Viyahapannatti 487
Viyāhapannatti: ṭīkānusārī vivecana 487
- Language
- Gujarati
487
વિવેચન :–૩૩૮
અગ્નિ આદિ શસ્ત્રથી ઉત્તીર્ણ તે શસ્ત્રાતીત. એવો આહાર તથાવિધ પૃથુકાદિવત્ પરિણત પણ કહેવાય. વર્ણાદિને અન્યથા કરણથી અચિત્ત કરાયેલ તે શસ્ત્ર પરિણામિત. એ રીતે પ્રાસુકત્વ કહ્યું. ગવેષણા વિશુદ્ધિથી ગવેષિત, વિશેષથી કે વિવિધ પ્રકારે એષિત તે વ્યેષિત. ગ્રહણૈષણા કે ગ્રાસૈષણાથી વિશોધિત અથવા વેષ - મુનિના વસ્ત્રો, તે આકાર માત્ર દર્શનથી પ્રાપ્ત પણ આવર્જનથી નહીં. આનાથી ઉત્પાદના દોષ કહ્યો. સામુદાનિક - તેથી તેવી ભિક્ષારૂપ.
નિર્ગ્રન્થ કેવો? ખડ્ગાદિ શસ્ત્ર તજેલ, પુષ્પમાળા-ચંદનાદિ લેપનથી રહિત - X - આવા સ્વરૂપવાળા નિર્ગ્રન્થ, ભોજ્ય વસ્તુ સંભવથી પોતે પૃથક્રૂપ, કૃમ્યાદિ રહિત, દાયકે જાતે તજેલ. ભક્ષ્ય દ્રવ્ય પૃથક્કૃત્ અભેદ વિવક્ષાથી જે શરીરી તથા તે આહાર. વૃદ્ધ વ્યાખ્યાથી વ્યપગત - સામાન્યથી ચેતના પર્યાયથી રહિત. ચ્યુત - ક્રિયા ભ્રષ્ટ, ચ્યાવિત - સ્વતઃ આયુક્ષયથી ભ્રંશિત. જીવસંસર્ગજનિતાહારથી થયેલ ઉપચય.
જીવવિપ્પજઢં - પ્રાસુક. સાધુ માટે ન કરેલ, દાયકે ન કરાવેલ, આ બે વિશેષણથી અનાધાકર્મિક લેવું. પોતાને માટે કરતા સાધુ અર્થે ન સંકલ્પિત. ‘મારા ઘેર રોજ અન્ન લેવા આવજો’ એવા આમંત્રણરહિત અથવા સાધુ માટે બીજા સ્થાનેથી લાવેલ. અનિત્યપિંડ કે અનભ્યાહૃત અર્થાત્ દાયકે સ્પર્ધારહિત આપેલ. એ રીતે એષણા દોષ નિષેધ કર્યો. ખરીદીને સાધુને ન આપેલ. ઉદ્દેશ વિના કરેલ.
નવકોડીપરિસુદ્ધ - કોટિ એટલે વિભાગ, તે આ - બીજ આદિ જીવોને ન હણે, ન હણાવે, હણનારને ન અનુમોદે. એ રીતે ન પકાવે, ન ખરીદના ત્રણ ત્રણ ભંગ મળીને નવભંગ. દસદોસવિપ્પમુક્કં - શંકિત, મુક્ષિત આદિ. ઉદ્ગમ-આધાકર્તાદિ-૧૬, ઉત્પાદન-ધાત્રિ આદિ-૧૬, ઉદ્ગમ-ઉત્પાદન વિષય જે એષણા-પિંડવિશુદ્ધતાથી સારી રીતે પરિશુદ્ધ તે ઉદ્ગમ-ઉત્પાદન-એષણા પરિશુદ્ધ. આ દ્વારા ઉક્ત-અનુક્ત સંગ્રહ કર્યો. ‘વીતાંગારાદિ’ ક્રિયા વિશેષણ પણ થાય. પ્રાયઃ એ દ્વારા ગ્રાસૈસણા વિશુદ્ધિ કહી.
સુરસુર કે ચવચવ શબ્દ ન થાય તે રીતે. અતિ મંથર કે અતિ શીઘ્ર નહીં, છાંડ્યા વગર ખાય. ગાડાની ધરીનું કીલ, ઘા ઉપર ઔષધનું વિલેપન તે અક્ષોપાંજન વ્રણાનુલેપન. તેની જેમ વિવક્ષિત અર્થ સિદ્ધિ - અશનાદિમાં અનાસક્તિ કરવી, તે અક્ષોપાંજનવ્રણાનુંલેપન રૂપને થાય. તે ક્રિયા વિશેષણ પણ છે. સંયમનું પાલન, તે જ માત્રા તે સંયમ યાત્રા માત્રા. તેના માટેની વૃત્તિ-પ્રવૃત્તિ જે આહારમાં છે, તે સંયમ યાત્રા માત્રા વૃત્તિક. તેથી તે સંયમ યાત્રા માત્રા વૃત્તિક કે સંયમ યાત્રા માત્રા પ્રત્યય થાય છે. આ જ વાત બીજી રીતે કહે છે – સંયમ એ જ ભાર, તેનું પાલન તે સંયમભારવહનતા. બિલ એટલે છિદ્ર, તેમાં જે રીતે સર્પ પ્રવેશે તેમ પોતે આહાર કરે–શરીરના કોઠામાં નાંખે. અર્થાત્ જેમ સર્પ બિલમાં પ્રવેશે ત્યારે પડખાં ન સ્પર્શે, તેમ સાધુ મુખરૂપી ગુફામાં પડખામાં ન સ્પર્શે તેમ આહારનું સંચરણ કરતો જઠરરૂપી બિલમાં આહારનો પ્રવેશ કરાવે. તે અર્થ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit