Pramāṇa · Search · About · API

Viyahapannatti 461

Viyāhapannatti: ṭīkānusārī vivecana 461

Language
Gujarati

461

વિવેચન :–૩૧૯
અવિસુદ્ધલેશ્ય - વિભંગજ્ઞાની દેવ. અનુપયુક્ત આત્મા વડે અહીં – (૧) અવિશુદ્ધલેશ્ય, (૨) અનુપયુક્તાત્મા દેવ, (૩) અવિશુદ્ધ લેશ્ય દેવાદિ. આ ત્રણ પદના બાર વિકલ્પો થાય [આ બારે વિકલ્પોની વૃત્તિ અતિ સુગમ છે, વળી સૂત્રાર્થમાં તેનો ઉલ્લેખ પણ છે, માટે ફરી વૃત્તિનો અનુવાદ અહીં કરેલ નથી.] અહીં છેલ્લા ચાર વિકલ્પમાં સમ્યગ્‌દૃષ્ટિપણાથી ઉપયુક્ત અને અનુપયુક્તત્વથી જાણે છે. ઉપયોગાનુપયોગ પક્ષે ઉપયોગાંશના સમ્યગ્‌જ્ઞાન હેતુત્વથી એમ કહ્યું.
શતક-૬, ઉદ્દેશો-૧૦ – ‘અન્યતીર્થિકો’
અવિશુદ્ધ લેશ્યને જ્ઞાનાભાવ કહ્યો. તે જ દર્શાવતા કહે છે –

Linked texts (1)