Pramāṇa · Search · About · API

Viyahapannatti 466

Viyāhapannatti: ṭīkānusārī vivecana 466

Language
Gujarati

466

‘ભગવતી’ સૂત્ર-૩૨૨ :– [૬/૧૦/૩૨૨]
ભગવન્‌! અન્યતીર્થિકો એમ કહે છે યાવત્‌ પ્રરૂપે છે કે એમ નિશ્ચિત છે કે સર્વ પ્રાણ-ભૂત-જીવ-સત્ત્વ એકાંતે દુઃખરૂપ વેદનાને વેદે છે, હે ભગવન્‌! તે કેવી રીતે બને? ગૌતમ! તે અન્યતીર્થિકો યાવત્‌ એમ મિથ્યા કહે છે. હે ગૌતમ! હું એમ કહું છું યાવત્‌ પ્રરૂપું છું કે કેટલાંક પ્રાણો-ભૂતો-જીવો-સત્વો એકાંત દુઃખરૂપ વેદના વેદે છે અને કદાચ સુખને વેદે છે. કેટલાંક પ્રાણો-ભૂતો-જીવો-સત્વો એકાંત શાતા વેદનાને વેદે છે અને કદાચિત્‌ દુઃખને વેદે છે. કેટલાંક પ્રાણો-ભૂતો-જીવો-સત્વો વિવિધરૂપે વેદના વેદે છે. કદાચિત્‌ સુખને કે દુઃખને વેદે છે. ભવનપત્યાદિ દેવો એકાંત સુખરૂપ વેદના વેદે છે, કદાચ અસાતા વેદે છે. પૃથ્વીકાયિક યાવત્‌ મનુષ્યો વિવિધ પ્રકારે વેદના વેદે છે. કદાચ સુખ કે દુઃખને વેદે છે, તેથી પૂર્વવત્‌ કહ્યું.

Linked texts (1)