Viyahapannatti 539
Viyāhapannatti: ṭīkānusārī vivecana 539
- Language
- Gujarati
539
વિવેચન :–૩૭૩ થી ૩૭૬
સારુટ્ઠ - રોષયુક્ત મનથી, પરિકુવિય - શરીરે ચોતરફ દેખાતો કોપ વિકાર, સમરવહિય - સંગ્રામે હણાયેલ, રહમુસલ - જ્યાં રથ મુશલ વડે યુક્ત હોય અને ઘણો જન ક્ષય કરે, આયસ - લોઢાનો, કિઢિણ - વંશમય, તાપસ સંબંધી ભાજન વિશેષ અણાસએ - અશ્વરહિત, અસારહિએ - સારથી રહિત, અણારોહએ - યોદ્ધારહિત, જણવહ - જનવધ કે જન વ્યથા, જન પમદ્દ - લોક ચૂર્ણન, જણસંવટ્ટ - લોક સંહાર, - X -
પુવ્વસંગઈએ - કાર્તિક શ્રેષ્ઠીના ભવમાં શક્ર હતો, ત્યારે કોણિકનો જીવ મિત્ર હતો. પરિયાયસંગઈએ - પૂરણ તાપસની અવસ્થામાં ચમરનો આ તાપસ પર્યાયવર્તી મિત્ર હતો. - X - X - X -
પડિલાભેમાણે - શ્રમણ, નિર્ગ્રન્થને પ્રાસુક, એષણીય અશન-પાન-ખાદિમ-સ્વાદિમ-વસ્ત્ર-કંબલ-રજોહરણ-પીઠફલક-સંસ્તારકથી પ્રતિલાભિત કરતો વિચરે છે. - ચાઉગ્ઘંટં - ચાર ઘંટ યુક્ત એવો, અશ્વો વડે વહનીય રથ, રથ સામગ્રીથી યુક્ત. સજ્ઝય૦ યાવત્ શબ્દથી ઘંટ, પતાકા, ઉત્તમ તોરણ, નંદિઘોષ, કિંકિણી-હેમાજાલ-પર્યન્તથી પરિક્ષિપ્ત. તથા હિમવત્ ગિરિમાં થયેલ, વિચિત્ર એવા તિનિશા નામક વૃક્ષ સંબંધી, - X - જે મંડલમાં સારી રીતે સંવિદ્ધ ચક્ર-ધુરિ છે તે. લોહવિશેષથી સારી રીતે કરાયેલ ચક્રમંડલ માલાથી યંત્રકર્મ જેમાં છે તે. જાતિ પ્રધાન અશ્વો વડે સારી રીતે સંપ્રયુક્ત. જેનો સારથી કુશળ નરરૂપ - દક્ષ છે તેના વડે સારી રીતે યુક્ત. જેમાં પ્રત્યેક બાણમાં સો-સો છે, તેવી બત્રિશ શરધિ વડે જે પરિમંડિત છે તે. તથા કવચ વડે શિરસ્ત્રાણ રૂપ છે
ચાપ અને શર વડે જે પ્રહરણો-ખડ્ગાદિ - X - X-વડે તેનાથી યુક્ત યોદ્ધો, યુદ્ધ માટે સજ્જ છે તે. વાચનાંતર આ બધું સાક્ષાત્ લખેલ છે. - સમાન, સદૃશ ત્વચા, સદૃશ વય, સદૃશ ભાંડમાત્રા-શસ્ત્ર, કોશાદિ રૂપ ઉપકરણ જેને છે તે. આસુરુત્ત-આશુ-શીઘ્ર, રુપ્ત -કોપોદયથી વિમૂઢ, કોપના ચિન્હો સ્ફૂર્યા છે તેવો. યાવત્ શબ્દથી રુષ્ટ - ક્રોધના ઉદયવાળો, કુપિત - વધતા એવા કોપોદયવાળો, ચાણ્ડિકિત - પ્રકટિત રૌદ્રરૂપ, મિસિમિસિમાણે - ક્રોધાગ્નિ વડે દીપતો. અથવા આ શબ્દો એકાર્થિક છે. તે કોપનો પ્રકર્ષ દર્શાવવાને કહેવાયેલા છે.
ઠાણ-પાદ ન્યાસ વિશેષ લક્ષણ, ઠાતિ-કરે છે. આયય કણ્ણાયયં-કાન સુધી ખેંચેલ, એગાહચ્ચં - એક જ હનન પ્રહારથી જેમાં જીવિતથી રહિત થાય તે. કૂડાહચ્ચ -તેવા પ્રકારના પાષાણ-સંપુટ આદિમાં કાળના વિલંબ વગર ભાંગવું તે. અત્થામ-શક્તિરહિત, અબલ-શારીરિક શક્તિ વર્જિત, અવીરિએ -માનસ શક્તિવર્જિત,- X- અધારણિજ્જ - શરીરને ધારણ કરવા અસમર્થ. - X - X - એગંત - એકાંતમાં, જંગલમાં, અંત - ભૂમિ ભાંગ.
સીલ - ફળની અપેક્ષારહિત પ્રવૃત્તિ, વય - અહિંસાદિ વ્રતો, ગુણ - ગુણવ્રતો, વેરમણ - રાગાદિની વિરતિ. પચ્ચક્ખાણ - પૌરુષિ આદિ, પોસહોવવાસ - પર્વ દિને ઉપવાસ. ગંધવ્વ - મુરજાદિ ધ્વનિ લક્ષણ. નિનાદ - શબ્દ. કાલ માસે - કાળ દિવસે - સમયે. - X - X - આઉક્ખય - આયુના કર્મ દલિકો નિર્જરવાથી. ભવક્ખય-દેવભવ નિબંધન, દેવગતિ આદિ કર્મની નિર્જરાથી, ઠિઈક્ખય-આયુષ્કાદિ કર્મની સ્થિતિ નિર્જરવાથી.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit