Pramāṇa · Search · About · API

Viyahapannatti 499

Viyāhapannatti: ṭīkānusārī vivecana 499

Language
Gujarati

499

વિવેચન :–૩૪૫ થી ૩૪૭
કિંકાલ - કયા કાળે. પાઉસ - આદિ - પ્રાવૃટ્‌ આદિમાં ઘણું જળ અને સ્નિગ્ધતા હોવાથી મહાહારતા કહી. પ્રાવૃટ્‌ - શ્રાવણાદિ વર્ષા રાત્રિ. સરદ - માગસર આદિ, તેમાં અલ્પાહાર હોય છે. ગ્રીષ્મમાં સર્વ અલ્પ આહારતા કહી. - X - હરિતક, તે લીલી અને દેદીપ્યમાન હોય છે. સિરિ - વનલક્ષ્મી. - X - મૂળ, મૂળ જીવમાં વ્યાપ્ત, યાવત્‌ શબ્દથી સ્કંધ, સ્કંધ જીવ સ્પૃષ્ટ, એ રીતે શાલ, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ જાણવા.
ભગવન્‌! જો મૂલાદિ, મૂલાદિ જીવો વડે સ્પૃષ્ટ છે, તો કઈ રીતે વનસ્પતિ આહાર કરે છે? ભૂમિગત આહારને, મૂલાદિ જીવો મૂલાદિ વ્યાપ્તિથી જ રહીને અને કેટલાંક પરસ્પર વ્યવધાનથી, ભૂમિથી દૂરવર્તિત્વથી? તેનો ઉત્તર એ કે – મૂલ, મૂલજીવ સ્પૃષ્ટ અને કેવલ પૃથ્વી જીવ પ્રતિબદ્ધ છે, તેના વડે પૃથ્વીરસને મૂલ જીવો આહારે છે. કંદો, કંદજીવ સ્પૃષ્ટ અને કેવલ મૂલજીવ પ્રતિબદ્ધ છે, તેના વડે મૂલજીવોએ પ્રાપ્ત પૃથ્વીરસને આહારે છે. સ્કંદાદિમાં એ રીતે જ જાણવું. આલુ આદિ અનંતકાયના ભેદ લોકરૂઢિથી જાણવા. તે રીતે જે અનંતજીવો જેમાં છે, તે તથા ઘણાં પ્રકારના વર્ણાદિ ભેદથી જેઓ અનંતકાયિક વનસ્પતિ ભેદવાળા જીવો છે તે. - X - અથવા જેના વિચિત્ર ભેદો છે, તે તથા તેમાં જે જીવ છે તે. - - જીવાધિકારથી કહે છે –

Linked texts (1)