Viyahapannatti 489
Viyāhapannatti: ṭīkānusārī vivecana 489
- Language
- Gujarati
489
‘ભગવતી’ સૂત્ર-૩૩૯ :– [૭/૨/૩૩૯]
ભગવન્! મેં સર્વે પ્રાણ-ભૂત-જીવ-સત્ત્વના પ્રત્યાખ્યાન કરેલ છે, એમ કહેનારાને સુપ્રત્યાખ્યાન થાય છે કે દુષ્પ્રત્યાખ્યાન? ગૌતમ! સર્વે પ્રાણ યાવત્ સત્વની હિંસાનું મેં પચ્ચક્ખાણ કર્યુ છે, તેમ કહેનારને કદાચિત્ સુપ્રત્યાખ્યાન થાય અને કદાચિત્ દુષ્પ્રત્યાખ્યાન.
ભગવન્! એમ કેમ કહ્યું? - X - ગૌતમ! જેણે સર્વે પ્રાણ યાવત્ સત્વોની હિંસાના પચ્ચક્ખાણ કર્યા છે, એમ કહેનારને એ પ્રમાણે જ્ઞાન હોતું નથી કે આ જીવ છે - આ અજીવ છે, આ ત્રસ છે - આ સ્થાવર છે, તેથી - X - તેને સુપ્રત્યાખ્યાન ન થાય, પણ દુષ્પ્રત્યાખ્યાન થાય છે. એ રીતે તે દુષ્પ્રત્યાખ્યાયી સર્વે પ્રાણ યાવત્ સત્ત્વોની હિંસાના પચ્ચક્ખાણ મેં કર્યા છે, તેમ કહેનાર સત્ય નહીં, જૂઠું વચન બોલે છે. એ રીતે તે મૃષાવાદી સર્વે પ્રાણ યાવત્ સત્વો પ્રતિ ત્રણ કરણ, ત્રણ યોગથી અસંયત, અવિરત, પાપકર્મથી અપ્રતિહત, પાપકર્મની અપ્રત્યાખ્યાની ક્રિયા વડે યુક્ત, અસંવૃત્ત, એકાંત દંડ, એકાંતબાલ થાય છે.
મેં સર્વે પ્રાણ યાવત્ સત્વોની હિંસાના પ્રત્યાખ્યાન કર્યા છે, એમ કહેનારને જો એ જ્ઞાત હોય કે આ જીવ છે - આ અજીવ છે, આ ત્રસ છે - આ સ્થાવર છે. તેને - X - સુપ્રત્યાખ્યાન છે, દુષ્પ્રત્યાખ્યાન નથી. એ રીતે તે સુપ્રત્યાખ્યાની, ‘મેં સર્વે પ્રાણો યાવત્ સત્વોની હિંસાના પ્રત્યાખ્યાન કર્યા છે’ એવી સત્યભાષા બોલે છે, મૃષાભાષા બોલતો નથી. એ રીતે તે સત્યવાદી સર્વે પ્રાણો યાવત્ સત્વો પ્રતિ ત્રિવિધે ત્રિવિધે સંયત-વિરત-પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મી, અક્રિય, સંવૃત્ત અને એકાંતપંડિત થાય છે. તેથી હે ગૌતમ! એમ કહ્યું કે યાવત્ દુષ્પ્રત્યાખ્યાન થાય.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit