Pramāṇa · Search · About · API

Viyahapannatti 490

Viyāhapannatti: ṭīkānusārī vivecana 490

Language
Gujarati

490

વિવેચન :–૩૩૯
પહેલા દુષ્પ્રત્યાખ્યાનનું વર્ણન કર્યુ છે. તે યથાસંખ્ય ન્યાયના ત્યાગથી અને યથા આસન્નતા ન્યાય સ્વીકારીને જાણવું. હવે કહેવાનાર પ્રકારે તે જ્ઞાત નથી. જ્ઞાનના અભાવે યથાવત્‌ પાલન ન કરવાથી, તેને સુપ્રત્યાખ્યાનનો અભાવ છે - X - ત્રિવિધં - કરવું, કરાવવું, અનુમોદવું ભેદથી. યોગને આશ્રીને ત્રિવિધેન - મન, વચન, કાય લક્ષણથી. સંયત - વધ આદિને છોડવા પ્રયત્નશીલ, વિરત - વધાદિથી નિવૃત્ત. પ્રતિહત - ભૂતકાળ સંબંધી નિંદાથી, ભાવિ પાપકર્મના પ્રત્યાખ્યાનથી પ્રત્યાખ્યાત - સંયતાદિના નિષેધથી અસંયતવિરતપ્રતિહત પ્રત્યાખ્યાતપાપકર્મ સકિરિએ - કાયિકી આદિ ક્રિયા યુક્ત અથવા કર્મબંધન સહિત. અસંવુડ - અસંવૃતાશ્રવદ્વાર. તેથી જ સર્વથા બીજાને દંડે તે એકાંતદંડ. તેથી સર્વથા અજ્ઞ તે એકાંતબાલ.
પ્રત્યાખ્યાન અધિકારથી તેના ભેદોને કહે છે –

Linked texts (1)