Pramāṇa · Search · About · API

Viyahapannatti 498

Viyāhapannatti: ṭīkānusārī vivecana 498

Language
Gujarati

498

‘ભગવતી’ સૂત્ર-૩૪૫ થી ૩૪૭ :– [૭/૩/૩૪૫ થી ૩૪૭]
[૩૪૫] ભગવન્‌! વનસ્પતિકાયિક કયા સમયે સર્વાલ્પહારી અને કયા કાળે સર્વમહાહારી હોય છે? ગૌતમ! પ્રાવૃટ્‌, વર્ષાઋતુમાં વનસ્પતિકાયિકો સર્વમહાહારી હોય. પછી શરદમાં, પછી હેમંતમાં, પછી વસંતમાં, પછી ગ્રીષ્મમાં વનસ્પતિકાયિક સર્વાલ્પહારી હોય છે.
ભગવન્‌! જ્યારે ગ્રીષ્મમાં વનસ્પતિકાયિક સર્વાલ્પહારિ હોય છે, તો ગ્રીષ્મમાં ઘણાં વનસ્પતિકાયિકો પત્ર, પુષ્પ, ફળો, હરિયાળીથી દેદીપ્યમાન અને શોભાથી અતિ શોભતા કેમ હોય છે? ગૌતમ! ગ્રીષ્મમાં ઘણાં ઉષ્ણયોનિક જીવો અને પુદ્ગલો વનસ્પતિ કાયરૂપે ઉત્પન્ન થાય છે, વિશેષે ઉત્પન્ન થાય છે, ચય-ઉપચય પામે છે, એ રીતે હે ગૌતમ! ગ્રીષ્મમાં ઘણાં વનસ્પતિકાય યાવત્‌ શોભે છે.
[૩૪૬] ભગવન્‌! શું મૂલ, મૂલ જીવ સ્પૃષ્ટ, કંદ, કંદ જીવથી સ્પૃષ્ટ યાવત્‌ બીજો, બીજ જીવથી સ્પૃષ્ટ છે? હા, ગૌતમ! તેમજ છે. ભગવન્‌! જો મૂલ, મૂલ જીવ સ્પૃષ્ટ યાવત્‌ બીજ, બીજ જીવ સ્પૃષ્ટ છે તો વનસ્પતિકાયિક કઈ રીતે આહાર કરે?, કઈ રીતે પરિણમાવે છે? ગૌતમ! મૂલ, મૂલ જીવ સ્પૃષ્ટ છે, પૃથ્વી જીવ પ્રતિબદ્ધ છે, એ રીતે તે આહારે છે અને પરિણમાવે છે. કંદ, કંદ જીવોથી સ્પૃષ્ટ, મૂલજીવ પ્રતિબદ્ધ હોય છે, એ રીતે આહારે અને પરિણમાવે છે. એ રીતે યાવત્‌ બીજ, બીજ જીવ સ્પૃષ્ટ, ફલ જીવ પ્રતિબદ્ધ છે. તેનાથી આહારે અને પરિણમાવે છે.
[૩૪૭] ભગવન્‌! આલુ, મૂળા, આદુ, હિરિણી, સિરિલી, સિસ્સિરિલી, કિટ્ટિકા, છિરિયા, છીરવિદારિકા, કૃષ્ણકંદ, વજ્રકંદ, સૂરણકંદ, ખિલુડા, આર્દ્ર ભદ્ર મોથા, પિંડહરિદ્રા, લોહી, નીહૂ, થીહૂ, થિરૂગા, મુદ્ગકર્ણી, અશ્વ-કર્ણી, સિહંડી, મુસુંડી આ અને આવા પ્રકારના સર્વે અનંતજીવવાળી, વિવિધ જીવવાળી છે? હા, છે.

Linked texts (1)