Viyahapannatti 49
Viyāhapannatti: ṭīkānusārī vivecana 49
- Language
- Gujarati
49
‘ભગવતી’ સૂત્ર-૩૦ :– [૧/૨/૩૦]
ભગવન્! અતીતકાળમાં આદિષ્ઠ જીવને સંસાર સંસ્થાનનો કાળ કેટલા ભેદે કહ્યો? ગૌતમ! ચાર પ્રકારે કહ્યો. નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવ-સંસાર સંસ્થાનકાળ.
ભગવન્! નૈરયિક સંસાર સંસ્થાનકાળ કેટલા પ્રકારે? ગૌતમ! ત્રણ પ્રકારે - શૂન્ય, અશૂન્ય, મિશ્ર-કાળ.
તિર્યંચયોનિક સંસારનો પ્રશ્ન-ગૌતમ! બે પ્રકારે છે - અશૂન્યકાળ, મિશ્રકાળ.
મનુષ્ય અને દેવો નૈરયિકવત્ જાણવા.
નૈરયિક સંસાર સંસ્થાનકાળમાં શૂન્ય, અશૂન્ય, મિશ્રમાં કોણ કોનાથી ઓછો, વધુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડો અશૂન્યકાળ, તેનાથી મિશ્રકાળ અનંતગુણ, તેનાથી શૂન્યકાળ અનંતગુણ છે. તથા તિર્યંચયોનિક સંસાર સંસ્થાનકાળમાં અશૂન્યકાળ થોડો, મિશ્રકાળ તેનાથી અનંતગુણ છે. મનુષ્યો અને દેવોના સંસાર-સંસ્થાનકાળની ન્યૂનાધિકતા નૈરયિકવત્ જાણવી.
ભગવન્! નૈરયિકથી દેવ પર્યન્ત સંસાર સંસ્થાનકાળમાં યાવત્ કોણ વિશેષ છે? ગૌતમ! સૌથી ઓછો મનુષ્ય સંસાર સંસ્થાન કાળ છે, નૈરયિક તેનાથી અસંખ્યાતગુણ, તેનાથી દેવનો અસંખ્યાત ગુણ, તિર્યંચયોનિકોનો તેનાથી અનંતગુણ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit