપ-સફેદાદિ.સુભગંધ-કર્પુરાદિ શુભગંધવાળા. સુભરસ-મધુરાદિ કે શર્કરા જેવા રસવાળા. સુભસ્પર્શ - માખણ જેવા મૃદુ આદિ. એવા દ્વીપ સમુદ્ર જાણવા. ઉદ્ધાર - દ્વીપ, સમુદ્રમાં કહેવો. તે આ પ્રમાણે - દ્વીપ સમુદ્રો ઉદ્ધાર સમય વડે કેટલા છે? ગૌતમ! અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા ઉદ્ધાર-સમયો થાય તેટલા. જે એકૈક સમયે એકૈક વાળનો અગ્રભાગ ઉદ્ધારાય તે ઉદ્ધાર સમય. દ્વીપ-સમુદ્રમાં પરિણામ જાણવા. ભગવન્! દ્વીપ સમુદ્રો પૃથ્વી, પાણી, જીવ કે પુદ્ગલ પરિણામી છે? ગૌતમ! ચારે. સર્વે જીવોનો દ્વીપ-સમુદ્રમાં ઉત્પાદ જાણવો. ભગવન્! દ્વીપસમુદ્રમાં સર્વે જીવો પૃથ્વીકાયાદિ રૂપે પૂર્વે ઉત્પન્ન થયા છે? હા, થયા છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit