Pramāṇa · Search · About · API

Viyahapannatti 464

Viyāhapannatti: ṭīkānusārī vivecana 464

Language
Gujarati

464

‘ભગવતી’ સૂત્ર-૩૨૧ :– [૬/૧૦/૩૨૧]
ભગવન્‌! શું જીવ ચૈતન્ય છે કે ચૈતન્ય જીવ છે? ગૌતમ! જીવ નિયમા ચૈતન્ય છે, ચૈતન્ય નિયમા જીવ છે - ભગવન્‌! નૈરયિક જીવ છે કે જીવ નૈરયિક છે? નૈરયિક નિયમા જીવ છે. જીવ નૈરયિક પણ હોય કે અનૈરયિક પણ હોય. -ભગવન્‌! જીવ અસુરકુમાર છે કે અસુરકુમાર જીવ છે? ગૌતમ! અસુરકુમાર નિયમા જીવ છે. જીવ અસુરકુમાર હોય કે ન પણ હોય. એ પ્રમાણે વૈમાનિક સુધી દંડક કહેવો.
ભગવન્‌! જીવે તે જીવ કે જીવ હોય તે જીવે? ગૌતમ! જીવે તે વિયમા જીવ છે. જીવ જીવે કે ન પણ જીવે. - ભગવન્‌! જીવે તે નૈરયિક કે નૈરયિક હોય તે જીવે. ગૌતમ! નૈરયિક નિયમા જીવે. જીવે તે નૈરયિક હોય કે ન પણ હોય. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું.
ભગવન્‌! ભવ્ય, નૈરયિક હોય કે નૈરયિક હોય તે ભવ્ય હોય? ગૌતમ! ભવ્ય, નૈરયિક હોય કે ન પણ હોય. નૈરયિક ભવ્ય હોય કે ન પણ હોય. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું.

Linked texts (1)