Viyahapannatti 453
Viyāhapannatti: ṭīkānusārī vivecana 453
- Language
- Gujarati
453
‘ભગવતી’ સૂત્ર-૩૧૬ :– [૬/૮/૩૧૬]
ભગવન્! શું લવણસમુદ્ર ઉચ્છ્રિતોદક, પત્થડોદક, ક્ષુભિતજળ, અક્ષુભિતજળ છે? ગૌતમ! લવણસમુદ્ર ઉચ્છ્રિતોદક છે, પત્થડોદક નહીં. ક્ષુભિત જળ છે, અક્ષુભિત જળ નથી. અહીંથી આરંભી જીવાભિગમ સૂત્રાનુસાર જાણવું યાવત્ તે હેતુથી હે ગૌતમ! બાહ્ય દ્વીપ સમુદ્રો પૂર્ણ, પૂર્ણ પ્રમાણા, વોલટ્ટમાણ, વશાર્ત્તમાન, સમભર ઘટપણે રહે છે. સંસ્થાનથી એકાકાર, વિસ્તારથી અનેકવિધિ વિધાના, બમણા બમણા પ્રમાણવાળા યાવત્ તિર્છાલોકમાં અસંખ્યદ્વીપ સમુદ્રો, સ્વયંભૂરમણ પર્યવસાનવાળા હે શ્રમણાયુષો! કહ્યા છે.
ભગવન્! દ્વીપ સમુદ્રો કેટલાં નામધેય કહ્યા છે? ગૌતમ! લોકમાં જેટલાં શુભ નામ-રૂપ-ગંધ-રસ-સ્પર્શ છે, એટલા દ્વીપસમુદ્રોના નામ કહ્યા છે. એ પ્રમાણે શુભ નામ, ઉદ્ધાર, પરિણામ જાણવા. સર્વે જીવોનો [ત્યાં ઉત્પાદ જાણવો.] ભગવન્! તે એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit