Viyahapannatti 525
Viyāhapannatti: ṭīkānusārī vivecana 525
- Language
- Gujarati
525
વિવેચન :–૩૬૪
એગે - કેટલાંક, બધાં સંમૂર્ચ્છિમ નહીં. અંધ - અજ્ઞાન, મૂઢ - તત્ત્વ શ્રદ્ધા પ્રત્યે આ ઉપમાથી ઓળખાવ્યા છે. - X - તમપડલ - જ્ઞાનાવરણ, મોહ - મોહનીય એ જ જાળ, તેનાથી આચ્છાદિત. અકામ - વેદના અનુભાવમાં અમનસ્કત્વથી અનિચ્છા. તે જ કારણ છે જ્યાં, તે અકામનિકરણ. અર્થાત્ અજ્ઞાન પ્રત્યય. સુખદુઃખરૂપ વેદનાને અનુભવે છે. હવે અસંજ્ઞીના વિપક્ષને આશ્રીને કહે છે –
પભૂવિ - સંજ્ઞીત્વથી યથાવત્ રૂપાદિ જ્ઞાને સમર્થ હોય તો પણ. - X - અકામનિકરણમ્ - અનાભોગથી અનિચ્છા પ્રત્યય. બીજા કહે છે – અનિચ્છા વડે ઈષ્ટાર્થપ્રાપ્તિ લક્ષણ ક્રિયાનો અભાવ જે વેદનામાં તે-તે પ્રમાણે થાય એ રીતે વેદના વેદે? જે પ્રાણી સંજ્ઞીત્વથી અને ઉપાય સદ્ભાવથી હેય આદિની હાનિ આદિમાં સમર્થ હોવા છતાં જેમ અંધકારમાં દીવા વિના રૂપોને જોવા સમર્થ ન થાય, તેમ આ અકામ વેદનાને વેદે છે, એમ સંબંધ છે. પુરઓ - આગળ, અણિજ્ઝાએત્તા - અનિર્ધ્યાય ચક્ષુ વ્યાપાર. મગ્ગઓ - પાછળ, અણવયક્ખિત્તા - પાછળના ભાગને જોઈ ન શકે.. ‘અકામનિકરણ વેદના વેદે છે’ તેમ કહ્યું.
હવે તેનાથી વિપરીત કહે છે – સંજ્ઞીત્વથી રૂપદર્શનમાં સમર્થ હોવા છતાં પ્રકામ - ઈચ્છિત અર્થની પ્રાપ્તિથી વધતી એવી પ્રકૃષ્ટ ઈચ્છા, તે જ નિકરણ - કારણ, જે વેદનામાં છે, તે. બીજા કહે છે – પ્રકામ - તીવ્ર અભિલાષ અથવા અત્યર્થ નિકરણ - ઈષ્ટાર્થસાધક ક્રિયાનો જેમાં અભાવ છે, તે પ્રકામનિકરણ, તે જે રીતે થાય, તે રીતે વેદના વેદે? જે સમુદ્રને પાર જઈને ત્યાં દ્રવ્ય પ્રાપ્તિ માટે, તથાવિધ શક્તિ અભાવે સમર્થ નથી, તેમ તે તેવી ઈચ્છાના અતિરેકથી પ્રકામનિકરણ વેદનાને વેદે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit