Pramāṇa · Search · About · API

Viyahapannatti 462

Viyāhapannatti: ṭīkānusārī vivecana 462

Language
Gujarati

462

‘ભગવતી’ સૂત્ર-૩૨૦ :– [૬/૧૦/૩૨૦]
ભગવન્‌! અન્યતીર્થિકો એમ કહે છે યાવત્‌-પ્રરૂપે છે, જેટલા જીવો રાજગૃહનગરમાં છે, એટલા જીવોને કોઈ બોરના ઠળીયા-વાળ-ચોખા-અડદ-મગ-જૂ-લીખ જેટલું પણ સુખ કે દુઃખ કાઢીને દેખાડવા સમર્થ નથી. ભગવન્‌! તે કેવી રીતે હોય? ગૌતમ! અન્યતીર્થિકો જે આમ કહે છે યાવત્‌ પ્રરૂપે છે, તે મિથ્યા કહે છે. હે ગૌતમ! હું એમ કહું છું યાવત્‌ પ્રરૂપું છું કે સર્વલોકમાં સર્વ જીવોને કોઈ સુખ કે દુઃખ યાવત્‌ દેખાડી ન શકે.
એમ કેમ? ગૌતમ! આ જંબૂદ્વીપ યાવત્‌ પરિક્ષેપ વડે વિશેષ અધિક કહ્યો છે. મહર્દ્ધિક યાવત્‌ મહાનુભાગ દેવ, એક મોટો વિલેપનવાળો ગંધનો ડાબલો લઈને ઉઘાડીને, યાવત્‌ ‘આ જાઉં છું’ કહી આખા જંબૂદ્વીપને ત્રણ ચપટીમાં ૨૧ વખત ફરી શીઘ્ર પાછો આવે. હે ગૌતમ! તે સંપૂર્ણ જંબૂદ્વીપ. તે ગંધ પુદ્ગલોથી સ્પૃષ્ટ થાય? હા, થાય. ગૌતમ! તે ગંધ પુદ્ગલોને બોરના ઠળીયા જેટલાં પણ યાવત્‌ દર્શાવવા સમર્થ છે? ના, તેમ ન થાય. તે હેતુથી કહ્યું કે યાવત્‌ દર્શાવવા સમર્થ નથી.

Linked texts (1)