Viyahapannatti 524
Viyāhapannatti: ṭīkānusārī vivecana 524
- Language
- Gujarati
524
‘ભગવતી’ સૂત્ર-૩૬૪ :– [૭/૭/૩૬૪]
ભગવન્! જે આ અસંજ્ઞી પ્રાણી છે, જેમકે – પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક, છઠ્ઠા કોઈ ત્રસ, જે અંધ-મૂઢ-તમપ્રવિષ્ટ-તમઃપટલ અને મોહજાલથી આચ્છાદિત, તેઓ અકામનિકરણ વેદના વેદે છે, એવું કહી શકાય. હા, ગૌતમ! - X - એવું કહી શકાય.
ભગવન્! શું તે સમર્થ હોવા છતાં અકામનિકરણ વેદના વેદે છે? હા, ગૌતમ! વેદે છે. - - ભગવન્! તે સમર્થ હોવા છતાં અકામ નિકરણ વેદના કઈ રીતે વેદે? ગૌતમ! જેમ જીવ સમર્થ હોવા છતાં અંધકારમાં રૂપોને જોવા સમર્થ નથી, જે અવલોકન કર્યા સિવાય સન્મુખ રહેલા રૂપોને જોવા સમર્થ નથી, અવેક્ષણ કર્યા વિના પાછળના ભાગે જોઈ ન શકે જેમ આલોચન કર્યા સિવાય આજુ-બાજુના રૂપોને ન જોઈ શકે, તેમ ગૌતમ! આ જીવો સમર્થ હોવા છતાં અકામનિકરણ વેદના વેદે છે.
ભગવન્! શું સમર્થ હોવા છતાં, જીવ પ્રકામનિકરણ વેદના વેદે છે? હા, વેદે છે. - - ભગવન્! સમર્થ હોવા છતાં જીવ પ્રકામ નિકરણ વેદના કઈ રીતે વેદે છે? ગૌતમ! જે સમુદ્રને પાર જવા સમર્થ નથી, જે સમુદ્રની પારના રૂપો જોવાને સમર્થ નથી, જે દેવલોકમાં જવા સમર્થ નથી, જે દેવલોકગત રૂપોને જોવા સમર્થ નથી. એ રીતે હે ગૌતમ! સમર્થ હોવા છતાં પ્રકામ નિકરણ વેદનાને વેદે છે. - - ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit