Viyahapannatti 50
Viyāhapannatti: ṭīkānusārī vivecana 50
- Language
- Gujarati
50
વિવેચન :–૩૦
‘પશુઓ પશુપણું પામે છે’ એવા વચનથી જે એવું માને છે કે અનાદિ સંસારમાં જીવની સ્થિતિ એક પ્રકારે છે, તેના બોધ માટે આ સૂત્ર છે. વિશેષ એ - નારકાદિથી વિશેષણયુક્ત જીવ લેવો. અનાદિ અતીતકાળમાં, ઉપાધિ ભેદથી કેટલા પ્રકારે સંસારસંસ્થાન કાળ છે? એકથી બીજા ભવમાં સંચરણ તે સંસાર. સંસ્થાન એટલે રહેવું. કાલ - અવસર. આ જીવ ભૂતકાળમાં કઈ-કઈ ગતિમાં હતો? ઉપાધિ ભેદથી ચાર પ્રકારે છે. તેમાં નારકભવ સંબંધી સંસાર-અવસ્થાનકાળ ત્રણ ભેદે - ઈત્યાદિ સૂત્રાર્થ પ્રમાણે જાણવું. - X -
તેમાં અશૂન્યકાળનું સ્વરૂપ કહે છે – કેમ કે અશૂન્યકાળ સ્વરૂપ જ્ઞાન પછી બીજા બે કાળ સુખે સમજાય છે. વર્તમાનકાળમાં સાતે પૃથ્વીમાં જે નારકો વર્તે છે, તેમાંથી જ્યાં સુધી કોઈ ઉદ્વર્તે નહીં અને બીજો કોઈ ઉત્પન્ન ન થાય, પણ જેટલા છે તેટલા જ રહે, તે કાળ નારકોને આશ્રીને અશૂન્યકાળ કહેવાય. - X -
મિશ્રકાળનું સ્વરૂપ - તે જ નારકોમાંથી એક, બે, ત્રણ એમ કરીને બધાં ઉદ્વૃત્ત થાય અને જ્યાં સુધી તેમાં છેવટે એક નારક બાકી છે ત્યાં સુધી મિશ્રકાળ, એકે બાકી ન રહે અને વર્તમાન સમયના બધાં નારકો ઉદ્વૃત્ત થાય તે શૂન્યકાળ. - X - X -
આ મિશ્રનારક સંસાર અવસ્થાનકાળનું વિચારણા સૂત્ર વાર્તમાનિક નારક ભવને આશ્રીને પ્રવર્તેલ નથી, પરંતુ વર્તમાન નારક જીવોની બીજી ગતિના ગમન વડે ત્યાં જ ઉત્પત્તિ આશ્રીને પ્રવર્ત્યુ છે, જો તે જ નારકભવને આશ્રીને આ સૂત્ર પ્રવર્તે તો સૂત્રોક્ત શૂન્યકાળ અપેક્ષાએ મિશ્રકાળની અનંતગુણતા ન થઈ શકે, - X - કેમ કે વાર્તમાનિક નારકો સ્વ આયુકાળના છેલ્લા ભાગે ઉદ્વર્તે છે, તેઓનું આયુ તો અસંખ્યાત જ છે માટે ઉત્કર્ષથી બાર મુહૂર્ત્તના અશૂન્યકાળની અપેક્ષાએ મિશ્રકાળનું અનંતગુણત્વ બને તે અપ્રસંગ છે. કેમ કે વર્તમાન નૈરયિકો તેમના સ્થિતિ કાળને અંતે બધાં ખપી જવાના છે, નારકોનો ઉત્પાદ, ઉદ્વર્તના, વિરહકાળ ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત્ત છે. માટે અશૂન્યકાળ સૌથી થોડો છે.
મિશ્ર નામક વિવક્ષિત નારક જીવોનો નિર્લેપનાકાળ અશૂન્યકાળની અપેક્ષાએ અનંતગુણ છે. કેમ કે એ નારકોમાં અને બીજાઓમાં ગમનાગમન કાળ છે અને તે ત્રસ અને વનસ્પતિ આદિના સ્થિતિકાળથી મિશ્રિત થતો અનંતગુણ છે. કેમ કે ત્રસ અને વનસ્પત્યાદિના ગમનાગમનો અનંત છે અને નારકોનો નિર્લેપનકાળ વનસ્પતિકાયની સ્થિતિનો અનંત ભાગ છે. - X - શૂન્યકાળ અનંત ગુણ છે કેમ કે વિવક્ષિત નારકોનું ઘણું કરીને વનસ્પતિમાં અનંતકાળ સુધી અવસ્થાન છે અને એ જ જીવોનો નારકભવાંતરકાળ ઉત્કૃષ્ટથી સિદ્ધાંતમાં કહ્યો છે.
તિર્યંચોનો અશૂન્યકાળ સૌથી થોડો છે અને અંતર્મુહૂર્ત્ત જેટલો છે. જો કે આ કાળ સાધારણ દરેક તિર્યંચો માટે કહ્યો છે તો પણ વિકલેન્દ્રિય અને સંમૂર્ચ્છિમોમાં જ જાણવો. એકેન્દ્રિયોને તો ઉદ્વર્તના અને ઉપપાતના વિરહનો અભાવ છે, માટે અશૂન્યકાળ નથી. કહ્યું છે કે – એક નિગોદમાં હંમેશા એક અસંખ્યાત ભાગ ઉદ્વર્તના અને ઉપપાતમાં વર્તે છે. એ પ્રમાણે બાકીનામાં પણ જાણવું. વળી ‘પ્રતિ સમયે અસંખ્ય’ વચનથી પૃથ્વી આદિમાં વિરહનો અભાવ કહ્યો છે. ‘મિશ્રકાલે અનંતગુણ’ એ નારકવત્ છે. શૂન્યકાળ તિર્યંચોને છે જ નહીં - X - મનુષ્ય અને દેવોને નૈરિયિકોની માફક જાણવું. કેમ કે અશૂન્યકાળ પણ બાર મુહૂર્ત્ત છે.
શું જીવનું અવસ્થાન સંસાર જ છે કે તેનો મોક્ષ પણ છે?
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit