Viyahapannatti 518
Viyāhapannatti: ṭīkānusārī vivecana 518
- Language
- Gujarati
518
વિવેચન :–૩૬૦
દુરૂવ - દુઃસ્વભાવવાળા. જેમનું વચન અનાદેય, અપ્રીતિક છે તે. કૂટ - ભ્રાંતિજનક દ્રવ્ય, કપટ - છેતરવા માટે વેશાંતર કરણ. ગુરુમાં-માત્રાદિમાં અવશ્ય કરણી જે વિનય, તેનાથી રહિત. વિકલરૂવ - અસંપૂર્ણ રૂપવાળા. ખરફરુસજ્ઝામવણ્ણ-સ્પર્શથી અતીવ કઠોર, અનુજ્જવલ વર્ણવાળા. ફુટ્ટસિર - વિખરાયેલ વાળવાળા. કવિલપલિયકેસ-પીળા-ધોળા વાળ વાળા.-X-વૃદ્ધાવસ્થાથી સ્થવિર મનુષ્યની જેમ સંકુટિત વલી લક્ષણ તરંગ થકી પરિવેષ્ટિત અંગવાળા.-X-પવિરલપરિસડિયદંતસેઢી-દાંતના વિરલત્વથી પરિશટિત દાંત કે પડેલા,ભાંગેલા દાંતની શ્રેણિ, જેની છે તે. વિકરાળ ઘોડાના મુખ જેવું મુખ, તુચ્છ મુખવાળા, - X - વાંકા ચુકા, કડચલીથી વ્યાપ્ત ભીષણ મોઢાવાળા, કવછૂને કારણે ખુજલીથી આક્રાંત, કઠોર તીષ્ણ નખો વડે ખણવાથી કરેલ ઘાવવાળા, ક્ષુદ્ર-કુષ્ઠ વિશેષથી પ્રધાન અને સ્ફૂટિત કઠોર શરીરની ત્વચાવાળા, ચિત્તલંગ-કાબરા અવયવો. ટોલ -ઉંટ જેવી ચાલ, અથવા અપ્રશસ્તાકાર વિષમ ટુકં-લાંબી સંધિરૂપ બંધનો તે વિષમબંધન. ઉત્કુટુક- યથાસ્થાને અનિવિષ્ટ હાડકાં. - X - X - કુસંહનન - સેવાર્ત્તસંહનન, કુપ્રમાણ -પ્રમાણહીન કુસંસ્થિત -ખરાબ સંસ્થાન, તેથી જ કુરૂપ. - -
– કુટ્ઠાણાસણકુસેજ્જભોઈણો - કુત્સિત આશ્રયવાળું દુઃશયન, દુર્ભોજન. અસુઈણો - સ્નાન, બ્રહ્મચર્યાદિ વર્જિતત્વથી અશુચિઓ. અથવા અશ્રુતય-શાસ્ત્રવર્જિત. ખલંતવિજ્ઝલગઈ - સ્ખલનયુક્ત વિહ્વળ ગતિવાળા. અનેક વ્યાધિ રોગથી પીડાયેલા હોવાથી, વિકૃત ચેષ્ટા અને નષ્ટ તેજવાળા. સીએ - શીત-ઉષ્ણ ખર-પરુષ વાયુથી વ્યાપ્ત. ઉગ્ગુંડિય - જેના અંગ અદ્ધૂલિત છે તે. અસુહદુક્ખભાગિ - સમ્યક્ત્વભ્રષ્ટ. રયણિપમાણાઈ - ૨૪ અંગુલ-એક હાથ પ્રમાણ, જેમનું ઉત્કૃષ્ટાયુ કદાચ ૧૬-વર્ષ, કદાચ ૨૦-વર્ષ છે, તેવા. પુત્ર-પૌત્ર-દોહિત્ર આદિ રૂપ પરિવાર, તેમના પ્રત્યે અતિ સ્નેહવાળા. તે પુત્રાદિના પરિપાલનથી બહુલતાથી. તેઓને અલ્પાયુ હોવા છતાં ઘણાં સંતાનો કહ્યા, કેમકે અલ્પ કાળ છતાં યૌવનનો સદ્ભાવ હોય છે.
નિઓય - નિગોદ-કુટુંબો. બીય - બીજ સમાન, ભવિષ્યના જનસમૂહના બીજના હેતુરૂપ હોવાથી. બીયમેત્ત - બીજના જેવું જ પરિમાણ જેનું છે, તે બીજમાત્રા. રથપથ - ગાડાના બે ચક્રથી મપાય તેટલો માર્ગ, ચક્રની ધુરિ પ્રવેશી શકે તેટલા છિદ્રના પ્રમાણવાળો માર્ગ. વોજ્ઝિહિંતિ - કહેશે, આઉબહુલ-ઘણું અપ્કાય, નિદ્ધાહિંતિ-નિર્ગમન કરશે. ગાહેહિંતિ-ગ્રહણ કરશે, પ્રાપ્ત કરશે, સ્થળોમાં સ્થાપન કરશે. - X - જીવિકા કરશે.
નિસ્સીલ - મહાવ્રત-અણુવ્રતરહિત, નિગ્ગુણ - ઉત્તર ગુણ રહિત, નિમ્મેર - અવિદ્યમાન કુલાદિ મર્યાદા, - X - પૌરુષી આદિ નિયમનો અભાવ, અષ્ટમી આદિ પર્વોમાં ઉપવાસ [પૌષધ] આદિ ન કરવા તે. ઓસન્ન - પ્રાયઃ માંસાહાર, કેમકે મત્સ્યાહાર કરે છે. ખોદ્દાહાર - મધુભોજી - X - કુણિમાહાર - માંસ, લોહી આદિ. [તેઓ નરક કે તિર્યંચ ગતિમાં જશે.]
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit