Viyahapannatti 508
Viyāhapannatti: ṭīkānusārī vivecana 508
- Language
- Gujarati
508
વિવેચન :–૩૫૧, ૩૫૨
જીવાભિગમમાં આ પ્રમાણે છે – પૃથ્વીકાયિક યાવત્ ત્રસકાયિક. તે પૃથ્વીકાયિક કેટલા છે? બે ભેદે છે – સૂક્ષ્મ અને બાદર. ઈત્યાદિ. છેલ્લે આમ છે - એક જીવ, એક સમયે, એક જ ક્રિયા કરે છે - સમ્યક્ત્વ ક્રિયા કે મિથ્યાત્વ ક્રિયા.-X-વાંચનાંતરમાં એવું દેખાય છે - જીવા છવ્વિહ૦ આદિ. તેમાં જીવો છ પ્રકારે બતાવ્યા. પૃથ્વી છ ભેદે – શ્લક્ષ્ણ, શુદ્ધ, વાલુકા, મનઃ શિલા, શર્કરા, ખરપૃથ્વી. આ પૃથ્વી ભેદ જીવોની સ્થિતિ અંતર્મુહૂર્ત્તાદિ છે
ઉદ્દેશા-૫-ની વૃત્તિ - યોનિ - - જીવનો ઉત્પત્તિ હેતુ, તેનો સંગ્રહ - અનેક છે, તેનો એક શબ્દથી અભિલાપ તે યોનિ સંગ્રહ. અંડથી થાય તે અંડજ - હંસ આદિ. વસ્ત્રની જેમ જરાયુ વર્જિતતાથી શુદ્ધ દેહ, યોનિ વિશેષાત્થી જન્મેલ કે પોતની જેમ જન્મેલ. વસ્ત્ર સમાર્જિત હોય તેમ જન્મે તે પોતજ - વલ્ગુલી આદિ. યોનિ વિશેષ ધર્મથી નિવૃત્ત-સંમૂર્ચ્છન જન્મ-હિકાદિ.
જીવાભિગમમાં આ સૂત્ર છે – અંડજ ત્રણ પ્રકારે કહ્યા. સ્ત્રી, પુરુષ, નપુંસક. એ પ્રમાણે પોતજ પણ જાણવા. તેમાં જ સંમૂર્ચ્છિમ છે, તે બધાં નપુંસક છે ઈત્યાદિ. અંત સૂત્ર આ પ્રમાણે છે. ભગવન્! વિજય, જયંત, વૈજયંત અપરાજિત વિમાન છે? હા, છે. તે વિમાનો કેટલા મોટા છે? ગૌતમ! જ્યાં સૂર્ય ઉગે અને જ્યાં સૂર્ય આથમે, તેટલા અંતરવાળા છે. આવા સ્વરૂપે નવ અવકાશાંતર, કેટલાંક દેવને એક વિક્રમમાં થાય, તે દેવ ઉત્કૃષ્ટ, ત્વરિત યાવત્ દિવ્ય દેવગતિથી જતાં-જતાં યાવત્ એક, બે કે ઉત્કૃષ્ટ છ માસ જાય. બાકીનું લખેલ છે. ત્યાં સુધી ‘યાવત્’ શબ્દથી દર્શાવ્યું.
વાચનાંતરે આમ દેખાય છે – યોનિસંગ્રહ, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, ઉપપાત, સ્થિતિ, સમુદ્ઘાત, ચ્યવન, જાતિ, કુલવિધિ. તેમાં યોનિસંગ્રહ દર્શાવ્યો જ છે. લેશ્યાદિ અર્થથી દર્શાવે છે - આ લેશ્યા-૬-છે, દૃષ્ટિ-૩, જ્ઞાન-પહેલાં ત્રણમાં ભજના, અજ્ઞાનના ત્રણમાં ભજના, યોગ-૩, ઉપયોગ-૨, ઉપપાત ચારે ગતિમાં, સ્થિતિ-અંતર્મુહૂર્ત્તાદિથી પલ્યોપમના સંખ્યેય ભાગ સુધી, સમુદ્ઘાત-પાંચ ઈત્યાદિ.
નોંધ – યોનિ શબ્દથી જે વૃત્તિ અનુવાદ છે, તે પાંચમાં ઉદ્દેશાનો છે, પણ મુદ્રણ ભૂલથી અહીં છપાયો છે, માટે અહીં અનુવાદ આપેલ છે. તે સૂત્ર-૩૫૩ સાથે જોડવો.
[૦ સૂત્ર-૩૫૨-ની વૃત્તિ સાથે અહીંથી જોડવું–] ૨૨,૦૦૦ વર્ષ કહેવું. તથા નારકાદિમાં ભવસ્થિતિ કહેવી. તે અંતર્મુહૂર્ત્તથી ૩૩ સાગરોપમ છે. કાયસ્થિતિ જીવની જીવપણામાં સર્વકાળ. નિર્લેપના કહેવી - X - X -. અણગાર વક્તવ્યતા કહેવી. - X - X - ક્રિયા-સમ્યક્ત્વ, મિથ્યાત્વાદિ. આ જીવાભિગમથી જાણવું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit