Viyahapannatti 486
Viyāhapannatti: ṭīkānusārī vivecana 486
- Language
- Gujarati
486
‘ભગવતી’ સૂત્ર-૩૩૮ :– [૭/૧/૩૩૮]
ભગવન્! શસ્ત્રાતીત, શસ્ત્રપરિણામિત, એષિત, વ્યેષિત, સામુદાનિક પાન-ભોજનનો શો અર્થ કહ્યો છે? ગૌતમ! જે સાધુ-સાધ્વી શસ્ત્ર-મુસલાદિનો ત્યાગ કરેલ છે, માળા-વર્ણક-વિલેપનરહિત છે, તેઓ જો એવા આહારને કરે જે કૃમિ આદિથી રહિત, જીવચ્યુત અને જીવમુક્ત છે, જે સાધુ માટે કરેલ-કરાવેલ નથી, જે અસંકલ્પિત-અનાહૂત-અક્રીતકૃત-અનુદ્દિષ્ટ છે, નવકોટિ પરિશુદ્ધ છે, દશ દોષથી મુક્ત છે. ઉદ્ગમ-ઉત્પાદન-એષણા દોષોથી રહિત છે, અંગાર-ધૂમ-સંયોજના દોષરહિત છે, સુરસુર-યવયવ શબ્દરહિત છે, અદ્રુત-અવિલંબિત છે, અપરિશાપિત, ગાડીની ધૂરીના અંજન કે અનુલેપનરૂપ છે, સંયમ યાત્રા માત્રા નિમિત્ત છે સંયમભાર વહનાર્થે, બિલમાં પ્રવેશતા સર્પ માફક આત્માર્થે આહાર કરે છે, તે હે ગૌતમ! શસ્ત્રાતીત, શસ્ત્ર પરિણામિત યાવત્ પાનભોજન છે. તેવો અર્થ કહેલ છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit