Viyahapannatti 538
Viyāhapannatti: ṭīkānusārī vivecana 538
- Language
- Gujarati
538
‘ભગવતી’ સૂત્ર-૩૭૩ થી ૩૭૬ :– [૭/૯/૩૭૩ થી ૩૭૬]
[૩૭૩] અરહંતોએ આ જાણ્યું છે, પ્રત્યક્ષ કર્યુ છે, વિશેષથી જ્ઞાન કર્યુ છે કે આ રથમુશલ સંગ્રામ છે. ભગવન્ ! રથમુસલ સંગ્રામ જ્યારે થતો હતો ત્યારે કોણ જીત્યુ, કોણ હાર્યુ? હે ગૌતમ! ઈન્દ્ર, કોણિક અને અસુરેન્દ્ર અસુરકુમાર ચમર જીત્યા અને નવ મલ્લકી અને નવ લેચ્છકી રાજા હાર્યા. ત્યારે રથમુસલ સંગ્રામ ઉપસ્થિત થયો જાણીને, કોણિક રાજાએ૦ બાકી બધું મહાશિલાકંટક મુજબ જાણવું. વિશેષ એ - હસ્તિરાજ ‘ભૂતાનંદ’ હતો. યાવત્ કોણિક રાજા રથમુસલ સંગ્રામમાં ઉતર્યો. તેની આગળ દેવેન્દ્ર દેવરાજ શક્ર એ પ્રમાણે પૂર્વવત્ યાવત્ રહે છે. પાછળ અસુરેન્દ્ર અસુરરાજ ચમર લોઢાના બનેલા એક મહાન્ કિઠિન પ્રતિરૂપ કવચ વિકુર્વીને રહ્યો. એ પ્રમાણે ત્રણ ઈન્દ્રો સંગ્રામમાં પ્રવૃત્ત થયેલા – દેવેન્દ્ર, મનુજેન્દ્ર, અસુરેન્દ્ર. એ પ્રમાણે એક હાથી વડે પણ કોણિક રાજા જીતવા માટે સમર્થ હતો. યાવત્ બાકી બધું પૂર્વવત્ કહેવું. યાવત્ શત્રુઓ દશે દિશામાં ભાગી ગયા.
ભગવન્! રથમુસલ સંગ્રામને રથમુસલ સંગ્રામ કેમ કહે છે? ગૌતમ! રથમુસલ સંગ્રામ વર્તતો હતો ત્યારે એક રથ અશ્વરહિત, સારથી રહિત, યોદ્ધાઓ રહિત, માત્ર મુસલ સહિત મોટો જનક્ષય, જનવધ, જનપ્રમર્દન, જનપ્રલય સમાન, લોહીરૂપી કીચડ કરતો ચારે તરફ દોડતો હતો. તેથી તેને યાવત્ રથમુસલ સંગ્રામ કહે છે.
ભગવન્! જ્યારે રથમુસલ સંગ્રામ થયો, ત્યારે કેટલા લાખ લોકો માર્યા ગયા? ગૌતમ! ૯૬ લાખ લોકો માર્યા ગયા. - ભગવન્! તે શીલ રહિત મનુષ્યો યાવત્ ક્યાં ઉત્પન્ન થયા? ગૌતમ! તેમાંના ૧૦,૦૦૦ મનુષ્યો એક માછલીની કુક્ષિમાં ઉત્પન્ન થયા, એક મનુષ્યો દેવલોકે ઉત્પન્ન થયો, એક મનુષ્ય સુકુલમાં જન્મ્યો, બાકીના નરક-તિર્યંચગતિમાં ઉપજ્યા.
[૩૭૪] ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્રે અને અસુરેન્દ્ર અસુરકુમાર ચમરે કોણિક રાજાને કેમ સહાય કરી? ગૌતમ! દેવેન્દ્ર દેવરાજ શક્ર તેનો પૂર્વ સંગતિક હતો, અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમર પર્યાય સંગતિક હતો. એ પ્રમાણે હે ગૌતમ! શક્ર અને ચમરે કોણિક રાજાને સહાય આપી.
[૩૭૫] ભગવન્! ઘણાં લોકો પરસ્પર એમ કહે છે યાવત્ પ્રરૂપે છે, એ પ્રમાણે ઘણાં મનુષ્યો કોઈપણ મોટા-નાના સંગ્રામમાં અભિમુખ રહીને લડતા એવા કાળ માસે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવપણે ઉપજે છે, હે ભગવન્! તે કઈ રીતે? - ગૌતમ! જે ઘણાં મનુષ્યો પરસ્પર આ પ્રમાણે કહે છે યાવત્ ઉપજે છે, તે એ પ્રમાણે અસત્ય કહે છે. હે ગૌતમ! હું એ પ્રમાણે કહું છું યાવત્ પ્રરૂપું છું - હે ગૌતમ! તે કાળે, તે સમયે વૈશાલી નામે નગરી હતી-વર્ણન-તે વૈશાલી નગરીમાં વરુણ નામે નાગનપ્તૃક રહેતો હતો. તે આઢ્ય યાવત્ અપરિભૂત હતો. જીવાજીવને જાણતો શ્રાવક હતો યાવત્ પ્રતિલાભતો એવો નિરંતર છઠ્ઠ-છઠ્ઠની તપસ્યા દ્વારા પોતાના આત્માને ભાવિત કરતો એવો વિચરતો હતો.
ત્યારે તે નાગનપ્તૃકને અન્યદા ક્યારેક રાજાભિયોગ, ગણાભિયોગ, બલાભિયોગથી રથમૂસલ સંગ્રામમાં જવાની આજ્ઞા થતાં તેણે છઠ્ઠને વધારીને અઠ્ઠમનો તપ કર્યો. અઠ્ઠમ તપ કરીને કૌટુંબિક પુરુષને બોલાવ્યા. બોલાવીને આમ કહ્યું – હે દેવાનુપ્રિયો! જલ્દીથી ચાતુર્ઘંટ અશ્વરથને તૈયાર કરી, શીઘ્ર ઉપસ્થિત કરો સાથે અશ્વ, હાથી, રથ, પ્રવર યોદ્ધાને યાવત્ સજ્જ કરો. યાવત્ મારી આ આજ્ઞાને મને પાછી સોંપો.
ત્યારે તે કૌટુંબિક પુરુષો યાવત્ આજ્ઞા સાંભળીને જલ્દીથી છત્ર અને ધ્વજ સહિત યાવત્ રથ લાવ્યા, અશ્વાદિ સેનાને સજ્જ કરીને જ્યાં વરુણ નાગપૌત્ર હતો યાવત્ તેની આજ્ઞા પાછી સોંપી. ત્યારે તે નાગપૌત્ર જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં આવીને કોણિકની રાજાની માફક યાવત્ પ્રાયશ્ચિત્ત કરીને, સર્વાલંકાર વિભૂષિત થઈ, કવચ પહેરી, કોરંટપુષ્પની માળાથી૦ યાવત્ ધારણ કરીને, અનેક ગણનાયક યાવત્ દૂત-સંધિપાલ સાથે સંપરિવરીને સ્નાનગૃહથી નીકળ્યો. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી. જ્યાં ચાર ઘંટાવાળો રથ હતો, ત્યાં આવ્યો. આવીને ચાતુર્ઘંટ અશ્વરથે આરૂઢ થયો. અશ્વ, હાથી, રથથી યાવત્ સંપરિવૃત્ત, મોટા ભટ્ટ, ચડગર૦ થી યાવત્ ઘેરાઈને જ્યાં રથમુસલ સંગ્રામ હતો, ત્યાં આવીને રથમુસલ સંગ્રામમાં ઉતર્યો.
ત્યારે તે વરુણ નાગનપ્તૃક રથમુસલ સંગ્રામમાં ઉતર્યો ત્યારે આવો અભિગ્રહ ગ્રહણ કર્યો – મારે રથમુસલ સંગ્રામમાં યુદ્ધ કરતાં, જે મારા ઉપર પહેલો પ્રહાર કરે, તેને જ મારવો કલ્પે. બીજાને નહીં. આવો અભિગ્રહ ગ્રહણ કરીને તે રથમુસલ સંગ્રામે પ્રવૃત્ત થયો. ત્યારે તે વરુણ નાગપોત્રને રથમુસલ સંગ્રામમાં લડતા, એક પુરુષ, તેના રથ સામે રથ લઈ શીઘ્ર આવ્યો. તે તેના જેવો જ, સમાન ત્વચાવાળો, સમાન વયવાળો, સમાન શસ્ત્ર યુક્ત હતો.
ત્યારે તે પુરુષે વરુણ નાગપૌત્રને આમ કહ્યું કે – હે વરુણ નાગપૌત્ર! પ્રહાર કર-પ્રહાર કર. ત્યારે વરુણ નાગપૌત્રએ તે પુરુષને આમ કહ્યું – હે દેવાનુપ્રિય! જે પહેલાં મારા ઉપર પ્રહાર ન કરે, તેના ઉપર પ્રહાર કરવાનું મને કલ્પતું નથી, પહેલાં તું જ પ્રહાર કર. ત્યારે તે પુરુષે વરુણ નાગપૌત્રને આમ કહેતો સાંભળી, તે ક્રોધિત થયો યાવત્ લાલ-પીળો થઈને પોતાનું ધનુષ્ લીધું, ધનુષ્ લઈને, યથા સ્થાને બાણ ચડાવ્યું. અમુક આસને સ્થિર થયો. ધનુષ્ને કાન સુધી ખેંચ્યું, એ રીતે ખેંચીને તે પુરુષે ગાઢ પ્રહાર કર્યો. ત્યારે તે વરુણ નાગપૌત્ર તે પુરુષ દ્વારા ગાઢ પ્રહાર થવાથી ક્રોધિત થઈ યાવત્ દાંત પીસતો, ધનુષ્યને લે છે, લઈને બાણ ચડાવે છે, બાણ ચડાવીને ધનુષ્ને કાન સુધી ખેંચે છે, ખેંચીને તે પુરુષને એક ઘાએ પથ્થરના ટુકડા થાય તેમ જીવનથી રહિત કરી દીધો.
ત્યારપછી તે વરુણ નાગપૌત્ર, તે પુરુષથી ગાઢ પ્રહાર કરાયેલો અશક્ત, અબલ, અવીર્ય, પુરુષાર્થ-પરાક્રમથી રહિત થઈ ગયો. હવે મારુ શરીર ટકી નહીં શકે, એમ સમજીને ઘોડાને રોક્યા, રોકીને રથને પાછો વાળ્યો, પાછો વાળીને રથમુસલ સંગ્રામથી બહાર નીકળ્યો, નીકળીને એકાંતમાં ગયો, જઈને ઘોડાને રોક્યા, રોકીને રથને ઉભો રાખ્યો, રાખીને રથથી નીચે ઉતર્યો. ઉતરીને ઘોડાને મુક્ત કર્યા, કરીને વિસર્જિત કર્યા. પછી ઘાસનો સંથારો પાથર્યો. પાથરીને પૂર્વ દિશા તરફ મુખ કર્યુ. પછી પર્યંકાસને બેસી, હાથ જોડી યાવત્ આ પ્રમાણે કહ્યું –
અરિહંતોને નમસ્કાર થાઓ યાવત્ સિદ્ધિગતિને સંપ્રાપ્તને નમસ્કાર થાઓ. મારા ધર્માચાર્ય, આદિકર શ્રમણ ભગવંત મહાવીર, જે સિદ્ધિગતિ પ્રાપ્ત કરનારા છે, તેમને નમસ્કાર થાઓ. અહીં રહેલો હું, ત્યાં રહેલ ભગવંતને નમસ્કાર કરું છું, ત્યાં રહેલ ભગવંત મને જુએ. એમ કહીને વંદન-નમસ્કાર કર્યા. કરીને આ પ્રમાણે કહ્યું –
પૂર્વે પણ મેં શ્રમણ ભગવંત મહાવીર પાસે જાવજ્જીવને માટે સ્થૂળ પ્રાણાતિપાતના પચ્ચક્ખાણ કર્યા હતા. એ રીતે યાવત્ જાવજ્જીવને માટે સ્થૂળ પરિગ્રહના પચ્ચક્ખાણ કર્યા હતા. અત્યારે પણ હું તે અરિહંત, ભગવંત મહાવીરની સાક્ષીએ સર્વે પ્રાણાતિપાતના જાવજ્જીવના પચ્ચક્ખાણ કરું છું, એ પ્રમાણે સ્કંદકની માફક યાવત્ આ શરીરને તેના છેલ્લા શ્વાસોચ્છ્વાસે વોસિરાવું છું, એમ કહીને સન્નાહપટ્ટને છોડે છે, છોડીને શલ્યને ઉદ્ધરે છે, ઉદ્ધરીને આલોચના પ્રતિક્રમણ કરી, સમાધિ પામી કાલગત થયા.
ત્યારે તે વરુણ નાગપૌત્રનો એક પ્રિય બાલમિત્ર રથમુસલ સંગ્રામમાં સંગ્રામ કરતો, એક પુરુષ વડે ગાઢ પ્રહાર કરાયેલ અશક્ત, અબલ યાવત્ શરીરને ટકાવી નહીં શકુ એમ કરીને વરુણ નાગપૌત્રને રથમુસલ સંગ્રામથી બહાર નીકળતા જુએ છે, જોઈને પોતાના ઘોડાને અટકાવે છે, પછી વરુણની માફક યાવત્ ઘોડાને વિસર્જિત કરે છે. સંથારો પાથરે છે, પાથરીને ત્યાં આરૂઢ થઈ પૂર્વાભિમુખ થઈ યાવત્ અંજલિ કરી આમ કહે છે –
જે પ્રમાણે મારા પ્રિય બાલ મિત્ર વરુણ નાગપૌત્રને જે શીલ, વ્રત, ગુણ, વેરમણ, પ્રત્યાખ્યાન, પૌષધો-પવાસ છે, તે મને પણ થાઓ. એમ કરીને સન્નાહપટ્ટ છોડીને, શલ્યોદ્ધાર કરે છે. કરીને અનુક્રમે મૃત્યુ પામ્યો. ત્યારે વરુણ નાગપૌત્રને કાલગત જાણીને, નીકટ રહેલા વ્યંતર દેવોએ દિવ્ય સુરભિ-ગંધોદક વાસની વૃષ્ટિ કરી, પંચવર્ણી પુષ્પોને વરસાવ્યા, દિવ્ય ગીત-ગંધર્વ-નિનાદ કર્યો. ત્યારે તે વરુણ નાગપૌત્રના, તે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ, દિવ્ય દેવાનુભાવ સાંભળીને અને જોઈને, ઘણાં લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે યાવત્ પ્રરૂપે છે - ઘણાં મનુષ્યો યાવત્ દેવ થાય છે.
[૩૭૬] ભગવન્! વરુણ નાગપૌત્ર કાળ માસે કાળ કરી ક્યાં ગયો, ક્યાં ઉપજ્યો? ગૌતમ! સૌધર્મકલ્પમાં અરુણાભ વિમાને દેવ થયો. ત્યાં કેટલાંક દેવોની ચાર પલ્યોપમ સ્થિતિ કહી છે, ત્યાં વરુણ દેવની પણ ચાર પલ્યોપમ સ્થિતિ કહી. તે વરુણદેવ, તે દેવલોકથી આયુભવ-સ્થિતિનો ક્ષય થતાં મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે યાવત્ અંત કરશે.
ભગવન્! વરુણ નાગપૌત્રનો પ્રિય બાલમિત્ર કાળ માસે કાળ કરીને ક્યાં ગયો? ક્યાં ઉપજ્યો? ગૌતમ! સુકુલમાં જન્મ્યો. ભગવન્! તે ત્યાંથી પછી ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્ દુઃખનો અંત કરશે. ભગવન્! તે એમ જ છે (૨).
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit